ETV Bharat / state

સાપુતારા બોર્ડર પર RT-PCR રિપોર્ટ હશે તો જ વાહનચાલકોને પ્રવેશ અપાશે

author img

By

Published : Apr 19, 2021, 11:28 AM IST

ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સાપુતારા ચેકપોસ્ટ ઉપર માલવાહક વાહનચાલકોના RT-PCR ટેસ્ટ સોમવારથી ફરજિયાત કરવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ ઉપર ટેસ્ટની વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકોની લાંબી કતાર લાગી હતી, જેને લઈ તંત્ર દ્વારા એન્ટિજન રિપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાપુતારા બોર્ડર પર RT-PCR રિપોર્ટ હશે તો જ વાહનચાલકોને પ્રવેશ અપાશે
સાપુતારા બોર્ડર પર RT-PCR રિપોર્ટ હશે તો જ વાહનચાલકોને પ્રવેશ અપાશે

  • બોર્ડર પર વાહનચાલકોની લાંબી લાઈન લાગી
  • વહિવટી તંત્રએ એન્ટિજન રિપોર્ટની વ્યવસ્થા કરી
  • બોર્ડર પર મેડિકલ ટીમ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ડાંગઃ જિલ્લામાં કોરોનાનો કહેર વધતા સાપુતારા બોર્ડર પર RT-PCR ટેસ્ટ હોય તેવા વાહનચાલકોને જ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે ડેપ્યુટી તેમજ LCB પોલીસના કાફલાને સાપુતારા ચેકપોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યો છે. આ અગે પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લાના ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવનારા વાહનચાલકોનો ફરજિયાત RT-PCR રિપોર્ટ ચેક કરતા ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી. સાપુતારા ચેકપોસ્ટ ઉપર સોમવારે સવારથી નવા નિયમને લઈને ફ્રૂટ અને શાકભાજી લઈને આવતા ટ્રકચાલકો અટવાયા હતા. આ પહેલાં ફક્ત પ્રવાસીઓ પાસેથી જ RT-PCR ટેસ્ટ ચેક કરવામાં આવતો હતો, પરંતુ સોમવારથી નવા નિયમો લાગુ થતાં માલવાહક વાહનચાલકો પાસેથી પણ ટેસ્ટ ચેક કરવામાં આવ્યો હતો.

વહિવટી તંત્રએ એન્ટિજન રિપોર્ટની વ્યવસ્થા કરી
વહિવટી તંત્રએ એન્ટિજન રિપોર્ટની વ્યવસ્થા કરી

આ પણ વાંચોઃ કુંભના મેળામાં ગયેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને પરત આવતા RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

બોર્ડર ઉપર એન્ટિજન ટેસ્ટ કરતાં વહાન ચાલકો પરેશાન

સાપુતારા ચેકપોસ્ટ ઉપર સોમવારથી વાહનચાલકોના એન્ટિજન રિપોર્ટ ટેસ્ટ કરતા તેઓમાં પરેશાની જોવા મળી હતી. કર્ણાટકથી લીંબુનો જથો અમદાવાદ લઈ જનાર ટ્રક ચાલક વસીમે જણાવ્યું હતું કે, એન્ટિજન રિપોર્ટ ટેસ્ટ કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે, જેના કારણે તેઓની માલ ડિલિવરી સમય ઉપર ન પહોંચે તો તેઓને મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમડી પડ્યા


તંત્ર દ્વારા સાપુતારા ચેકપોસ્ટ ઉપર એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરાઈ

સાપુતારા બોર્ડર ઉપર વાહનચાલકોની લાંબી લાઈન લાગતા વહિવટી તંત્રએ એન્ટિજન રિપોર્ટની વ્યવસ્થા ઊભી કરી હતી. સાપુતારા PHCના આરોગ્યકર્મીઓ દ્વારા મહારાષ્ટ્રથી આવનારા વાહનચાલકોનો એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે 20 મિનિટમાં રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેની તરત જાણ થયાં બાદ જ વાહનચાલકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સાપુતારા ચેકપોસ્ટ ઉપર પોલીસની ટીમ તહેનાત

સાપુતારા બોર્ડર ઉપર મેડિકલ ટીમની સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ડેપ્યુટી તેમજ LCB પોલીસનો કાફલો સાપુતારા ચેકપોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યો હતો. અહીં, પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવનારા દરેક લોકોનો ટેસ્ટ કર્યા બાદ જ જવા દેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.