ETV Bharat / state

સરહદે અડીખમ: ગુજરાત BSFએ 1 વર્ષમાં ઝડપી 79 પાકિસ્તાની બોટ

author img

By

Published : Jan 2, 2023, 7:43 PM IST

ગુજરાત BSF ડ્ર્ગ્સની ઘુસણખોરીને અટકાવવા (gujarat BSF seized drugs in 2022) સતત સક્રિય છે. ગુજરાત BSFએ વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ (BSF nabbed 22 Pakistani fishermen) કરી હતી. ભુજ વિસ્તારના ક્રીક અને હરામી નાલાના અત્યંત અસ્પષ્ટ, ભેજવાળા અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ જપ્ત (gujarat BSF seized 79 boats in bhuj) કરી હતી.

વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ
વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ

ગાંધીનગર: ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે. ત્યારે ગુજરાત BSF (gujarat BSF seized drugs in 2022) સતત સક્રિય રહીને તેને અટકાવવા પ્રયાસ કરી છે. યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે BSF સતત સરહદ પર પહેરો આપીને તેની અદભૂત કામગીરી કરી રહ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની (gujarat BSF nabbed 22 Pakistani fishermen in bhuj) ધરપકડ કરી હતી. ભુજ વિસ્તારના ક્રીક અને હરામી નાલાના અત્યંત અસ્પષ્ટ, ભેજવાળા અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ જપ્ત (gujarat BSF seized 79 boats in bhuj) કરી હતી.

વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ
વર્ષ 2022માં ગુજરાતના ભુજમાં 22 પાકિસ્તાની માછીમારોની ધરપકડ

સરહદની સુરક્ષા: ગુજરાત BSF ભૂજના સરક્રીક અને હરામી નાલા વિસ્તારમાં તેની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. BSF કે જે 7,419 કિમી ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરે છે. તેમણે માહિતી આપી હતી કે 250 કરોડની કિંમતના હેરોઈનના 50 પેકેટ અને રૂપિયા 2.49 કરોડની કિંમતના ચરસના 61 પેકેટ પણ ગુજરાતના દરિયાકાંઠા અને ખાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. રાજસ્થાનના બાડમેરથી કચ્છના રણ અને ક્રીક વિસ્તાર સુધીની 826 કિમી લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત કરવા માટે BSF ગુજરાતને પણ શ્રેય આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના 85 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 22 ભારતીયો, ચાર પાકિસ્તાનીઓ, બે બાંગ્લાદેશી, બે કેનેડિયન અને એક રોહિંગ્યાની પણ વિવિધ ગેરકાયદેસર ટ્રાન્સબોર્ડર પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

22 ભારતીયો, ચાર પાકિસ્તાનીઓ, બે બાંગ્લાદેશી, બે કેનેડિયન અને એક રોહિંગ્યાની ધરપકડ
22 ભારતીયો, ચાર પાકિસ્તાનીઓ, બે બાંગ્લાદેશી, બે કેનેડિયન અને એક રોહિંગ્યાની ધરપકડ

આ પણ વાંચો: ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

ઈવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન: તેમણે વધુમાં ઉમેર્યું હતું કે BSF ગુજરાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દિલ્હીથી કન્યાકુમારી સુધી સીમા ભવાની વુમન એમ્પાવરમેન્ટ રાઈડ અને ઓકટ્રોય (જમ્મુ) થી ભુજ સુધીની સાયકલ રેલી જેવી વિવિધ ઈવેન્ટ્સ સફળતાપૂર્વક યોજી હતી. BSF ગુજરાતે ગુજરાત સરકારના સહયોગથી 31 ઓક્ટોબર, 2022ના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી કેટલું ડ્રગ્સ ઝડપાયું? જાણો

મહિલા પ્રહરીઓ ખડે પગે: BSFએ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય દળોમાં ભરતી માટે સરહદી યુવાનોને તાલીમ પણ આપી હતી. અને આવશ્યક ચીજવસ્તુઓ અને સ્ટોર્સ પૂરા પાડ્યા હતા અને સરહદી વસ્તીના લાભ માટે મફત મેડિકલ કેમ્પ અને સરકારી યોજનાઓના જાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા. BSF ગુજરાતને તાલીમ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે BSFના 11 ફ્રન્ટીયર્સમાં સતત ત્રણ વખત વર્ષ 2021-22 માટે પ્રતિષ્ઠિત અશ્વિની ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. BSF ગુજરાતની 350થી વધુ મહિલા પ્રહરીઓ પ્રકૃતિની અનુકુળતા ન હોવા છતાં દેશની સરહદોની અસરકારક રીતે સુરક્ષા કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.