ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

author img

By

Published : Aug 31, 2019, 4:34 AM IST

ડાંગઃ જિલ્લામાં આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાનાર પોષણ અભિયાન અંગેની બેઠક એન. કે. ડામોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

પોષણ માસ અભિયાન અંતર્ગત બેઠક

પોષણક્ષમ યોજના અંતર્ગત એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ ડેમોસ્ટ્રેશન, પૌષ્ટિક આહાર જેવા કાર્યક્રમો લોકભાગીદારી દ્વારા કાર્યક્રમો યોજી પોષણક્ષમ કાર્યક્રમ સફળ બનાવવા તમામ વિભાગના અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ સૂચન કર્યું હતું.

માસ પોષણ અભિયાન ઉજવણી અંગે આઈ. સી. ડી. એસ. પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે, આગામી તા. 04/09/2019 થી તા. 30/09/2019 દરમિયાન પોષણ અભિયાન અંગે વિવિધ વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાશે. જેમ કે પોષણ સેમીનાર, કિચન ગાર્ડન, પોષણ રેલી, આરોગ્ય તપાસ, હાટ બજાર, કિશોરી જાગૃતિ, સ્વચ્છતા દિવસ, રસીકરણ, સાયકલ રેલી, પોષણ વર્કશોપ યોજાશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ટી. કે. ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે. ડી. પટેલ, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિત તમામ સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ડાંગ જિલ્લામાં આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાનાર પોષણ અભિયાન અંગેની બેઠક ડાંગ સમાહર્તા શ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.Body:જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે પોષણક્ષમ યોજના અંતર્ગત એનીમિયા,ઝાડા નિયંત્રણ,હેન્ડ વોશ ડેમોસ્ટ્રેશન,પૌષ્ટિક આહાર જેવા કાર્યક્રમો લોકભાગીદારી દ્વારા કાર્યક્રમો યોજી પોષણક્ષમ કાર્યક્રમ સફળ બનાવવા તમામ વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું.
માસ પોષણ અભિયાન ઉજવણી અંગે આઈ.સી.ડી.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ભાવનાબેન ગેડિયા એ જણાવ્યું હતું કે આગામી તા.૦૪/૦૯/૨૦૧૯ થી તા.૩૦/૦૯/૨૦૧૯ દરમિયાન પોષણ અભિયાન અંગે વિવિધ વિભાગો દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાશે. જેમ કે પોષણ સેમીનાર,કિચન ગાર્ડન,પોષણ રેલી,આરોગ્ય તપાસ,હાટ બજાર,કિશોરી જાગૃતિ,સ્વચ્છતા દિવસ,રસીકરણ,સાયકલ રેલી,પોષણ વર્કશોપ યોજાશે.Conclusion:આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલ,પ્રાંત અધિકારી શ્રી કાજલ ગામીત સહિત તમામ સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.