ETV Bharat / state

કલોલમાં ગેસ પાઇપ લાઈનમાં બ્લાસ્ટ, 2 ઘર જમીનદોસ્ત થયા, કલેકટર કરશે સ્થળ મુલાકાત

author img

By

Published : Dec 22, 2020, 1:28 PM IST

ગાંધીનગરના કલોલ તાલુકામાં આજે સવારે કલોલથી અંદર ગ્રાઉન્ડ પસારથતી ONGC પાઇપ લાઈનમાં બ્લસ્ટ થયો હતો. ધડાકા ભેર બ્લાસ્ટ થતા પાઇપ લાઈન ઉપર જે મકાન હતા તે પણ પત્તાંની જેમ ઢળી ગયા હતા. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ગાંધીનગર કલેક્ટર કલોલ પ્રાંત પાસેથી લેખિતમાં રિપોર્ટ માંગ્યો છે.

Gandhinagar news
Gandhinagar news

  • ગાંધીનગરના કલોલ તાલુકામાં ONGC લાઈનમાં બ્લાસ્ટ
  • બ્લાસ્ટ થતા 2 ઘર જમીન દોસ્ત થયા
  • એક વ્યક્તિનું મૃત્યુ, 2 ઘાયલ
  • ગાંધીનગર કલેકટરે કલોક એસ.ડી.એમ પાસે માંગ્યો રિપોર્ટ
    કલોલમાં ગેસ પાઇપ લાઈનમાં બ્લાસ્ટ

ગાંધીનગર : કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં આજ વહેલી સવારે ઓ.એન.જી.સી. પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અચાનક બ્લાસ્ટ થવાને કારણે લોકોમાં ગભરાહત વ્યાપી હતી સાથે દોડ ભાગ પણ થવા પામી હતી .

2 ઘર જમીનદોસ્ત થયા
2 ઘર જમીનદોસ્ત થયા
ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યૂ2 મકાનમાં બ્લાસ્ટ થતાં મકાન જમીન દોસ્ત થયા હતા. જ્યારે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો, બ્લાસ્ટ થવાને કારણે બાજુના મકાનમાં રહેતા વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા તેમજ તેમની સાથે રહેતો યુવાન મકાનના કાટમાળ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું. મકાનના કાટમાળમાં આગ લાગી હતી. જ્યારે બ્લાસ્ટ એટલો ભયકર હતો કે આસપાસના અન્ય મકાનોને પણ નાનું - મોટું નુકસાન પહોંચ્યું હતું. એકનું મોત, 2 લોકો ઘાયલબ્લાસ્ટ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી. તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ,ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હજુ કોઈ જ વિગતો બહાર પાડવામાં આવી નથી. આજુ-બાજુના મકાનોના કાચ તૂટ્યાબ્લાસ્ટની તિવ્રતાથી અન્ય મકાનોમાં કાચ તૂટ્યાં હતા. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીના અન્ય મકાનોના કાચ તૂટી ગયાં હતા. જે મકાનમાં ધડાકો થયો હતો તે તો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. તેમજ તેના કાટમાળમાં આગ પણ લાગેલી હતી.કલેકટર સ્થળ મુલાકાત કરીને ફાઇનલ રિપોર્ટ તૈયાર કરશેગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય બાબતે જણાવ્યું હતું કે કલોલમાં જે બ્લાસ્ટ થયો છે. તે બાબતે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ પોતે રિપોર્ટ તૈયાર કરશે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે જે જગ્યાએ ઉપરથી લાઈન ગેસની પસાર થતી હોય તે જગ્યા ઉપર મકાન અથવા તો રેસિડેન્સીયલ બનાવવું એ ગેરકાયદેસર છે. જ્યારે કલોલ ધારાસભ્યની પાંચ મહિના પહેલાં પણ ફરિયાદ મળી હતી ત્યારે હવે આ સમગ્ર બાબતે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.