ETV Bharat / state

Palanpur Flyover Slab Collapse : GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બ્લેકલિસ્ટ કરાઈ, તપાસ માટે કમિટીની રચના, જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 6:52 PM IST

Updated : Oct 26, 2023, 8:14 PM IST

Palanpur Flyover Slab Collapse
Palanpur Flyover Slab Collapse

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયાની ઘટના બાદ જનતામાં ભારે આક્રોશ છે. ઘટના બન્યાના દિવસે જ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં જ આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કંપની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર : પાલનપુર RTO સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું ગર્ડર પડી જવાની ઘટના મામલે જનતામાં ભારે આક્રોશ છે. ત્યારે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીના સભ્યએ બનાવના દિવસે જ સાંજે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.

તંત્રની તપાસ : પાલનપુરમાં દુર્ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના આદેશ પર કમિટીના સભ્યો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલ મુખ્ય ઇજનેર અને અધિક સચિવ દ્વારા પણ ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ધરાશાયી થયેલા બ્રિજના કોંક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઇન, નકશાઓ વગેરે એકત્રિત કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

દુર્ઘટના અટકી શકી હોત ? વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલના પરીક્ષણ પરિણામ ટૂંક સમયમાં અપેક્ષિત છે. જેના રિપોર્ટ આવ્યા બાદ તપાસ સમિતિ ઘટનાના વિગતવાર તારણ પર આવી શકશે. જોકે દુર્ઘટના બન્યા બાદ પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું છે કે, નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત.

રાજ્ય સરકારનો આદેશ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટે જરૂરી નિર્ણયો કર્યા હતા. જેના અનુસાર ROB ના કામના કોન્ટ્રાક્ટર GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે.

જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી : આ ઉપરાંત આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટેના પર રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ROB કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવાની સૂચના પણ આપી છે.

  1. Palanpur Flyover Slab Collapse: કેબિનેટમાં પાલનપુર બ્રિજ મામલે ચર્ચા, ક્વોલિટી વર્કને વધુ પ્રાધાન્ય અપાશે, તપાસ કમિટીનો રિપોર્ટ CMનો સોંપાયો
  2. Palanpur Flyover Slab Collapse : પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યપ્રધાને કેબિનેટમાં ટકોર કરી, વિપક્ષના સરકાર પર આક્ષેપ
Last Updated :Oct 26, 2023, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.