ETV Bharat / state

Gandhinagar News: ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 9:56 PM IST

Updated : Oct 13, 2023, 4:27 PM IST

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023-24થી નિર્ણયોનો અમલ કરાશે.

amount of objective questions increased in board exams of class-10 and class-12 general stream
amount of objective questions increased in board exams of class-10 and class-12 general stream

પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં

ગાંધીનગર: ધોરણ-10અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધશે તેવો નિર્ણય ગુજરાત સરકાર તરફથી લેવામાં આવ્યો છે. આ સિવાય વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. આ ઉપરાંત ધો-10માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 'નેશનલ એજ્યુકેશન પોલિસી 2020' અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે.

    શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલ થનાર આ નિર્ણયો અનુસાર ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું…

    — CMO Gujarat (@CMOGuj) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

શું લેવાયા નિર્ણય?:

  1. ​ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
  2. ધો-12સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
  3. ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
  4. ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
  5. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.
  1. 108 Ambulance Launch : અત્યાધુનિક 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટ્રેકિંગ સિસ્ટમથી આરોગ્ય સુવિધા બનશે ઝડપી- ઋષિકેશ પટેલ
  2. Gujarat Cabinet Meeting : મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા-પાકિસ્તાન ક્રિકેટ મેચની સુરક્ષા મુખ્ય મુદ્દો
Last Updated : Oct 13, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.