ETV Bharat / state

DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ

author img

By

Published : Mar 13, 2022, 7:32 PM IST

યાત્રાધામ દ્વારકા ખાતે (DWARKA FULDOL UTSAV 2022) આ વખતે બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થવાની હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ (DWARKA FULDOL UTSAV PREPARATION) શરુ દેવાઈ છે.

DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ
DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ

દેવભૂમિ દ્વારકા: ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા (DWARKA FULDOL UTSAV 2022) ખાતે હોળી - ફુલડોલનું અનેરું મહત્વ છે, જેના કારણે મોટી સંખ્યામા ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ સંગ ફુલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સંગ ધુળેટી રમવા દૂર દૂરથી પગપાળા આવતા હોય છે, તેથી ભક્તોને દર્શનમાં કોઈ કચાસ ના રહે તે માટે તંત્ર તેમજ મંદિરની વ્યવસ્થાપન સમિતિ દ્વારા ફુલડોલ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ (DWARKA FULDOL UTSAV PREPARATION) આદરી દેવાઈ છે.

DWARKA FULDOL UTSAV 2022: યાત્રાધામ દ્વારકા ખાતે બે વર્ષ બાદ ઉજવાશે ફુલડોલ ઉત્સવ

આ પણ વાંચો: AAP Tiranga Yatra Gujarat: ઇમાનદાર પાર્ટીનું ગુજરાતના રાજકારણમાં આગમન થઈ ચૂક્યું છે, તિરંગા યાત્રા પહેલાં બોલ્યા ગોપાલ ઇટાલિયા

દ્વારકામાં બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે

ઉલેખનીય છે કે, કોરોનાના કારણે આ વર્ષે દ્વારકામાં બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય (Fuldol festival celebrated in Dwarka) રહ્યો હોવાથી ભક્તોની ભીડ વધવાની શક્યતા છે, તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે, ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે, અલગ પાર્કિંગ જોન કરવામાં આવ્યા છે, એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુથી વન રોડ જાહેર કરાયા છે, તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાઈ તે માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નક્કી કરી દેવાય છે.

દ્વારકા પધારતા ભક્તો માટે તંત્ર એલર્ટ: બીજી તરફ દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ ધર્મશાળામાં વધુ ભાડા ના લેવાય તે પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે. મોટી સંખ્યામાં આવતા ભક્તોને જમવાનો આહાર પણ ઉતમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે, એટલું જ નહિ અહી પધારતા ભક્તોને તબીબી સારવારની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્યની ટીમ પણ તંત્ર દ્વારા અહી તેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Antiques In bhavnagar: 30 વર્ષથી એન્ટિક ચીજવસ્તુઓનું વેચાણ કરીને રોજીરોટી કમાઈ રહ્યો છે ભાવનગરનો આ મુસ્લિમ પરિવાર

ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા:આટલી મોટી ભીડમાં કોઈ અનીચ્છનીય ઘટના ના બને તે માટે વધારાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે, ત્યારે તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને તંત્ર દ્વારા 18 તારીખના ફુલડોલ ઉત્સવનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.