ETV Bharat / state

ડાંગના આહવા અને માલેગામમાં કોરોનાના 4 કેસ આવતા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Dec 9, 2020, 11:10 AM IST

કોરોનાના કારણે ડાંગ જિલ્લાના આહવા તથા માલેગામ ખાતે કન્ટેઇનમેંન્ટ ઝોન, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તથા બફર ઝોન નિયત કરવામાં આવ્યા છે. જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. ડામોરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. આહવા અને માલેગામમાં કોરોના પોઝિટિવના નવા 4 કેસ આવતા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામાનો અમલ 8 ડિસેમ્બરથી શરૂ થઈને 14 દિવસ સુધી થશે.

ડાંગના આહવા અને માલેગામમાં કોરોનાના 4 કેસ આવતા ત્રણ ઝોન બનાવાયા
ડાંગના આહવા અને માલેગામમાં કોરોનાના 4 કેસ આવતા ત્રણ ઝોન બનાવાયા

  • ડાંગમાં કોરોનાના નવા 4 કેસ આવતા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
  • જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું
  • આહવા અને માલેગામમાં કોરોના પોઝિટિવના આવ્યા હતા નવા ચાર કેસ


ડાંગઃ ડાંગમાં 8 ડિસેમ્બર થી 14 દિવસ સુધી જાહેનામાંનો અમલ થશે. ડાંગના આહવા અને માલેગામ ખાતે કન્ટેઈનમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તથા બફર ઝોન વિસ્તારમા લૉકડાઉન અને અનલૉક-6ની માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના આહવા તથા માલેગામ ખાતે કુલ 4 જેટલા કોવિડ-19 કેસ સામે આવ્યા છે, જેને લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોરે એક જાહેરનામુ બહાર પાડી વિવિધ પ્રતિબંધ લગાવી દીધા છે.

ડાંગ જિલ્લામાં માઈક્રો કન્ટેઇનમેંન્ટ ઝોન વિસ્તાર

  • આહવા રાની ફળિયા ખાતે ઉત્તરમા લેતન શિલ્પીના ઘર સુધીના વિસ્તાર, દક્ષિણમાં ડામર રોડ સુધીનો વિસ્તાર, પૂર્વમા સંદીપભાઈ વાડુના ઘર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા બિર્પાલ થાપાના ઘર સુધીનો વિસ્તાર
  • માલેગામના ઉત્તરમા સંતોકબેન ધોળકિયા સ્કુલ સુધીનો વિસ્તાર, દક્ષિણમાં મેદાન સુધીનો વિસ્તાર, પૂર્વમા જંગલ સુધીનો વિસ્તાર અને પશ્ચિમમાં ડામર રોડ સુધીના વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.

ડાંગ જિલ્લામાં બફર ઝોન વિસ્તાર

  • રાણી ફળિયું-આહવા ખાતે ઉત્તરમા રાજેશ સુરેશભાઈ ભોયેના ઘર સુધીનો વિસ્તાર, દક્ષિણમાં જયરામ ટેલરના ઘર સુધીનો વિસ્તાર, પૂર્વમા સુરેશભાઈ શૂળેના ઘર સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા જિગ્નેશભાઈ મહાકાળના ઘર સુધીનો વિસ્તાર
  • માલેગામ ખાતે ઉત્તરમા મેદાન સુધીનો વિસ્તાર, દક્ષિણમા મેદાન સુધીનો વિસ્તાર, પૂર્વમા જંગલ સુધીનો વિસ્તાર, અને પશ્ચિમમા ડામર રોડ સુધીનો વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર કરાયો છે.

માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અને બફર ઝોન વિસ્તારના આ હશે નિયમો

  • માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે.
  • બફર ઝોન વિસ્તારમા આવશ્યક સેવાઓના પૂરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખૂલ્લો રાખવાનો રહેશે.
  • આ વિસ્તારમા આરોગ્ય વિભાગે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલિંગની કાર્યવાહી કરવાની રહેશે.
  • આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહીં તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઈ શકશે નહીં.
  • કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં આવશ્યક સેવાઓ ફક્ત સવારે 7થી 19 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

સરકારી, અર્ધ સરકારી એજન્સી, દવાખાનાના સ્ટાફ સહિતને આ ઝોનમાં ફરવાની પરવાનગી

આ હુકમ સરકારી ફરજ, કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જાહેર સેવક કે, જેઓ કાયદેસરની ફરજ પર હોય, તેઓને ભારત સરકાર અને ગુજરાત સરકારના વખતોવખતના હુકમો અનુસાર, આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા હોય તેવી વ્યક્તિઓ સહિત સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં. જોકે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-51થી 60 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-18 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ડાંગ જિલ્લામા ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ ને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-51થી 60 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામા આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.