ETV Bharat / state

રાજકોટને મળ્યાં નવા પોલીસ કમિશનર, કોની થઇ નિમણૂક જાણો

author img

By

Published : May 24, 2022, 9:05 PM IST

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક ( Rajkot Police Commissioner)કરવામાં આવી છે. મનોજ અગ્રવાલના કરેલા તોડ કાંડ ત્રણ મહિનાથી વધુના સમયગાળાથી રાજકોટ પોલીસ કમિશનર પદ ખાલી હતું. ત્યારે આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને રાજુ ભાર્ગવને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ આપી છે.

રાજકોટના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક
રાજકોટના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક

ગાંધીનગર: રાજકોટ પોલીસ કમિશનર( Rajkot Police Commissioner)મનોજ અગ્રવાલએ કરેલા તોડ કાંડના પડઘા ગાંધીનગર પડ્યા હતા. ભાજપના જ ધારાસભ્ય ગૃહ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ તાત્કાલિક ધોરણે તપાસના અંતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલમાં નિમણૂક અપાઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી વધુના સમયગાળાથી રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner Raju Bhargava)પદ ખાલી હતું ત્યારે આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને રાજુ ભાર્ગવને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ આપી છે.

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

ટેક્નિકલ સર્વિસીઝના મહાનિર્દેશક તરીકે બજાવતા હતા ફરજ - રાજકોટના નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની વાત કરવામાં આવે તો તેઓ ગાંધીનગરની ખાલી પડેલ જગ્યા કે જે ટેકનિકલ સર્વિસિસ અને એસ.એસ.સી આર.આર.બી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમને ગૃહ વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેરાત કરીને રાજકોટ પોલીસ કમિશનર તરીકેની નિમણૂક આપવામાં આવી છે. જ્યારે હવે તેમની ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો IPS પ્રફુલ્લાકુમાર વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ એક સાથે બે તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન, ઇદ અને પરશુરામ જયંતિ પર રખાશે તકેદારી

નિર્વિવાદી અધિકારી - રાજુ ભાર્ગવનાની વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જ અનુભવી પરંતુ નીર વિવાદિત અધિકારી માના ગણવામાં આવે છે અને તેના કારણે જ તેમની રાજકોટ પોલીસ કમિશનર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એકદમ નિવિવાદિત અધિકારી છે. પરંતુ રાજકોટ શહેર પોલીસની વાત કરવામાં આવે તો અનેક વખત અનેક મોટા વિવાદોમાં શહેર પોલીસે સપડાયેલી છે ત્યારે હવે નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રાજકોટ પોલીસની છાપ સુધારશે કે નહીં તે જોવું રહ્યું ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.