ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયાઃ સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલ ડાંગ જિલ્લો, ચોમાસામાં આહ્લાદક વાતાવરણ

author img

By

Published : Mar 11, 2020, 11:52 AM IST

Updated : Mar 11, 2020, 12:14 PM IST

ગુજરાત રાજ્યના દનડકારણ પ્રદેશ ડાંગમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસે છે. જેનાં લીધે નદીઓનાં વહેણ તેજ બનતાં ઊંચાઈથી પડતાં ધોધનો નજારો અદભૂત અને આકર્ષિત કરનાર હોય છે. ડાંગનાં અંબિકા નદીનો ગીરા ધોધ અને સિંગાણા ગામ નજીકનો ગિરમાળ ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ ધોધ જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

dang
dang

આહવાઃ ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો જે સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલ છે. આ જિલ્લામાં ઘનઘોર જંગલ, પહાડો અને નદીઓ આવેલા છે. કુદરતી સંપદાઓથી ભરપૂર એવાં ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસામાંની ૠતુ દરમિયાન નદીઓનાં ધોધ, જ્યારે પહાડોમાં પથરાયેલ લીલોતરી આકર્ષિત કરે છે. ચોમાસામાં અહીં સૌથી વધારે વરસાદ વરસે છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂર જોવા મળે છે. પહાડોની ફરતે ચાર નદીઓ આવેલ છે. અંબિકા, પૂર્ણાં, ખાપરી અને ગીરા નદી ધોધમાર વરસાદ વચ્ચે પહાડોમાંથી વહેતાં પાણીનો નજારો અદભૂત હોય છે.

ચોમાસા દરમિયાન આ જિલ્લામાં ઠેરઠેર નાનાં નાનાં જળધોધ વહેતાં જોવા મળે છે. જ્યારે અંબિકા નદી પર આવેલા વિશાળકાય ગીરા ધોધ જે ગુજરાતની ઓળખ બની ગયો છે. આ ધોધને નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગના પ્રવેશ દ્વાર વઘઇથી આશરે 4 કિ.મીના અંતરે આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આ ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ ધોધનું રોદ્ર સ્વરૂપના દર્શન થાય છે.

ડાંગ જિલ્લામાં જોવા મળ્યું આહ્લાદક વાતાવરણ સર્જાયું

લગભગ 25 મીટર ઊંચાઈ અને 300 મીટરની પહોંળાઇ પર આવેલ ગીરા ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઈને જાણે કે ગર્ભિત અવાજ કરતું હોય તેવો ભાસ થાય છે. અંબિકા નદી સાપુતારાથી નીકળીને બીલીમોરા પાસેનાં અરબી સમુદ્રને મળે છે. ચોમાસાની ૠતુના ચાર મહિના દરમિયાન આ ધોધ સતત ચાલું હોય છે. જેમ-જેમ પાણી ઓછું થતું જાય છે, તેમ આ ધોધ બે ભાગમાં વહેંચાઈ જાય છે.

વઘઇ નજીકનાં ગીરા ધોધ ઉપરાંત સિંગાણાં ગામ નજીકના ગિરમાળ ગામે ગીરા નદી પર ગિરમાળ ધોધ છે, જેની ઊંચાઈ અંદાજે 30 મીટરની છે. ડાંગના આ ધોધનાં પાણીમાં જવાની મનાઈ ફરવામાં આવી છે કારણ કે, પાણીનો વધુ પ્રવાહ માણસને પાણીમાં ખેંચી શકે છે. આ ધોધ નજીક આવેલા ખડકો પરથી ધોધની અદભૂત ફોટોગ્રાફી વ્યૂ મળે છે.

ડાંગએ પહાડી વિસ્તાર હોવાથી ચોમાસામાં ઠેરઠેર રસ્તાઓ પર નાના ધોધ સક્રિય થાય છે. જે પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. આ ધોધનાં પાણીમાં ભીંજાવાની મઝા લઇ શકાય છે. સાપુતારા પ્રવાસીઓ માટે ડાંગ આ ધોધ ચાર ચાંદ લગાવે છે. આ ધોધના કારણે જ સાપુતારામાં પ્રવાસીઓ આવતાં હોય છે.

Last Updated :Mar 11, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.