ETV Bharat / state

Gandhinagar News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બે નગરપાલિકાને આપ્યાં 3 કરોડ, નગર સેવા સદન બનશે

author img

By

Published : Jun 8, 2023, 3:27 PM IST

Updated : Jun 8, 2023, 3:58 PM IST

Construction of Nagar Seva Sadan : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બે નગરપાલિકાને આપ્યાં 3 કરોડ, નગર સેવા સદન બનશે
Construction of Nagar Seva Sadan : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બે નગરપાલિકાને આપ્યાં 3 કરોડ, નગર સેવા સદન બનશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે નગરપાલિકાઓમાં નગર સેવા સદન નિર્માણ માટે 3 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. માણાવદર નગરપાલિકાને રૂ. 1 કરોડ અને વિસનગર નગરપાલિકાને 2 કરોડની સહાય નગર સેવા સદનના બાંધકામ માટે આપવામાં આવી રહી છે.

ગાંધીનગર : ગુજરાતની નગરપાલિકાઓના ભવન નિર્માણ માટે રાજ્ય સરકાર તરફથી ફંડ આપવામાં આવે છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માણાવદર નગરપાલિકા અને વિસનગર નગરપાલિકાના નગર સેવા સદનના બાંધકામ માટે કુલ 3 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 2 કરોડ તથા ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 1 કરોડની સહાય નગર સેવા સદનના બાંધકામ માટે આપવામાં આવતી હોય છે.

કઇ યોજના હેઠળ સહાય :નગર સેવા સદનના બાંધકામ માટે ગત બે વર્ષમાં ગુજરાતની રાજ્યની 11 નગરપાલિકાઓને નગર સેવા સદનના બાંધકામ માટે કુલ 13.84 કરોડ રુપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનો નિર્ણય લેતાં જૂનાગઢ જિલ્લાની માણાવદર નગરપાલિકા અને મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાઓને નવા નગર સેવા સદન નિર્માણ માટે કુલ 3 કરોડની સહાય મંજૂર કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ સહાય મંજૂર કરવામાં આવી છે.

શું છે નિયમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણ જયંતિના ઉપલક્ષ્યમાં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે. જે નગરપાલિકાઓ પાસે પોતાનું ભવન ન હોય અથવા જે નગરપાલિકાઓના બિલ્ડીંગ 30 વર્ષ કે તેથી વધુ જૂના થઇ ગયાં હોય તે નગરપાલિકાઓને રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવા નગર સેવા સદન બાંધકામ માટે સહાય આપે છે.

રજૂઆતો માન્ય રાખતાં સીએમ : આ યોજના હેઠળ રાજ્યમાં ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 2 કરોડ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 1 કરોડ નવા નગર સેવા સદનના બાંધકામ માટે આપવામાં આવે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે માણાવદર અને વિસનગર નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે નગર સેવા સદનના નવા ભવન નિર્માણ માટે દરખાસ્ત રજૂ થઇ હતી જેને તેમણે સ્વીકૃતિ આપી હતી.

કુલ 11 નગરપાલિકાને મળી સહાય : સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંતર્ગર્ત વિસનગર નગરપાલિકા ‘બ’ વર્ગની નગરપાલિકા છે તેથી તેને રૂ. 2 કરોડ અને માણાવદર નગરપાલિકા ‘ક’ વર્ગની હોવાથી રૂ. 1 કરોડ નવા નગર સેવા સદન માટે મંજૂર કરાયાં છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 2021-22 અને 2022-23 માં અત્યાર સુધીમાં કુલ 11 નગરપાલિકાઓને નવા નગર સેવા સદન નિર્માણકાર્ય હેતુ કુલ 13 કરોડ 84 લાખ 33 હજાર રુપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.

2024 સુધી લંબાવાઇ યોજના : જેમાં નગરપાલિકાઓમાં ‘અ’ વર્ગની એક નગરપાલિકાને રૂ. 2 કરોડ, ‘બ’ વર્ગની 3નગરપાલિકાઓને રૂ. 5.45 કરોડ, ‘ક’ વર્ગની 4 નગરપાલિકાઓને રૂ. 3.49 કરોડ અને ‘ડ’ વર્ગની 3 નગરપાલિકાઓને રૂ. 2.89 કરોડ નગર સેવા સદનના બાંધકામ માટે ફાળવવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 8086 કરોડ રુપિયાના બજેટ પ્રાવધાન સાથે 2024 સુધી લંબાવી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટેના વિકાસકાર્યો આ યોજનામાં હાથ ધરવામાં આવે છે.

  1. પોરબંદરને "હરિયાળું" બનાવવાનો પ્રોજકટ થયો પૂર્ણ
  2. પોરબંદર પાલિકાએ મુખ્ય પ્રધાન સ્વર્ણિમ જયંતિ યોજનામાં લાખોનું કૌભાંડ આચર્યું : રામદેવ મોઢવાડીયા
  3. ગણદેવીવાસીઓને સરકારની દિવાળી ભેટ, 6.02 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયુ
Last Updated :Jun 8, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.