ETV Bharat / state

ખંભાળિયા (દ્વારકા) બેઠક પર ઉમેદવાર જાહેર ન થતા સસ્પેન્સ યથાવત

author img

By

Published : Nov 10, 2022, 12:37 PM IST

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં ભાજપે 160 જેટલી સીટ પર પોતાના વિધાનસભાની ચૂંટણી માટે નામ જાહેર કર્યા છે. બાકીની 22 સીટ પર હજી પણ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. દ્વારકા ખંભાળિયા બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

Gujarat assembly election 2022
gujarat-assembly-election-2022-suspense-remains-as-bjp-candidate-is-not-declared-for-khambhalia-dwarka-seat

નવી દિલ્હી: ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં ભાજપે 160 જેટલી સીટ પર પોતાના ઉમેદવારોના નામ જાહેર (First list of BJP) કર્યા છે. બાકીની 22 સીટ પર હજી પણ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. ત્યારે આ સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત પર સસ્પેન્સ કેમ રાખવામાં આવ્યું છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. દ્વારકા ખંભાળિયા (Dwarka khambadiya assembly sit) બેઠક પર પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

કાકા ભત્રીજી વચ્ચે જંગ: સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખંભાળિયા બેઠક પર કોંગ્રેસ વિક્રમ માડમનું નામ જાહેર કરશે તો ભાજપ ભત્રીજી પૂનમ માડમનું નામ જાહેર કરશે. ખંભાળિયા બેઠક આમ પણ માડમ પરિવાર માટે લકી ગણાય છે કારણ કે અહીંથી વિક્રમ માડમ અને પૂનમ માડમ અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.વર્ષોથી ખંભાળિયા બેઠક પર માડમ પરિવારનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ભાજપે પણ અત્યાર સુધી ખંભાળિયા બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી જો કોંગ્રેસ અથવા ભાજપ પોતાનો ઉમેદવાર ખંભાળિયા બેઠક પર જાહેર કરે તો કંઈક નવાજૂની થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે કારણ કે વિક્રમ માડમ અને પૂનમ માડમ વચ્ચે આ બેઠક પર ચૂંટણી લડાઈ તેવી શક્યતા જોવા મળી રહી છે

ખંભાળિયા બેઠકના લેખાજોખા: ખંભાળિયા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 81મા નંબરની બેઠક છે. આ બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક જામનગર છે. આ બેઠકમાં ખંભાળિયા તાલુકા અને ભાણવડ તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક સમયે આ વિસ્તાર જામનગર જિલ્લાનો ભાગ હતો. 2013માં દેવભૂમિ દ્વારકાને અલગ જિલ્લો કરવામાં આવતા ખંભાળિયાને આ જિલ્લામાં સમાવવામાં આવ્યું હતું. 1995થી 2012 સુધી આ બેઠક પર ભાજપનો દબદબો હતો. 2014માં પુનમ માડમ સાંસદ બનતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ બેઠક ભાજપના હાથમાંથી ગઇ હતી. 2017માં પણ આ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

20 ઉમેદવારોમાં ખેલાયો હતો જંગ: 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 પુરુષ અને 1 કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 18 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. એક સમયે આ બેઠક ભાજપનો ગઢ સમાન હતી. જોકે 2017માં કોંગ્રેસના વિક્રમ માડમે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. વિક્રમ માડમનો 11046 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 79779 મત મળ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ વેસ્ટમાં કુલ 302655 મતદારો છે. જેમાંથી 154622 પુરુષ મતદારો અને 148027 મહિલા મતદારો છે. જ્યારે 6 અધર મતદાતાઓ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.