ETV Bharat / state

Water Problem in Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત

author img

By

Published : Apr 19, 2022, 11:45 AM IST

દ્વારકા જિલ્લાના સલાયા બંદરના લોકો પીવાના પાણી માટે (Water Problem in Summer) વલખા મારી રહ્યા છે. સલાયામાં મહિલાઓથી માંડી નાના બાળકો દૂર દૂર પાણી મેળવવા કાળા તડકાના દોડતા નજરે ચડ્યા હતા. મળતી માહિતી મુજબ શાસકો લોકોને પાણી માટે મજુબર (Dwarka Water Problem in Summer) કરીને વેપાર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Water Problem in Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત
Water Problem in Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત

દેવભૂમિ-દ્વારકા : ઉનાળો ચાલુ થતા હજુ રાજ્યમાં ક્યાકને ક્યાક પાણીને લઈને (Water problem in Salaya) કકળાટ સાંભળવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાના સલાયા ગામ કે જે જ્યાં 40 હજાર જેટલી વસ્તી છે. તેમાં મોટા ભાગની લઘુમતી વસ્તીમાં આવેલા છે. હાલ ઉનાળો ચાલુ થઈ ગયો છે ત્યારે ઉનાળા વચ્ચે પવિત્ર રમજાન માસ પણ છે. ત્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકા તંત્ર પ્રજાને પીવાનું પાણી આપવામાં આળસ કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સલાયા બંદરના લોકો પાણી વગર તરસ્યા

આ પણ વાંચો : Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"

ભર ઉનાળે દૂર દૂર સુધી ભટકવું પડે છે - સલાયા નગરપાલિકામાં હાલ 15 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રજાને પીવાના પાણીથી લઈ ઘર વપરાશના પાણી માટે ખુબ જ હાલાકી (Water Problem in Summer) ભોગવવી પડી રહી છે. મહિલાઓને પાણી ભરવા માટે ભર ઉનાળે દૂર દૂર ભાટકવું પડે છે. દરિયાઈ વિસ્તાર એવા સલાયામાં બોર અને કૂવામાં પણ ખારું પાણી આવતું હોય છે. પ્રજાને ફકત અને ફકત નગરપાલિકા જે કરે તે મંજૂર તેવો ઘાટ સર્જાયો છે. નગરપાલિકાના અધિકારીઓ લાઈટનો પ્રોબ્લેમ છે જેથી પાણી યોગ્ય સમયે મળતું નથી તેવો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Water Problem in Summer : પાલનપુરમાં પાણીનો પોકાર શરૂ, પાણી નહીં અપાય તો હજુ ઉગ્ર આંદોલનની ચીમકી

"પાણીને લઈને તંત્રનો લોકો સાથે અન્યાય" - મળતી માહિતી મુજબ કોંગ્રેસ શાસિત નગરપાલિકા તંત્ર પ્રજાને પીવાનું પાણી 15 દિવસે આપે છે. તો બીજી તરફ પાણીના ટાંકા ભરી 600 રૂપિયા ઉઘરાવી કોરો નફો મેળવી રહી છે. ત્યારે વેરો ભરવા છતાં (Dwarka Water Problem in Summer) પણ નિયમિત રીતે પ્રજાને નળ દ્વારા પાણી નહીં આપતા. તેમજ લોકોને પાણી નહિ આપી મજબૂર કરી નગર પાલિકાના શાસકો 600 રૂપિયા ઉઘરાવી નફો કરી રહ્યા છે. પ્રજાને આપવાનું પાણી નગર પાલિકાના ટાંકામાંથી જ ભરી વેચી રહેલા નગરપાલિકા (Salaya Municipality) તંત્ર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.