ETV Bharat / state

ડાંગ પોલીસે ફિલ્મી ઢબે 4 બુટલેગરોની બનાવટી દારુ સાથે ધરપકડ કરી

author img

By

Published : Jun 5, 2021, 7:12 AM IST

ડાંગ જિલ્લાની LCB પોલીસની ટીમે વઘઇ તાલુકાનાં કલમખેત ઘોડા વિસ્તાર નજીકથી  કુલ 1.86 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મહિન્દ્રા XUV સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

yy
ડાંગ પોલીસે ફિલ્મી ઢબે 4 બુટલેગરોની બનાવટી દારુ સાથે ધરપકડ કરી

  • ડાંગ પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન કામગીરી
  • ડાંગ પોલસને બાતમીનાં આધારે 4 બુટલેગરોની ધરપકડ કરી
  • કુલ 1.86 લાખનો બનાવટી દારૂ ઝડપી પાડ્યો

ડાંગ : રાજ્યમાં અને જિલ્લામાં દારૂને ગેરકાનૂની ધંધો રોકવા માટે ડાંગ LCBએ વધઈ તાલુકા નજીક પેટ્રોલિંગ કર્યું હતુ તે દરમિયાન 1.86 લાખનો બનાવટી દારૂ કબ્જે કરી 4 બુટલેગરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમીના આધારે કાર્યવાહી કરી

પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી મહિન્દ્રા XUV ગાડી ચનખલથી મહાલ રોડ તરફ જાય છે.જે બાતમીનાં આધારે ડાંગ જિલ્લા LCB પોલીસની ટીમે સતર્કતા રાખી વોચ ગોઠવી હતી.તેવામાં ડાંગ LCB પોલીસની ટીમને જાણવા મળ્યુ હતુ કે બરડીપાડા નાકુ બંધ હોવાથી આ મહિન્દ્રા XUV ગાડી.ન. જી.જે.23.સી.સી.2222 પરત ફરી ભુજાડથી ભેંસકાતરી તરફ જઈ રહી છે.જેથી પોલીસની ટીમે ભુજાડ નજીક માર્ગ બ્લોક થાય તે રીતનાં પોતાના ખાનગી વાહનો ઉભા રાખી હતી.

ભાગી જવાનો પ્રયાસ

પોલીસોને જોઈને મહિન્દ્રા XUV ગાડી.ન.જી.જે.23.સી.સી.2222 નો ચાલક તથા અન્ય બે ઈસમો ગાડીમાંથી ઉતરી જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા અને આ મહિન્દ્રા ગાડીની પાછળ આવી રહેલી અન્ય મહિન્દ્રા XUV ગાડી.ન.જી.જે.05.જે.ઈ.4742નાં ચાલકે ડાબી સાઈટમાં ઉભેલી LCB ની જીપ.ન.જી.જે.18.જી.બી.0524ને આગળનાં ભાગે ટક્કર મારી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો : બોરીયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 18.81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

ફિલ્મી ઢબે બુયલેગરોને ઝડપી પાડ્યા

ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી મહિન્દ્રા XUV.ન.જી.જે.05.જે.ઈ.4742ને ઝડપી પાડી તેની અંદર તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ.નંગ 422 જેની કુલ કિંમત 1,86,250 તથા મોબાઈલની કુલ કિંમત 44,000 તેમજ બે મહિન્દ્રા XUV ગાડીની અંદાજીત 17,00000 મળી કુલ 19,30,520 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

4 બુટલેગરોની ધરપકડ 1 વોન્ટેડ જાહેર

આ બુટલેગરો સાથેનાં નાસી છુટેલો ભાગીદારોમાં કિરણભાઈ બાબુભાઈ પટેલ ઉર્ફ કિરણ છનિયો તથા સફેદ કલરની ફોર્ચુનર ગાડી.ન.જી.જે.01.કે.ડબ્લ્યુ.8083નાં ચાલક તથા અન્ય નામ ઠામ ખબર નથી તેવા એક ઈસમને વોન્ટેડ જાહેર કરી એલ.સી.બી પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બાલાસિનોર પોલીસ દ્વારા 17 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.