ETV Bharat / state

Boxer Young Player : ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો

author img

By

Published : Apr 1, 2023, 4:24 PM IST

Boxer Young Player : ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો
Boxer Young Player : ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો

ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો છે. વિદ્યાર્થીનું નેશનલ સિલેકશન તારીખ 16-12-2022 ના રોજ ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન મહેમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતુ.

ડાંગ : સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન ખેડા ખાતે અભ્યાસ કરી રહેલ ડાંગ જિલ્લાના યુવા બોક્સર ખેલાડી ધર્મેશ ગાવિત આગામી એપ્રિલ મહિનામા ઓડિશામા યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમા પસંદગી પામ્યો છે. ધર્મેશ ગાવિત ડાંગ જિલ્લાના પુર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાના કિરલી ગામના છે.

ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ધર્મેશ ગાવિત
ડાંગ જિલ્લાના કિરલી ગામનો બોક્સર યુવા ખેલાડી ધર્મેશ ગાવિત

ડાંગ જિલ્લાનુ ગૌરવ ધર્મેશ ગાવિત : ધર્મેશના પિતા દિલ્યાભાઈ ખેતી કરીને ઘર ચલાવે છે. ધર્મેશના માતા ઘરકામ કરે છે. ગરીબી અને પછાત વિસ્તારમાંથી આવેલા ધર્મેશ ભાવિ વિધાર્થીઓ માટે પ્રોત્સાહન પુરૂ પાડે છે. પ્રાથમિક અભ્યાસ નવજ્યોત સ્કૂલ સુબીર ખાતે થયો હતો. ઉચતર માધ્યમિક અભ્યાસ સાંદીપની વિદ્યા સંકુલ, સાપુતારા ખાતે થયો હતો. કોલેજ વનરાજ આર્ટસ અને કોમર્સ કોલેજ ધરમપુર ખાતે થયો હતો. ધર્મેશ ખેડા જિલ્લાના મહેમદાવાદમા આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમા બી.પી.એડનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તેમના ગુરુ એવા ડો. વનરાજ સરના માર્ગ દર્શન હેઠળ રહી તારીખ 4-4-2023 ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાનો વિધ્યાર્થી ભાગ લેશે.

આ પણ વાંચો : IPL 2023 Today Fixtures: દિલ્હીનો મુકાબલો લખનૌ સાથે થશે, જાણો કોણ છે આંકડામાં ભારે

બોક્સિંગ ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાનો વિધ્યાર્થી ભાગ લેશે : ધર્મેશ ગાવિત બી.પી.એડના અભ્યાસ સાથે સાથે યુનિવર્સીટીની રમતમા પસંદગી પામેલ આ વિદ્યાર્થીનુ નેશનલ સિલેકશન થઈ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાનો વિધ્યાર્થી ભાગ લેશે. જે ડાંગ જિલ્લામાટે ગૌરવ છે. યુનિવર્સીટીની રમતમા પસંદગી પામેલ આ વિદ્યાર્થીનુ નેશનલ સિલેકશન તારીખ 16-12-2022 ના રોજ ડિગ્રી કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન મહેમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા 46 to 48 વેઇટ કેટેગરીમા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામા આવ્યુ છે. જે બાદ હવે આગામી તારીખ 4-4-2023 ના રોજ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમા ડાંગ જિલ્લાનો વિધ્યાર્થી ભાગ લેશે. ધર્મેશ ગાવિત ખેડા જિલ્લાના મહેમદાવાદમા આવેલી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમા બી.પી.એડનો અભ્યાસ કરી રહ્યો છે. ધર્મેશની આ સિધ્ધિ બદલ કોલેજ પરીવારે તેઓને શુભકામનાઓ પાઠવી છે.
આ પણ વાંચો : GT Vs CSK IPL 2023: મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની 5 વિકેટથી ભવ્ય જીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.