ETV Bharat / city

Corona In Gandhinagar: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મેડિકલકર્મી કોરોના પોઝિટિવ, રસીના બંને ડોઝ લીધા હતા

author img

By

Published : Jan 24, 2022, 8:20 PM IST

Corona In Gandhinagar: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મેડિકલકર્મી કોરોના પોઝિટિવ, રસીના બંને ડોઝ લીધા હતા
Corona In Gandhinagar: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 મેડિકલકર્મી કોરોના પોઝિટિવ, રસીના બંને ડોઝ લીધા હતા

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital)માં 20 જેટલા મેડિકલકર્મીઓ કોરોના સંક્રમિત (Corona In Gandhinagar) આવ્યા છે. મેડિકલકર્મીઓએ રસીના બંને ડોઝ લીધા હતા.

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ (Corona Cases In Gandhinagar) સતત વધી રહ્યા છે. ઓમિક્રોન વાયરસ (Omicron In Gujarat)ને કારણે સંક્રમણ વધ્યું છે. રાજ્યના મેડિકલકર્મીઓ જેમણે રસી (Vaccination In Gujarat)ના બંને ડોઝ લઈ દીધા છે, તેઓ પણ કોરોનાથી સંક્રમિત રહ્યા છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital)માં 20 જેટલા મેડિકલકર્મીઓ કોરોના સંક્રમિત (Corona In Gandhinagar) થયા છે.

20 જેટલા મેડિકલકર્મીઓ કોરોના સંક્રમિત

આ પણ વાંચો: Regional Commissioner visits Patan : કોરોનાને પગલે ગાંધીનગર રિજિયોનલ કમિશનરે પાટણની મુલાકાત લીધી

ગાંધીનગર સિવિલમાં 12 દર્દીઓ દાખલ

ગઈકાલે ગાંધીનગર શહેરમાં કોરોનાના કુલ 398 કેસ આવ્યા હતા, જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં કોરોનાના 203 કેસ આવ્યા હતા. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગાધીનગરમાં સંક્રામકતા અમદાવાદ (Corona In Ahmedabad) જેટલી જ છે. ગાંધીનગર સિવિલમાં કોરોનાના 12 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 5 વેન્ટિલેટર ઉપર, 4 ઓક્સિજન સપોર્ટ ઉપર અને 3 રૂમ ટેમ્પરેચર પર છે. આ બધા જ પેશન્ટ કો-મોરબીડ છે અને 40 વર્ષથી વધુની વયના છે.

આ પણ વાંચો: Fear Of Covid19 infection : સચિવાલયમાં 50 ટકા કર્મચારીઓ કાર્યરત રાખવાની માગણી ઉઠી

ગાંધીનગર સિવિલમાં 100 ઑક્સિજન બેડ ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે, તમામ દાખલ દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે. જો કે કોઈનું મૃત્યુ થયુ નથી. કોરોનાના વધતા કેસો વચ્ચે ગાંધીનગર સિવિલમાં અત્યારે 100 ઑક્સિજન બેડ (Oxygen Beds In Gandhinagar Civil Hospital) વેન્ટિલેટર સાથે ઉપલબ્ધ છે. રાજ્યમાં કોરોનાના કેસો (Corona In Gujarat) સતત વધી રહ્યા છે ત્યારે, ઓમિક્રોનના સબ વેરિયન્ટની એન્ટ્રી પણ ગુજરાતમાં થઈ ગઈ છે. રાજ્યમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના એક સાથે 41 કેસો સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.