ETV Bharat / state

માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો

author img

By

Published : Oct 19, 2021, 6:52 PM IST

માણસામાં આવતીકાલે બપોરે બહુચર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. આ મહોત્સવની તૈયારીઓ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને ધ્યાનમાં રાખી અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો હતો. અમિત શાહના પત્ની અને પુત્રવધુ ગામ લોકો સાથે માણસામાં ગરબે રમ્યા હતા.

માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો
માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો

  • આવતી કાલે બપોરે અમિત શાહ માણસા પહોંચશે
  • માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે અમિત શાહ
  • અમિત શાહનો પરિવાર ગામ લોકો સાથે ગરબે ઘૂમ્યો

ગાંધીનગર : આવતીકાલે બપોરે બહુચરમાતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. જેમાં ખાસ કરીને કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ઉપસ્થિત રહેશે. જે તેમના વતન માણસામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. મંદિરના આ મહોત્સવ નિમિત્તે તેમનો પરિવાર અગાઉથી જ તેમના વતનમાં પહોંચ્યો હતો. અમિત શાહના પત્ની સોનલબેન તેમના પુત્ર વધુ અને ગામલોકો સાથે અગાઉની તૈયારીમાં ભાગ લીધો અને ગરબે રમ્યા હતા. આ નિમિત્તે જય શાહે પણ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો
અમિત શાહના પરિવારે હાજરી આપી માણસા એ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું વતન છે. જ્યાં તેમને બહુચર માતા પર ઘણી શ્રદ્ધા છે. જેથી તેઓ દર વર્ષે માતાજીની આરતી નવરાત્રીના બીજા વર્ષે ઉતારી પૂજાવિધિ કરે છે. ત્યારે આ વખતે પણ તેમને નવરાત્રિમાં ભાગ લીધો હતો. આવતીકાલે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમિત શાહ આવશે. બહુચર માતાનું મંદિર પહેલા નાનું હતું. અત્યારે બહુચરમાતાનું મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. પરંતુ એ પહેલા માતાજીની શોભાયાત્રા રૂપે રથ નીકળ્યો હતો. જેમાં અમિત શાહના પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ શુક્રવારથી શહેરી ગ્રામ્ય વિસ્તારમાં 2,500 સેવાસેતુ કાર્યક્રમમાં 56 સેવાઓ પૂરી પડાશે

આ પણ વાંચોઃ અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.