ETV Bharat / state

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં રાષ્ટ્રીય વેબિનાર યોજાયો

author img

By

Published : Feb 9, 2021, 5:23 PM IST

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર “Voices of the Oppressed” વિષય હેઠળ રાષ્ટ્રીય વેબિનાર પર યોજાયો હતો.

અંગ્રેજી વિભાગનો વેબીનાર યોજવામાં આવ્યો
અંગ્રેજી વિભાગનો વેબીનાર યોજવામાં આવ્યો

  • આહવા કોલેજમાં સૌપ્રથમવાર ઓનલાઈન વેબીનાર યોજાયો
  • અંગ્રેજી વિભાગનો વેબીનાર યોજવામાં આવ્યો
  • 25 રિસર્ચ સ્કોલરે પેપર રજૂ કર્યાં

ડાંગ : આહવામાં આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં “Voices of the Oppressed” વિષય પર રાષ્ટ્રીય વેબિનાર યોજાયો હતો. જેમાં રિસોર્સ વ્યક્તિ તરીકે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સીટીનાં ડીન ડૉ. અતન ભટ્ટાચાર્ય, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસેર ડૉ. મહેશ કે. ડે. અને મહારાષ્ટ્ર રાજ્યના ડૉ. બાબા સાહેબ આંબેડકર મરાઠવાડ યુનિવર્સિટીનાં પ્રો. ડૉ. કાશીનાથ રણવીર પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

કોલેજમાં સૌપ્રથમવાર ઓનલાઈન વેબીનાર યોજાયો

સમગ્ર ભારતમાં 25 જેટલા રિસર્ચ સ્કોલરે પેપર રજુ કરી વાંચન કર્યું હતું. પેપર રજુ કરનારા ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી રાજ્યોથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. આ વેબીનાર અંગ્રેજી વિભાગે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોલેજ ઈતિહાસમાં પ્રથમવાર કરવામાં કર્યો હતો.

કોલેજના અંગ્રેજી વિભાગે કાર્યક્રમનું સંચાલન કર્યુ

કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના પ્રો. એસ. જી. બાગુલે કર્યું હતું. તેમજ કોલેજનાં આચાર્ય ડૉ. યુ. કે.ગાંગુર્ડેએ મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું, ડૉ. એસ. એમ. મસ્કેએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો, જ્યારે પ્રો.આશિષ કે. ગામીતે કાર્યક્રમના અંતે આભાર વિધી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.