ETV Bharat / state

Atal Bhujal Yojana 2023: ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ થશે અટલ ભૂજલ યોજના, 10 NGO ને સોંપાઈ કામગીરી

author img

By

Published : Feb 14, 2023, 7:02 AM IST

‘અટલ ભૂજલ યોજના’ કેન્દ્ર સરકાર યોજના છે જેની શરૂઆત 25 ડિસેમ્બર 2019 પીએમ મોદીએ લોન્ચ કરી હતી. આ યોજનાથી  ભૂગર્ભ જળની ઉપલબ્ધતામાં વધારો કરશે. આ યોજના પંચવર્ષીય યોજના છે, જે વર્ષ 2025 સુધી અમલી રહેશે. રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ ગુજરાતના 6 જિલ્લાઓ, 36 તાલુકાઓની 1873 ગ્રામ પંચાયત હેઠળ આવેલા 2236 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે.

Atal Bhujal Yojana Yojana
Atal Bhujal Yojana Yojana

ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ થશે અટલ ભૂજલ યોજના

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં પાણીનો ઉપયોગ પણ બમણો થશે જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આજથી સાપ્તાહિક અટલ ભુગર્ભ યોજના ઉજવણી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ યોજના અન્વયે ગુજરાતના 7 જિલ્લામાં અટલ ભૂગર્ભ યોજના શરૂ કરાય છે. હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ગુજરાતના 18000 જેટલા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અટલ ભુગર્ભ યોજના લાગુ કરવામાં આવશે.

10 NGO ને સોંપાઈ કામગીરી
10 NGO ને સોંપાઈ કામગીરી

ગુજરાતમાં 10 ને NGO સોંપાઈ કામગીરી: ગુજરાતમાં અત્યારે 6 જિલ્લાના 36 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અટલ ભુજલ પખવાડિયાની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ફક્ત 10 જેટલી જ NGO ને અટલ બિજલ યોજનાની કામગીરી સોંપવામાં આવી છે જેમાં આ NGO દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રહીશો ગ્રામ પંચાયતના સભ્યો સહિતના તમામ લોકોને પાણી કઈ રીતે બચાવવું જોઈએ અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ વરસાદી પાણીનો કઈ રીતે સંગ્રહ કરવો જોઈએ તે તમામ બાબતો સમજાવવામાં તે હોવાની ખાસ વાત ધરતી ફાઉન્ડેશનના દેવ શાહે ETV ભારત સાથે વાત કરી હતી.

7 જિલ્લામાં અટલ ભૂગર્ભ યોજના શરૂ કરાય
7 જિલ્લામાં અટલ ભૂગર્ભ યોજના શરૂ કરાય

13 થી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે ઉજવણી: રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. 13 થી 27 ફેબ્રુઆરી, 2023 દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયો હતો. બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત પીએમ મોદીએ કરી હતી.

18000 જેટલા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અટલ ભુગર્ભ યોજના લાગુ કરવામાં આવશે
18000 જેટલા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અટલ ભુગર્ભ યોજના લાગુ કરવામાં આવશે

પાણીનું થશે ચેકીંગ: કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જળ સંપત્તિના ભાગરૂપે પાણીની ગુણવત્તા પરીક્ષણ કીટ, ડિજિટલ પાણી સૂચક, અને પાણીનું ઓડિટ થાય તે માટે પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સૌએ સાથે મળીને ભૂગર્ભ જળના ઉપયોગની સાથે સાથે પાણીની બચત, વપરાશ અને ઓછા પાણીથી સિંચાઈ કેવી રીતે થઇ શકે તે માટે જળસમુદાયને ભાગીદાર બનાવવા પડશે.

આ પણ વાંચો Gujarat Cabinet: કેબિનેટ બેઠક મંગળવારે યોજાશે, પેપર લૉ બિલ, બજેટ સત્ર બાબતે થશે ચર્ચા

પર્ફોર્મન્સ આધારિત યોજના: જળસંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી. રાબડીયાએ જણાવ્યું હતું કે, અટલ ભૂજલ યોજના પેર્ફોર્મન્સ આધારિત યોજના છે. આ યોજના હેઠળ ભૂગર્ભ જળના સ્તરને ધ્યાને લઈ રાજ્યના જિલ્લાઓને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ક્રિટીકલ, સેમી ક્રિટીકલ અને ઓવર એક્સપ્લોઈટેડ. આવા જિલ્લાઓમાં જળસંચય થકી પાણી પુરવઠાની સ્થિતિ સુધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળની દરેક ગ્રામ પંચાયત પોતાના વિસ્તારની સ્થિતિને અનુરૂપ ‘વોટર સિક્યુરિટી પ્લાન’ બનાવે મહત્વનું પાસુ છે. હાલમાં રાજ્યના 6 જિલ્લાઓના 36 તાલુકાઓની 1873 ગ્રામપંચાયતોમાં આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે..

આ પણ વાંચો Habeas Corpus in Gujarat High Court : સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સગીર દીકરીઓના લગ્ન કરાવવાનું કૌભાંડ, હેબિયસની સુનાવણી

756.76 કરોડની ફાળવણી: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 756.76 કરોડની રકમ ફાળવવામાં આવી છે. ગ્રામપંચાયતો દ્વારા જળ વ્યવસ્થાપન સમિતિ બનાવામાં આવી છે. જેમાં જનસમુદાયને જોડી આ કાર્યક્રમ સફળ બને તેવો પ્રયાસો અમલમાં છે. ગુજરાતના 6 જિલ્લાઓ, 36 તાલુકાઓની 1873 ગ્રામ પંચાયત હેઠળ આવેલા 2236 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.