ETV Bharat / state

High Speed Rail Project : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ- મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરી

author img

By

Published : Dec 20, 2021, 9:00 AM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ(Mumbai Ahmedabad High Speed Rail Project) અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. આ હેતુસર મુખ્યપ્રધાનએ નેશનલ હાઇસ્પીડ રેલ(High Speed Rail Project) કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન તથા મુખ્ય સચિવ પંકજકુમાર આ સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાન સાથે સહભાગી થયા હતા.

High Speed Rail Project : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરી
High Speed Rail Project : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરી

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ(Mumbai Ahmedabad High Speed Rail Project) અંતર્ગત રાજ્યમાં હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ પ્રોજેક્ટની(CM Bhupendra Patel reviewed High Speed Rail Project) વિવિધ પ્રગતિ હેઠળની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ

8 જિલ્લાઓમાં સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના(National High Speed Rail Corporation Limited) મેનેજીંગ ડિરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું કે, ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 8 જિલ્લાઓમાં(High Speed Rail Project) સબ-સ્ટ્રક્ચર અને સુપર-સ્ટ્રક્ચરના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, નર્મદા, તાપી, મહી જેવી મહત્વની નદીઓ જે આ ટ્રેનના રૂટમાં આવે છે તેના ઉપર પણ કાર્યવાહી ચાલુ છે.

કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ

ગુજરાતમાં આ પ્રોજેક્ટ(High Speed Rail Project in Gujarat) અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં મુખ્યપ્રધાન સમક્ષ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કામગીરીમાં વધુ વેગ લાવવાના હેતુસર સ્ટ્રેડલ કેરિયર અને બ્રિજ ગેન્ટ્રી જેવી ભારી સાધન-સામગ્રીના ઉપયોગથી ફુલ સ્પાન બોક્સ ગ્રાઈડર ઉભા કરવામાં આવે છે. આવું પ્રથમ ગ્રાઈડર નવસારીમાં નવેમ્બર 2021માં સફળતાપૂર્વક ઊભું થઈ ગયું છે. જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન(Geotechnical Investigation for Railway) માટે સુરતમાં એશિયાની સૌથી મોટી જિયો ટેકનિકલ લેબ પણ શરૂ કરવામાં આવી છે.

ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગારનો અવસર મળશે

ભૂપેન્દ્ર પટેલે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી કામગીરીની સરાહના કરતા રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રોજેક્ટની અન્ય બાબતો અંગેની ચર્ચા પરામર્શમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટના પરિણામે પ્રત્યક્ષ-પરોક્ષ એટલે કે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ મળી 60 હજાર જેટલા લોકોને રોજગારનો અવસર મળશે.

72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે

ગુજરાતમાં જમીન અને બાંધકામ મળીને 72 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટ માટે થવાનું છે, તે પૈકી 14,200 કરોડનો ખર્ચ વિવિધ કામો માટે અત્યાર સુધીમાં થયો છે. તેમજ મુંબઇ-અમદાવાદ(Mumbai Ahmedabad Train) વચ્ચેની ભવિષ્યમાં શરૂ થનારી આ હાઇસ્પિડ રેલ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે. મુંબઈ અમદાવાદનું અંતર આ ટ્રેન 3 કલાકમાં પૂર્ણ કરશે. મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં આ પ્રોજેક્ટના વરિષ્ઠ અધિકારીઓ અંજુમ પરવેઝ, રાજેન્દ્ર પ્રસાદ, પ્રમોદ શર્મા તેમજ અરુણકુમાર બીજલવાન પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ પ્રાઈવેટ કંપનીઓ માલામાલઃ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પાછળ વધુ 2 હજાર કરોડની લ્હાણી

આ પણ વાંચોઃ મેટ્રો રેલ: જમીન સંપાદનમાં આપેલા મકાનધારકોને વૈકલ્પિક મકાન ન ફાળવતા હાઈકોર્ટમાં રિટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.