ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ

author img

By

Published : Apr 22, 2021, 10:23 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટાઉનહોલમાં કોરોના દર્દીઓને સારવાર મળી શકે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા કોવિડ કેસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

  • દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો
  • જામ ખંભાળિયામાં ભાજપ દ્વારા કોવિડ કેસ સેન્ટર બનાવવામાં આવ્યું
  • ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં કોરોના વધતા જતા સંક્રમણને લઈને જિલ્લા ભાજપ કોરોનાના દર્દીઓની વ્હારે આવ્યું છે. જામ ખંભાળીયા ખાતે નવનિર્મિત ટાઉનહોલમાં ભાજપ દ્વારા કોવિડ કેર સેન્ટર બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે પૂર્ણતાના આરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને લઈને ભાજપ દ્વારા દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહે તેમજ દ્વારકા જિલ્લાના લોકોને બહાર અન્ય જિલ્લાઓમાં સારવાર માટે ન જવું પડે તેથી ખાસ ટાઉનહોલમાં ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, છેલ્લા 24 કલાકમાં 13,105 કેસ, 137ના મોત

આ કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં થશે કાર્યરત

કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજનની સુવિધા પણ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ પુર્ણતાને આરે છે. જે આગામી ટુક સમયમાં જ કાર્યરત થશે અને દ્વારકા જિલ્લાના લોકોને આ કોવિડ કેર સેન્ટરનો લાભ મળશે. દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે એક મીની ટ્રક લીલા નાળિયેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોરોના દર્દીઓને આપવામાં આવશે. જેથી કોરોના દર્દીઓને સગવડ મળી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.