ETV Bharat / state

Unseasonal Rainfall: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચ દિવસ માવઠએ બોલાવી રમઝટ

author img

By

Published : May 5, 2023, 11:46 AM IST

Updated : May 5, 2023, 4:18 PM IST

ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી માવઠાએ રમઝટ બોલાવતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદને કારણે તાપમાન નીચું ઊતરી ગયું છે. વાતાવરણ તો માણવાલાયક બન્યું છે. પણ જગતના તાત માથે માઠી બેઠી હોય એવા હાલ જોવા મળ્યા છે. સાપુતારામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તા પણ જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.

EtvUnseasonal Rainfall: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી માવઠું Bharat
Unseasonal Rainfall: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી માવઠુંEtv Bharat

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી માવઠું

ડાંગઃ વરસાદના તો વધામણા કરવા ગમે પરંતુ આ કમોસમી વરસાદને તો લોકો જવા માટે કહી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં કમોસમી માવઠાની સાથે વાવાઝોડુ ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થઈ ઈકો ગાડી પર પડતા જંગી નુકસાન થવા પામ્યું હતું. વરસાદ હવે ધીમે ધીમે વિલન બની રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત પંથકમાં સતત વરસી રહેલા વરસાદને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પાંચ દિવસથી હવામાન વિભાગની આગાહી લઈને વાતાવરણમાં પલટો રહેતા સમગ્ર પંથક નું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું. ડાંગ જિલ્લાના ગામડાઓમાં ચાલુ વર્ષે ઉનાળા જેવી ઋતુ નો આભાસ થતો નથી.

ખેડૂતો નિરાશ: ડાંગ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં પણ સતત ઋતુચક્રના મૌસમે મિજાજ બગાડતા ડાંગી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હાલની સિઝનમાં કમોસમી માવઠા ના પગલે ડાંગી ખેડૂતોનું શાકભાજી, કઠોળ સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થતા આર્થિક ખોટ ખાવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લામાં ગુરૂવારે વહીવટી મથક આહવા,બોરખલ, ગલકુંડ,શામગહાન, સાકરપાતળ,વઘઇ,સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકમાં કમોસમી માવઠાએ રીતસર રમઝટ બોલાવતા સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. રસ્તા પર પાણી ફરી વળવાના સાથે વાતાવરણ ઠંડુગાર બની જતા ચોમાસુ સક્રિય થયું હોય એવો માહોલ હતો. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત પાંચમા દિવસે પડેલા કમોસમી વરસાદના પગલે ધરા ભીની થઇ હતી. માટીની સોડમ સાથે મહેકી ઉઠી હતી. પણ આ માટી માંથી કંઈ પાક ન મળતા ખેડૂતો નિરાશ થયા છે.

ઉનાળાનો અહેસાસ નહીવતઃ ગિરિમથક સાપુતારા ખાતે પણ કમોસમી વરસાદી માહોલ દસ્તક દેતા જોવાલાયક સ્થળો નું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ઉનાળા વેકેશન નો માહોલ ચાલી રહ્યો હોય જેમાં વરસાદી માહોલ ના પગલે જોવાલાયક સ્થળો ખાતે શીત લહેર વ્યાપી જતા ફરવા આવેલ પ્રવાસીઓમાં મોજ પડી ગઈ હતી. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો

  1. Unseasonal rain in Dang : ડાંગમાં આહવા સહિત ત્રણેય તાલુકામાં ધોધમાર વરસાદ
  2. Dang Rainfall: ચૈત્ર મહિનામાં ચોતરફ પાણી પાણી, આઘાતની જેમ પડ્યો અણધાર્યો મેઘો
  3. Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ

વાવાઝોડાનો કહેરે: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે મીની વાવાઝોડું ફૂંકાતા વઘઇ આશા નગરમાં રહેતા દેવનારાયણ ડેરીના માલિક કેશરબેન નિર્ભય શંકર પ્રજાપતિની પાર્કિંગ કરેલ ઈકો ગાડી પર તોતિંગ લીમડાનું ઝાડ ધરાશાયી થઈ ને પડતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. વઘઇમાં વ્યાપારીનાં ઈકો ગાડી પર વૃક્ષ ધરાશાયી થઈ પડતા ગાડીને જંગી નુકસાન થયું હતું. આ બનાવ સંદર્ભે વઘઇ ગ્રામ પંચાયતના ટી.સી.એમ દ્વારા સર્વે કરી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .જ્યારે વઘઇ તાલુકાનાં પાંઢરમાળ ગામે વાવાઝોડાનાં કહેરે અમુક ઘરોના પતરા ઉડાવી દઈ જોકે, સમગ્ર પંથકમાં ભારે પવનને કારણે પતરા ઉડી જવાની ઘટનાઓ બની હતી.

Last Updated :May 5, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.