ETV Bharat / state

Gujarat e Vidhana Sabha : ઇ-વિધાનસભામાં કઈ પ્રકારની કામગીરી જોવા મળશે તેને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 9:20 PM IST

Updated : Sep 12, 2023, 9:31 AM IST

13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ થવા જઈ રહી છે અને સંપૂર્ણ કામકાજ ટેબલેટના મારફતે કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પેપરલેસ અને ઇ-વિધાનસભા બાબતે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. હવેથી વિધાનસભાનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને થ્રી લેયર સિક્યુરિટીમાં રાખવામાં આવશે.

Etv Bharat
Etv Bharat

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ, શંકર ચૌધરી

ગાંધીનગર : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ETV ભારત સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થશે. આ સત્રથી વિધાનસભાની તમામ કામગીરી ઓનલાઇન શરૂ કરવામાં આવશે. જેમાં ઇ-વિધાનસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત ઇ-વિધાનસભા શરુ થવાને લઇને કરોડો રૂપિયાના કરોડો ટન પેપરની પણ બચત થશે.

વિધાનસભા

તમામ ટેકનોલોજીને સુરક્ષિત રાખવામાં આવશે, જેમાં તમામ ધારાસભ્યોને 2 ટેબલેટ આપવામાં આવશે. જેમાં કોઈ પણ ધારાસભ્ય અન્ય ધારાસભ્યના ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે ધારાસભ્યો ફેસ-આઈ રીકોગ્નેશન સિસ્ટમથી ટેબલેટનો ઉપયોગ કરી શકશે અને ત્યારે જ તેમની હાજરી પણ પુરાઈ જશે. આ ઉપરાંત વિધાનસભાની તમામ કામગીરી ટેબલેટ મારફતે જ કરવામાં આવશે. જેમાં અધ્યક્ષને પત્ર લખવો, સૂચનો, 116ની નોટિસ, પ્રશ્નોત્તરી, વિભાગના એહવાલ તમામ વસ્તુઓ એક જ ક્લિકમાં ધારાસભ્યોને ટેબલેટમાં જોવા મળશે. જ્યારે સરકારને પૂછેલા પ્રશ્નો અને સૂચનાઓ પણ સીધા ધારાસભ્યોના ટેબલેટમાં આપવામાં આવશે. - ગુજરાત વિધાનસભા અધ્યક્ષ, શંકર ચૌધરી

Gujarat e Vidhana Sabha
Gujarat e Vidhana Sabha

ગ્રાઉન્ડ લેવલની સમસ્યા વિધાનસભામાં થશે હવે રજૂ : વિધાનસભાના તમામ સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવતા હોય છે અને ગૃહ સમક્ષ મુકતા હોય છે. ત્યારે ગૃહની કામગીરીમાં નાગરિકોનો સમાવેશ થાય અને નાગરિકોનો સહકાર અને ભાગીદારી વધે તે અર્થે ધારાસભ્યોને ગૃહમાંથી વિશેષ વ્યવસ્થા આપવામાં આવશે. જેમાં ધારાસભ્યો પોતાના કાર્યકર્તાઓને પ્રશ્ન પૂછવા માટેનું ખાસ એક્સેસ આપી શકશે, જેમાં ધારાસભ્યની પરવાનગી બાદ જે તે પ્રશ્ન વિભાગ અને ગૃહમાં આવી શકશે. આમ વધુમાં વધુ 1,000 જેટલા કાર્યકર્તાઓને એક્સેસ આપી શકાય તેવી સુવિધાઓ છે. જેથી ગ્રાઉન્ડ લેવલની સમસ્યાઓ અને તકલીફ બાબતે ગૃહને જાણકારી મળી રહે.

ડેટા સાચવવા માટે બે સર્વર તૈયાર કરાયા : ઇ-વિધાનસભા કરવા માટે તમામ ઇલેક્ટ્રોનિક ડેટા માટે ખાસ સર્વર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક સર્વર ગુજરાતમાં રાખવામાં આવશે અને જો ઇમર્જન્સીમાં અથવા તો કોઈપણ કુદરતી આપત્તિમાં સર્વર બગડી જાય અથવા તૂટી જાય તેવી પરિસ્થિતિ થાય તો ડેટાને શકાય. તેમજ એક સર્વર ગુજરાત બહાર પણ રાખવામાં આવશે. આમ ગુજરાત વિધાનસભામાં થતી તમામ કામગીરી ધારાસભ્યોની સ્પીચ, નિવેદન, પ્રશ્નોત્તરી, બજેટ નિયમો અને અધ્યક્ષએ કરેલા સૂચનો તમામ કામગીરીના ડેટા આ સર્વરમાં રાખવામાં આવશે. આ બાબતે ગુજરાત સરકારનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ કામ કરી રહ્યું છે.

ટેબલેટ રાખવા માટે બનાવ્યા સ્ટેન્ડ : ટેબલેટને રાખવા માટે ખાસ બ્રોઝનું સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જે એક દમ ટાઈટ રીતે ડેસ્ક પર લગાવવામાં આવ્યું છે, જેથી વિધાનસભા ગૃહની અંદર પક્ષો વચ્ચે ગરમાં ગરમીનો માહોલ થાય તો કોઈ ધારાસભ્ય તેને ઉખાડીને બીજાને મારી ન શકે તેવી ટિપ્પણી પણ શંકર ચૌધરીએ કરી હતી. જ્યારે અનેક ડિઝાઇન બાદ આ અંતિમ સ્ટેન્ડ ફાઇનલ કરવામાં આવ્યું છે. આ સ્ટેન્ડ IIM અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

  1. Gujarat Assembly: ગુજરાત વિધાનસભા બનશે ઇ વિધાનસભા, તમામ સભ્યોની જગ્યા પર હશે ટેબ્લેટ
  2. Monsoon Session : ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં ઓબીસી અનામત મુદ્દે ચર્ચા, ચાંપાનેર હેરિટેજ સાઇટ અંગે પણ મોટો સુધારો લવાશે
  3. President Murmu On Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, 13 સપ્ટેમ્બરે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ
Last Updated : Sep 12, 2023, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.