ETV Bharat / state

ધો- 6થી 8માં 10-બેગલેસ ડેની જાહેરાત, નવી રોજગારીનું થશે નિર્માણ

author img

By

Published : Dec 28, 2022, 8:41 PM IST

ધો- 6 થી 8માં 10-બેગલેસ ડેની જાહેરાત, નવી રોજગારીનું થશે નિર્માણ
ધો- 6 થી 8માં 10-બેગલેસ ડેની જાહેરાત, નવી રોજગારીનું થશે નિર્માણ

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (cm Bhupendra Patel chairs cabinet meeting) યોજાઈ હતી. જેમાં તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવાનો નિર્ણય સરકારે કર્યો છે. શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરવામાં આવશે. સાથે જ 10- બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે. (cabinet meeting in gandhinagar)

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (cm Bhupendra Patel chairs cabinet meeting) યોજાઈ હતી. જેમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં નવી રોજગારીના નિર્માણથી લઈને નવી શિક્ષણ નીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. (cabinet meeting in gandhinagar)

નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગની યાદી તૈયાર: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યની નોન –યુઝેબલ બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે આ તમામ બિલ્ડીંગનું નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી રાજ્યની માળખાકીય સેવાઓમાં અને લોકોની જનસુખાકારીમાં વધારો થશે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરાની ગ્રામ્ય અને સર્કલ ઓફિસમાં સમાવિષ્ટ કુલ 219 રેસીડેન્સીયલ અને 239 જેટલી નોન રેસીડેન્સીયલ આમ કુલ 458 જેટલી નોન યુઝ્ડ બિલ્ડીંગને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવી રોજગારીનું નિર્માણ: રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓને વહેલી તકે ભરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

આ પણ વાંચો: ધારાસભ્યએ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત
સુજલામ સુફલામ યોજનાની શરૂઆત: ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીની ભરાવો થાય તેને ધ્યાનમાં લઈને કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. (Sujlam Suflam water storage scheme start early)ગુજરાતમાં વર્ષ 2018થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી.

શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ થશે:
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ થશે:

શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ થશે: ગુજરાતમાં શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં વધુ નવા 28 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ 51 કડિયાનાકા વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર 5 રૂપિયાના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી UN મહેતા હોસ્પિટલથી દિલ્હી રવાના, હીરાબાની તબિયત અંગે ડૉક્ટર્સ સાથે કરી ચર્ચા

10- બેગલેસ ડેની જાહેરાત: નવી શિક્ષણનીતિ બાબતે સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની જોગવાઈ હેઠળ 6થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10 - બેગલેસ ડેની (10 bagless day) જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. પ્રારંભિક તબક્કે જાન્યુઆરી વર્ષ 2023ના પ્રથમ સપ્તાહમાં રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેગલેસ ડેનો અમલ શરૂ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 1009 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ રૂપિયા 15 રૂપિયા એટલે કુલ 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.