ETV Bharat / state

GT Vs CSK IPL 2023: મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની 5 વિકેટથી ભવ્ય જીત

author img

By

Published : Mar 31, 2023, 6:59 PM IST

Updated : Apr 1, 2023, 12:15 AM IST

IPL 2023નો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની પ્રથમ મેચની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં 182 રન કરીને જીત મેળવી હતી. મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જીતી જતાં ગુજરાતીઓ ભારે ખુશ થઈ ગયા હતા.

IPL 2023 ની શરૂઆત
IPL 2023 ની શરૂઆત

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ઓપનિંગ સેરેમનીની શરૂઆત થઈ ચૂકી છે. સ્ટેડિયમ દર્શકોથી હાઉસફુલ જોવા મળી રહ્યું છે. IPLની આ 16મી સિઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો.

CSKના સાત વિકેટ ગુમાવીને કુલ 178 રન: 18 ઓવર પછી 155/6નો સ્કોર CSKની ઋતુરાજ ગાયકવાડ તરીકે પાંચમી વિકેટ. ઋતુરાજ 50 બોલમાં 92 રન બનાવીને આઉટ થયો હતો. 18મી ઓવરના ફુલ ટોસ અલઝારી જોસેફના પ્રથમ બોલ પર ઋતુરાજે લોગ પર શોટ રમ્યો પરંતુ ગીલે તેનો કેચ પકડ્યો. આ પછી રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ જાડેજાએ ઓવરના ચોથા બોલ પર વિજય શંકરને પણ કેચ આપી દીધો હતો. જાડેજાએ 2 બોલમાં 1 રન બનાવ્યો હતો. શિવમ દુબેએ 15 બોલમાં 11 રન બનાવ્યા હતા અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિઝ પર હાજર હતો. 20 ઓવરને અંતે ચેન્નઈ સુપર કિંગનો સ્કોર સાત વિકેટ ગુમાવીને 178 રન કર્યા હતા. અને ગુજરાત ટાઈટન્સને 179 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

દિલધડક મેચઃ ગુજરાતટાઈટન્સની 18.1 ઓવરમાં 156 રનમાં પાંચ વિકટ પડી ગઈ હતી. તે વખતે જીત કઠીન લાગતીહતી. ત્યાર પછી છેલ્લા ઓવર બાકી હતી, ત્યારે છ બોલમાં 8 રન કરવાના હતા. દિલઘડક મેચહતી. દર્શકોએ ભરબૂર મનોરંજન સાથે મેચ માણી હતી.

છેલ્લી ઓવરમાં છક્કો અને ચોક્કોઃ છેલ્લી ઓવરમાં છ બોલમાં 8 રન કર્યા હતા. પહેલા બોલમાં તેવતિયાને વાઈડ બોલ મળ્યો હતો. છબોલમાં 7 રન કરવાના હતા. તેવતિયાએ બીજા બોલમાં છક્કો માર્યો હતો. ત્રીજા બોલમાંતેવતિયાએ ચોક્કો માર્યો હતો. 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 182 રન કર્યા હતા.જેમાં 12 એકસ્ટ્રા રન હતા અને 9.4નો રન રેટ હતો.

પાંચ વિકટથી જીતઃ ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. શુભમનગિલે 36 બોલમાં 62 રન, વિજય શંકરે 21 બોલમાં 27 રન બનાવ્યા અને વૃદ્ધિમાન સાહાએ 16બોલમં 25 રન બનાવ્યા હતા. જેની મદદથી ગુજરાત ટાઈટન્સે પાંચ વિકટથી જીત મેળવી હતી.

ઋતુરાજની અડધી સદી: IPL 2023ની પ્રથમ અડધી સદી ઋતુરાજ ગાયવાડે નોંધાવી છે. તેણે 23 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

CSKને ત્રીજો ફટકો: CSKની ત્રીજી વિકેટ પડી. 8 ઓવર પછી 72/3નો સ્કોર. CSKને બેન સ્ટોક્સના રૂપમાં ત્રીજો ફટકો લાગ્યો. રાશિદ ખાને બીજી વિકેટ લીધી. સ્કોક્સે 7 બોલમાં 6 રન બનાવ્યા હતા.

CSKની બીજી વિકેટ પડી: રાશિદ ખાને ગુજરાત ટાઇટન્સને બીજી સફળતા અપાવી હતી. રાશિદની છઠ્ઠી ઓવરના 5મા બોલ પર મોઈન પોઈન્ટ પર રમવા માંગતો હતો. પરંતુ બોલ બેટ સાથે અથડાયો અને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના ગ્લોવ્સમાં ફસાઈ ગયો. મોઈને 17 બોલમાં 23 રન બનાવ્યા હતા. 6 ઓવર પછી સ્કોર 51/2 સ્કોર નોંધાયો છે.

