ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: સરકારે 5 દિવસ સુધી કેસ ડોલની કરી જાહેરાત, નુકસાની બાબતનો સર્વે શરૂ

author img

By

Published : Jun 16, 2023, 9:03 PM IST

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં કહેર મચાવ્યા બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને સહાય તરીકે કેસ ડોલ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત જે લોકોનું શેલ્ટર હાઉસમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તે લોકોને પાંચ દિવસ સુધી આર્થિક સહાય ચૂકવાશે.

કેસ ડોલની કરી જાહેરાત
કેસ ડોલની કરી જાહેરાત

કેસ ડોલની કરી જાહેરાત

ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે આવેલ કચ્છ જિલ્લામાં વાવાઝોડાએ કચ્છ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિત કુલ આઠ જિલ્લાને ધમરોળ્યું હતું. હવે વાવાઝોડું ધીરે ધીરે બનાસકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફરીથી સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જ કેસ ડોલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજ્ય સરકારે જી આર પણ ઇસ્યુ કરી દીધો છે.

કેટલી કેસડોલ્સ આપવામાં આવશે ?: રાજ્ય સરકારના જી.આર. મુજબ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે 100 રૂપિયા અને 18 વર્ષથી નાના બાળકો માટે 60 રૂપિયા પ્રતિ દિવસ માટેની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. પાંચ દિવસ લેખે જે લોકો શેલ્ટર હાઉસમાં હતા તેવા તમામ લોકોને આ સહાય આપવામાં આવશે. કેસ ડોલ ચૂકવવા માટે જે તે જિલ્લા કલેકટરોને સૂચના પણ આપી દેવામાં આવી છે. તમામ લાભાર્થીઓને આ કેસ ડોલ્સ રોકડમાં ચૂકવવામાં આવશે.

94,427 નાગરિકોને અપાશે કેસ ડોલ્સ: સરકારના આંકડા પ્રમાણે કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેવા નાગરિકોને કેસ ડોલ્સ આપવામાં આવશે. જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.

વાવાઝોડાથી કેટલું નુકસાન: બિપરજોઈ નામના વાવાઝોડાના કારણે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં નુકસાન થયું છે. જે બાબતે રાજ્ય સરકારના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે હજુ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. હાલ કચ્છ જિલ્લાને છોડીને અન્ય સાત જિલ્લાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં 37 હજાર કિલોમીટરના રોડ ડેમેજ થયા છે. જ્યારે કાચા મકાન 673 અને 66 જેટલા પાકા મકાનોને નુકસાન થયું છે. આ ઉપરાંત એક જેટી અને 34 જેટલી બોટને પણ નુકસાન થયું છે. સમગ્ર વાવાઝોડા દરમિયાન કુલ 34 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને 92 પશુઓના મૃત્યુની માહિતી પ્રાપ્ત થઈ છે

ગ્રાઉન્ડમાં સર્વે કરવાની સૂચના: રાહત કમિશ્નર આલોકકુમાર પાંડેએ સર્વે બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે હાલ પણ કચ્છ અને પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધારે હોવાના કારણે સર્વેમાં તકલીફ પડી રહી છે. પરંતુ જ્યારે હવાની સ્પીડ નોર્મલ થઈ જશે. ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે ઝડપી કરવામાં આવશે અને હાલ તમામ જિલ્લા કલેકટરોને ગ્રાઉન્ડમાં સર્વે કરવાની સૂચના પણ આપી દીધી છે એટલે કે જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે બાકીનો સર્વે પણ કરવામાં આવશે.

રી-શિફ્ટીંગ માટે પ્રક્રિયા ક્યારે શરૂ?: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગુજરાતના આઠ પ્રભાવી તે જિલ્લાઓ કે જેમાં ગીર સોમનાથ, કચ્છ, જુનાગઢ, રાજકોટ, મોરબી, દ્વારકા, રાજકોટ અને જામનગર જિલ્લામાંથી દરિયા કિનારેથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. ત્યારે હવે વાવાઝોડાનું સંકટ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા જે તે જગ્યાનો સર્વે કરીને તેમને ઘરે પરત મોકલવામાં આવશે. પરંતુ હજુ પણ એક અથવા તો બે દિવસનો સમયગાળો લાગી શકે છે.

  1. Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો
  2. Cyclone Biparjoy Landfall Updates: માછીમારો માટે સારા સમાચાર, જખૌ બંદર પર વાવાઝોડુ ટકરાયા બાદ પણ બોટને કોઈ નુકશાન નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.