ETV Bharat / state

કોરોનાએ કચેરીઓને લીધી બાનમાં, નર્મદા નિગમ, માર્ગ મકાન અને યુવક સેવા વિભાગમાં ત્રાટક્યો, જિલ્લામાં 30 સપડાયા

author img

By

Published : Aug 9, 2020, 3:03 AM IST

ગાંધીનગર તાલુકામાં 10 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે માણસા તાલુકામાં 6 કેસ અને કલોલમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દહેગામમાં 1 દર્દી નોંધાયો છે. બીજી તરફ શહેર વિસ્તારમાં વાઇરસે નર્મદા નિગમ, માર્ગ અને મકાન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કર્મચારીઓને સકંજામાં લીધા છે. શનિવારે પાટનગરમાં ચાર સરકારી કર્મચારી સહિત 10 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા હતાં. જ્યારે 8 દિવસ અગાઉ કોરોનાગ્રસ્ત થયેલી સેક્ટર-28ની 55 વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

કોરોનાએ કચેરીઓને લીધી બાનમાં, નર્મદા નિગમ, માર્ગ મકાન અને યુવક સેવા વિભાગમાં ત્રાટક્યો, જિલ્લામાં 30 સપડાયા
કોરોનાએ કચેરીઓને લીધી બાનમાં, નર્મદા નિગમ, માર્ગ મકાન અને યુવક સેવા વિભાગમાં ત્રાટક્યો, જિલ્લામાં 30 સપડાયા

ગાંધીનગર: સૂત્રોના જણાવ્યા મુજબ, નર્મદા નિગમમાં ડેપ્યુટી SO તરીકે ફરજ બજાવતા અને સેક્ટર-4માં રહેતા 57 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા સેક્ટર-22ના 57 વર્ષીય અધિકારી કોરોનાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાં ફરજ બજાવતા અને સેક્ટર-2 ખાતે રહેતા 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉદ્યોગ ભવનના પ્રશાસન વિભાગમાં ફરજ બજવતા અને સેક્ટર-28માં રહેતા 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. મજૂરીકામ કરતાં ગોકુલપુરાના 39 વર્ષીય પુરુષ, સેક્ટર-4ના છાપરામાં રહેતી 25 વર્ષીય મહિલા, સેક્ટર-6ના 23 વર્ષીય વિદ્યાર્થી અને સેક્ટર-24માં ઝેરોક્સની દુકાન ચલાવતા 30 વર્ષીય યુવકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ ત્રણ દર્દીમાંથી વિદ્યાર્થીને હોમ આઈસોલેશનમાં તથા અન્ય બેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સેક્ટર-27માં હેતા અને અમદાવાદની ફાર્મા કંપનીમાં ફરજ બજાવતા 29 વર્ષીય યુવકને સંક્રમણ થતાં તેને સિવિલમાં દાખલ કરાયો છે. સેક્ટર-5માં રહેતી 57 વર્ષીય મહિલાને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાઈ છે.

ગાંધીનગર તાલુકામા વાવોલમાં 45 વર્ષિય પુરૂષ, શાહપુરમાં 50 વર્ષિય પુરૂષ, અડાલજમાં 25 વર્ષિય યુવાન, કોબામાં 63 વર્ષિય મહિલા, મિલેટ્રી સ્ટેશન (આલમપુર)માં 37 વર્ષિય યુવાન, પેથાપુરમાં 29 વર્ષિય યુવાન, સરગાસણમાં 37 વર્ષિય યુવતી અને ઇસનપુર મોટામાં 57 વર્ષિય પુરૂષ તેમજ 70 વર્ષિય વૃધ્ધ સહિત 2 કેસનો સમાવેશ થાય છે.

જ્યારે માણસા તાલુકામાં 6 કેસ સામે આવ્યાં છે, જેમા આનંદપુરા વેડામાં 22 વર્ષનો યુવાન અને 26 વર્ષની યુવતી તેમજ બાબુપુરામાં 72 વર્ષના વૃધ્ધ, રિદ્રોલમાં 30 વર્ષનો યુવાન અને ભીમપુરામાં 40 વર્ષનો યુવાન દર્દીનો કેસ પોઝિટિવ નોંધાયો છે. કલોલ તાલુકાના પિયજમાં 25 વર્ષનો યુવાન, હિંમતપુરામાં 30 વર્ષનો યુવાન અને છત્રાલમાં 50 વર્ષના પુરૂષ દર્દી પોઝિટિવ નોંધાયા છે. તેમજ દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં 20 વર્ષના યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગર શહેર વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 561 થઈ છે, આજે શનિવારે વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃતકોની સંખ્યા 14 થઈ છે. જિલ્લાના 4 તાલુકામાં 1192 દર્દીનો સમાવેશ થાય છે. શનિવારે ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકા મથકો અને ગ્રામ્યવિસ્તારમાં કોરોના વાઇરસના વધુ 20 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.