ETV Bharat / state

Khel Mahakumbh 2022 : રાજ્યકક્ષા સ્પર્ધામાં ખેલજગતના રમતવીરોએ ડાંગ જિલ્લાનું કર્યું માથું ઉચું

author img

By

Published : Jun 4, 2022, 3:28 PM IST

ડાંગ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh 2022) ખૂબ સારું પ્રદર્શન સામે આવી રહ્યું છે. જેમાં ડાંગ જિલ્લાની ટીમોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવી જિલ્લાનું (Dang Khel Mahakumbh) નામ રોશન કર્યું છે. કઈ રમત કેટલા ખેલાડીને મળ્યા મેડલ જૂઓ...

Khel Mahakumbh 2022 : રાજ્યકક્ષા સ્પર્ધામાં ખેલજગતના રમતવીરોએ ડાંગ જિલ્લાનું કર્યું માથું ઉચું
Khel Mahakumbh 2022 : રાજ્યકક્ષા સ્પર્ધામાં ખેલજગતના રમતવીરોએ ડાંગ જિલ્લાનું કર્યું માથું ઉચું

ડાંગ : ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાના રમતવીરો ખૂબ સારું પ્રદર્શન કરી (Dang Kho Kho Team) પ્રશંસા મેળવી છે. તાજેતરમાં આયોજીત થયેલા રાજ્યકક્ષાની ખેલ મહાકુંભની ડાંગ જિલ્લાની ત્રણ શાળાઓનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. પૃષ્ઠ દેખાવ કરીને આ રમતવીરોએ ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. બિલ્યાઆંબા, ગોંડલવિહીર અને જમણવિહિર પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અનુક્રમે અંડર-14, અંડર-17, અંડર-14 જેઓએ ગોલ્ડ અને સિલ્વર મેળવ્યું મેળવ્યા છે.

ખેલજગતના રમતવીરોએ ડાંગ જિલ્લાનું કર્યું માથું ઉચું
ખેલજગતના રમતવીરોએ ડાંગ જિલ્લાનું કર્યું માથું ઉચું

રમતવિરોનું પ્રદર્શન - રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાના રમતવીરો પ્રદર્શન ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ડાંગ જિલ્લાના નામ રોશન કર્યું. ડાંગની ટીમમાં સરકારી માધ્યમિક શાળા અંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગાડવીના ચાર ખેલાડીઓ પસંદગી કરવામાં આવી હતી. આ ટીમ ફાઇનલમાં સુરત ગ્રામ્યની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બિલ્યાઆંબા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના બાળકોએ અમરેલી ખાતે યોજાયેલી ખો-ખો( (Medals in Game Kho Kho) ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમે ગોલ્ડ મેળવ્યો હતો.

આ પણ વાંચો : Khel Mahakumbh 2022: ગુજરાતના ખેલાડીઓ રમતગમતમાં ખુબ આગળ વધ્યા

કેટલા ખેલાડીઓની પસંદગી - ડાંગ જિલ્લાની ટીમમાં સરકારી માધ્યમિક (Khel Mahakumbh 2022) શાળા બિલ્યાઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગાઢવીના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમ ફાઇનલમાં સુરત ગ્રામ્યની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમ પ્રાથમિક શાળા ગાઢવીના 5 ખેલાડી, બિલ્યાઆંબા પ્રાથમિક શાળાના 4 ખેલાડી અને જામણવિહિર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Khel Mahakumbh 2022: ખેલ મહાકુંભથી સારૂ સ્ટેજ મળશે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરશે

રાજ્યકક્ષાની કેટલી ટીમ - સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ક્ષેત્ર અનુસાર વિજેતા થયેલી બે ટીમો સહિત કુલ 8 ટીમોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમત ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. રસિક પટેલ, વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. બિલ્યાઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકો અંડર-17 માં રમત માટે જે રમત ગમતનું સંકુલ લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી. તેમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીઓની ટીમ ફાઇનલ મેચમાં વિજય મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

બાળકોને સિદ્ધિ બદલ પ્રોત્સાહિત - આ ટીમોએ જિલ્લાને ગોલ્ડ અને (Kho Kho Team Khel Mahakumbh) સિલ્વર મેડલ અપાવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જયારે પ્રાથમિક શાળાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીત્યા છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.સી. ભુસારા તથા નાયબ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીલમબેન તથા રમતગમતના અધિકારીએ બાળકોની આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.