ETV Bharat / state

Corona Case in Khambhalia : ખંભાળીયા RTO કચેરીમાં પહોંચ્યો કોરોના

author img

By

Published : Jan 25, 2022, 8:15 AM IST

Corona Case in Khambhalia : ખંભાળીયા RTO કચેરીમાં પહોંચ્યો કોરોના
Corona Case in Khambhalia : ખંભાળીયા RTO કચેરીમાં પહોંચ્યો કોરોના

રાજ્યમાં કોરોનાના કેસોની રફતાર સતત વધતી રહી છે, ત્યારે ખંભાળીયામાં RTO કચેરી ખાતામાં કામ કરતા કર્મીઓ કોરાનાની ઝપેટમાં (Corona Case in Khambhalia) આવી ચૂક્યા છે. ખંભાળીયાની RTO કચેરીમાં ત્રણ ક્લાર્ક સહિત આઠ કર્મચારીઓ કોરોનાના પોઝિટિવ આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા : કોરોનાએ સમગ્ર વૈશ્વિકમાં કાળો તાંડવ મચાવ્યો છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસોની (Corona Cases in Gujarat) ગતિ દિનપ્રતિદિન વધતી જાય છે. એવામાં સરકારી ઓફિસમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરે પગ પેસારો કરી ચૂક્યો છે. જેમાં ખંભાળીયાની RTO કચેરીમાં પણ કોરોના (Corona Case in Khambhalia) પહોંચ્યો છે.

કોરોના ગાઈડલાઈનનું પાલન છતાં કોરોના પોઝિટિવ

ખંભાળિયાની RTO કચેરીમાં 8 કર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. RTO કચેરીમાં બે ઇન્સ્પેક્ટર, હેડ ક્લાર્ક સહિત ત્રણ ક્લાર્ક તેમજ સિક્યોરિટી ગાર્ડ સહિત કચેરીના 8 કર્મી કોરોના પોઝિટિવ (RTO Office Worker Corona Positive in Khambhalia) આવ્યા છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા છતાં એક સાથે આઠ કોરોના પોઝિટિવ કેસો સામે આવતા ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચોઃ Infant Death due to Corona in Surat : તાતીથૈયા ગામની એક વર્ષથી નાની બાળકીનું કોરોનાથી મોત

RTO કચેરીમાં મોટા ભાગની કામગીરી ઠપ્પ

કોરોના કાળ દરમિયાન સરકારી કચેરીમાં બધી જગ્યાએ સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે. તેમજ ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું આવા અનેક પ્રયોગોને અમલમાં મુકવામાં આવ્યા છે. છતાં સરકારી કચેરીમાં કોરોના ફેલાય રહ્યો છે. RTO કચેરીમાં એક સાથે આઠ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કર્મચારીમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત RTO કચેરીમાં (Khambhaliya RTO Office) મોટા ભાગની કામગીરી પણ હાલ બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 175 નવા કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.