ETV Bharat / state

CM Bhupendra Patel: શા માટે મુખ્યપ્રધાને પોતાના પ્રધાનમંડળને વીજળી બચાવવા આદેશ કર્યા?

author img

By

Published : Feb 9, 2023, 12:42 PM IST

Updated : Feb 9, 2023, 1:36 PM IST

1965માં તત્કાલીન પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની વીજ બચાવો શરૂ કર્યું હતું. આ અભિયાન બાદ સીએમ ભુપેન્દ્ર પટેલનું વીજ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ પ્રધાનો-અધિકારીઓને વીજ સાવચેતીથી ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

સીએમ ભુપેન્દ્ર પટેલનું વીજ બચાવો અભિયાન
સીએમ ભુપેન્દ્ર પટેલનું વીજ બચાવો અભિયાન

ગાંધીનગર: રાજ્યમાં ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વીજ બચાવ માટેની સુચના તમામ પ્રધાનો-અધિકારીઓને આપી છે. જેમાં દિવસે લાઈટની જરૂર ન હોય તો લાઈટનો ઉપયોગ કરવો જ નહીં. આ ઉપરાંત તમામ ચેમ્બરમાં બિન ઉપયોગી લાઈટ ચાલુ રાખવી નહીં. જ્યારે પ્રધાન એન્ટી ચેમ્બરમાં પ્રવેશે ત્યારે પોતાની રીતે જ લાઈટ ચાલુ અને બંધ કરીને બહાર નીકળવાની સૂચના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તમામ પ્રધાનોને આપી છે.

આપવામાં આવી સૂચના: વીજ બચાવવાની સૂચના બાબતની જો વાત કરવામાં આવે તો ફક્ત એક વર્ષની અંદર જ બીજી વખત વીજ બચાવવાની સૂચના આપવામાં આવી છે. આમ રાજ્યના મુખ્યપ્રધાન તરફથી કેબિનેટ બેઠકમાં જ તમામ પ્રધાનોને વીજળી બચાવવાની સૂચના આપવામાં આવી હતી. 30 એપ્રિલ 2022 ના રોજ રાજ્યના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વીજ બચાવવાની સૂચના આપી હતી. ઊર્જા પ્રધાન કનું દેસાઈએ ગુજરાત વિધાનસભામાં વીજળી બચાવવા માટે એસી સહિતના તમામ વીજળી ઉપકરણો ઓછા વાપરવાની સૂચના અને સલાહ રાજ્યના નાગરિકોને આપી હતી. જેથી વીજળીની વધુ બચત થાય અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય.

આ પણ વાંચો Annapurna Yojana: વિશ્વકર્મા જયંતિએ ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરાયું, અનેક જિલ્લામાં અન્નપૂર્ણા યોજના શરૂ

વપરાશ વધે છે: ગુજરાતમાં ઉનાળાની સિઝન દરમિયાન વીજળીના યુનિટના ઉપયોગમાં પણ વધારો થઈ જાય છે. જ્યારે રાજ્યમાં ઉનાળાની સિઝન દરમિયાન 1700 મેગા વોટ વપરાશ સામે 2200 મેગા વોટ વીજળીનો સપ્લાય થાય છે. સરકારને વીજળી પુરી પાડવા માટે વધારાના કોલસાની ખરીદી કરવાની જરૂર પડે છે. અજવાળું હોય ત્યાં સુધી કાર્યાલયમાં લાઈટ શરૂ કરવી નહીં. લાઈટ જાતે જ ચાલુ બંધ કરવી. એન્ટી રૂમ ના વીજકરણો પ્રધાનો અધિકારીઓએ જાતે જ ચાલુ બંધ કરવા. 600 ખાનગી કંપની પાસેથી વીજ ખરીદી આ તમામ સુચના મુખ્યપ્રધાને આપી છે.

વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી: ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ માહિતી અનુસાર ગુજરાતમાં આશરે કુલ 600 જેટલી કંપનીઓ વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી ઉત્પાદન કરે છે. તેની સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લાંબા ગાળાના વીજળી ખરીદી કરાર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગુજરાત તેમજ દેશની મોટી કોરપોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ અદાણી અને એસઆર પાસેથી પણ વીજળીની ખરીદી કરે છે. જેમાં રાજ્ય સરકાર 4 થી 5 રૂપિયા પ્રતિ યુનિટે આ વીજળીની ખરીદી કરવામાં આવે છે.

આ પણ વાંચો Asaram Rape Case : આસારામની સજા માટે વકીલની આખરી દલીલ, સજાને લઈ સસ્પેન્સ

સીએમ આપી સૂચના: આમ ઉનાળાની ગરમીને હજુ ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ભુપેન્દ્ર પટેલ તમામ સરકારી કર્મચારી અને તમામ રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનમંત્રી બચાવવા માટેની સૂચના અને ટકોર કરવામાં આવી છેમ જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને ખેડૂતો ના આગેવાનો ખેડૂતોને સરકાર સવારે વીજળી આપે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે સરકાર વીજ બચાવીને ખેડૂતોને સવારે વીજળી આપશે કે નહીં તે જોવું રહ્યું.

Last Updated : Feb 9, 2023, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.