ETV Bharat / state

Gujarat Assembly 2022 : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કહ્યું કે, અમદાવાદ અમેરિકામાં જેવું અને અમરેલી બિહાર જેવું

author img

By

Published : Mar 24, 2022, 8:42 AM IST

વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) વાહન વ્યવહાર માર્ગ, મકાન વિભાગ અને પ્રવાસન વિભાગ લઈને કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આદિવાસી પટ્ટા બાબતે (Allegations of Congress in Assembly) નિવેદન કર્યું હતું. જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એક કમિટી તૈયાર કરે છે. આદિવાસી ના 15 જિલ્લાના રોડ રસ્તાનો અભ્યાસ કરે તેની પરિસ્થિતિ કેવી છે. રોડ-રસ્તા કેવા છે. હોસ્પિટલો છે કેમ વગેરે વગેરે...

Gujarat Assembly 2022 : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કહ્યું કે, અમદાવાદ અમેરિકામાં જેવું અને અમરેલી બિહાર જેવું
Gujarat Assembly 2022 : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કહ્યું કે, અમદાવાદ અમેરિકામાં જેવું અને અમરેલી બિહાર જેવું

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) મોહનસિંહ રાઠવાએ રાજસ્થાન - મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કમિટી તૈયાર કરીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાવે ત્યારે હું છેલ્લા કેટલાક વર્ષોથી ધારાસભ્ય તરીકે ફરજ બજાવું છું. તેમ છતાં પણ આ પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યો નથી. 75 ગામની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. જ્યારે ગત વર્ષે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 50 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા પરંતુ આપ્યા ન હતા.

"75 ગામમાં બસની વ્યવસ્થા નહિ" - વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આ વર્ષે પૂર્ણેશ મોદીએ 21 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. જ્યારે બોર્ડર ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. 145 ગામમાંથી 75 ગામમાં બસની વ્યવસ્થા જ ન હોવાનું વિધાનસભાગૃહમાં આક્ષેપ (Allegations in Assembly 2022) કર્યા હતા. જ્યારે બોર્ડર જિલ્લાના 45 ગામની કેટલીક શાળાઓ એવી છે કે જેને રસ્તો ખૂબ જ ખરાબ છે. ત્યારે આ રસ્તાઓ પણ બનાવવા માટેની માંગ વિધાનસભાગૃહમાં રાઠવાએ કરી હતી.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: કોંગ્રેસનો આક્ષેપ - સરકાર માત્ર રોડ રસ્તા પર ડામર જ પાથરી રહી છે

"અમદાવાદ અમેરિકામાં જેવું અને અમરેલી બિહાર જેવું" - કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતએ (Allegations of Congress in Assembly) અમરેલી જિલ્લાના રોડ રસ્તા બાબતે વિધાનસભા ગૃહમાં જ ટિપ્પણી કરી હતી. કે મારા મત વિસ્તારમાંથી હું અમદાવાદ - ગાંધીનગર તરફ આવું તો મને એવું લાગી રહ્યું છે કે હું અમેરિકામાં છું. અને અમેરિકાના રસ્તા પર ચાલી રહ્યો છું. પરંતુ જ્યારે અમરેલીમાં જવું તો બિહાર રાજ્યના રસ્તાઓ હોય તેવું લાગી રહ્યું છે. જેથી રાજ્ય સરકાર અમરેલી જિલ્લામાં તાત્કાલિક ધોરણે રસ્તાઓ સરખા કરાવે. આ ઉપરાંત મુખ્યપ્રધાન સડક યોજનામાં રોડ વધુ પહોળા થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના સર્કિટ હાઉસ અંગે - કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયા (Congress MLA in Assembly) દાહોદ જીલ્લાનું સર્કિટ હાઉસ તૈયાર કરવા માટે ના પ્રશ્ન કર્યો હતો. રાજ્ય સરકાર દાહોદ જિલ્લાની સર્કિટ હાઉસ ક્યારે તૈયાર કરવામાં આવશે. તે બાબતે પણ વિધાનસભા ગૃહમાં માંગ કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજીમાં પૂજારીઓની સંખ્યા ઓછી છે. ત્યારે તે સંખ્યામાં પણ વધારો થાય તેવી પણ માંગ ગુજરાત વિધાનસભામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો : Koli Samaj Maha Sammelan: વિધાનસભા ચૂંટણીમાં કોળી મતદારો બગાડી શકે છે ભલભલાનો ખેલ

તમામ જવાબનો સુખદ અંત આવશે - ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીને વિપક્ષે એસ.ટી. બસ, પ્રવાસન યાત્રા, રોડ રસ્તાઓ આ બાબતે અનેક પ્રશ્નો કર્યા હતા. ત્યારે પ્રત્યુત્તર આપતા કેબિનેટ પ્રધાન મોદીએ (Debate on Road in Assembly)વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું. કે તમામ લોકોના જે પ્રશ્નો છે તે ટૂંક સમયમાં અને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવશે. જ્યારે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં ભાજપના જ ધારાસભ્યોએ રોડ રસ્તાની ફરિયાદ અને માંગણી કરી હોવાનું નિવેદન પણ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા કર્યું હતું..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.