કૉન્વે આઉટ: ગુજરાત ટાઇટન્સને પ્રથમ સફળતા ત્રીજી ઓવરના બીજા બોલ પર મોહમ્મદ શમીએ અપાવી હતી. શમીએ કૉન્વેને બોલ્ડ કર્યો હતો. કૉન્વે 6 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. 3 ઓવર પછી સ્કોર 14/1. આ સાથે IPL 2023ની પ્રથમ વિકેટ શમીના ખાતામાં ગઈ.

CSKએ બેટિંગ શરૂ કરી: ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે CSK માટે ઓપનિંગ કર્યું. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદે પ્રથમ ઓવર ફેંકી હતી. એક ઓવર પછી CSK 2/0

IPLના નિયમોમાં ફેરફાર: IPL 2023ની શરૂઆત સાથે IPLના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે કેપ્ટન ટોસ પછી તેના પ્લેઇંગ 11ની પસંદગી કરી શકશે. અગાઉ રમી રહેલા 11ને ટોસ પહેલા જાહેર કરવાની હતી. આ બદલાયેલા નિયમથી, ટીમો પ્રથમ બેટિંગ કરે છે કે બોલિંગ કરે છે તેના આધારે શ્રેષ્ઠ પ્લેઇંગ-11 પસંદ કરી શકશે. તે ટીમોને પ્રભાવિત ખેલાડીઓ માટે યોજના બનાવવામાં પણ મદદ કરશે.

ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો: ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરશે. હાર્દિક પંડ્યાએ કહ્યું, 'અમે પહેલા બોલિંગ કરીશું. અહીં રમવું હંમેશા સારું છે. નવી શરૂઆત, નવી સીઝન. ધોનીએ કહ્યું કે તેની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓ- મોઇન અલી, બેન સ્ટોક્સ, મિશેલ સેન્ટનર અને કોનવે રમી રહ્યા છે.

અરિજીત સિંહના ધુન સાથે શરૂઆત: ફેમસ સિંગલ અરિજિત સિંહે IPL 2023ની ઓપનિંગ સેરેમની શરૂ કરી હતી. અરિજિતે સૌથી પહેલા 'આયે વતન મેરે વતન' ગીત ગાયું હતું. આ પછી અરિજિતે 'અપના બના લે પિયા', 'તુઝે કિતના ચાહને લગે હમ', 'ઓમ નામ શિવાય' જેવા ઘણા ગીતો સાથે દર્શકોને ડાન્સ કરવા માટે મજબૂર કર્યા હતા.

અરિજિત સિંહે તેના તમામ સુપરહિટ ગીતો બેક ટુ બેક ગાયા: ઈલાહી મેરા જી આયે ગીત પર દર્શકોની ખુશી જોવા જેવી હતી. તે જ સમયે આ પછી અરિજિત સિંહ ખુલ્લી જીપમાં ઉભો રહ્યો અને મેદાનની આસપાસ ફરતો હતો. તેણે 'ઓ દેવા દેવા' ગીત ગાયું. દર્શકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. મંદિરા બેદી આઈપીએલ 2023નું આયોજન કરી રહી છે. તેણે સ્ટેજ પર આવીને રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયાને આગળના પર્ફોર્મન્સ માટે બોલાવ્યા.

'નાટું-નાટું' પર રશ્મિકાનું પર્ફોમન્સ: અરિજીતના ગીતો પછી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાના સ્ટેજ પર મંત્રમુગ્ધ કરવા પહોંચ્યા હતા. તમન્ના અને રશ્મિકાએ સૌથી પહેલા ફિલ્મ 'પુષ્પા'ના ગીતોથી શરૂઆત કરી હતી. સામી સામી પછી જોગીરાના ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો. આ પછી રશ્મિકાએ ઓસ્કાર વિજેતા ફિલ્મ 'નાટું-નાટું' ગીત પર મંચ પર આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો: IPL 2023: સ્ટેડિયમમાં ઉમટ્યો માનવ મહેરામણ, પોતાની ટીમને સમર્થન આપવા પહોંચ્યા ચાહકો

દર્શકો ભારે ઉત્સાહિત: સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં દર્શકો અલગ અલગ પહેરવેશ ઉપરાંત પોતાના શરીર પર પેન્ટિંગ કરીને પહોંચ્યા હતા. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની ચાહકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણ જોવા મળી રહી છે. આજની મેચમાં સ્ટેડિયમ હાઉસ ફૂલ જોવા મળી રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષ બાદ આજ ક્રિકેટની પીચ પર રમવા ઉતરશે. જેને જોવા માટે પણ દર્શકો ભારે ઉત્સાહિત છે.

Last Updated :Apr 1, 2023, 12:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.