ETV Bharat / state

Dang Forest Department : લાકડા કાપવાના આરોપમાં આદિવાસીને કપડાં કાઢીને વન કર્મીએ માર્યો

author img

By

Published : Apr 19, 2023, 4:53 PM IST

ડાંગ ગલકુંડ રેન્જના વન વિભાગના કર્મચારીએ આદિવાસીને કપડાં કાઢીને માર માર્યો છે. લાકડા કાપવાના આરોપમાં વન કર્મીએ ઢોર માર મારતા આદીવાસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ

Dang Forest Department : લાકડા કાપવાના આરોપમાં આદિવાસીને કપડાં કાઢીને વન કર્મીએ માર્યો
Dang Forest Department : લાકડા કાપવાના આરોપમાં આદિવાસીને કપડાં કાઢીને વન કર્મીએ માર્યો

ડાંગ ગલકુંડ રેન્જના વન વિભાગના કર્મચારીએ આદિવાસીને કપડાં કાઢીને માર માર્યો

ડાંગ : ગલકુંડ રેન્જના જંગલ વિસ્તારમાં લાકડા તોડવાની બબાલમાં બે ફોરેસ્ટ કર્મચારીઓએ બિલમાળ ગામના વ્યક્તિને માર મારતા ફોરેસ્ટ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો. મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ બિલવાળ ગામના રમેશભાઈ, યશવંત પવાર, મહેશભાઈ, અક્ષયભાઈ તેમજ સોનિયા ભોયે સાથે બે દિવસ પૂર્વ ભાઈના પુજારીના લાકડા લેવા માટે બે બળદગાડા લઈ ગલકુંડ રેન્જના જંગલ વિસ્તારમાં ગયા હતા.

શું છે સમગ્ર મામલો : આ લોકો દ્વારા પહેલાથી જ પોતાના ખેત જમીનમાં કાપી રાખેલા પાંચ નંગ લાકડાને બળદગાડામાં ભરી લઈ આવતા હતા. તે વેળાએ ગલકુંડ રેન્જ વન વિભાગના કર્મચારીઓએ આવી અને તમામને લાકડા સાથે પકડી પાડી પાંચે શખ્સોને બોરખલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે લઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલા અંગે ભાજપ કાર્યકર્તા રમેશ ચૌધરીએ જણાવે છે કે, પોતાના જમીનમાંથી ઘર વપરાશ માટે ઊભા સૂકા ઝાડ લઈ જવામાં આવતા હતા.

આ પણ વાંચો : ગુજરાતની મહિલા વન અધિકારીથી મહારાષ્ટ્રથી આવનાર લાકડા ચોરો છે હેરાન પરેશાન

લાઠી વડે માર માર્યો : વધુમાં જણાવ્યું કે, પોતાના માલિકીમાંથી સૂકા ઝાડ કાપવામાં આવેલા હોવાથી વન કર્મચારીઓ આડેધડ માર મારે તો એ બાબત ઝાકી લેવાય એમ નથી. ફોરેસ્ટ રેન્જ વન વિભાગના કર્મચારીઓમાં સુનિલ ગામીત અને વિરલ રાણાએ લાકડા સાથે પકડાયેલા રમેશ ભોયે અને તેની સાથેના ગણપત કાશીરામને લાઠી વડે માર માર્યો હતો. બાદમાં આ બંને પર કાયદેસરની કાર્યવાહી કરી જામીન આપી છોડી દીધા હતા.

આ પણ વાંચો : Khair Wood in Valsad : નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીઓની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપી

વનકર્મીઓ વિરુદ્ધ ફરીયાદ : ગલકુંડ રેન્જ વન વિભાગના કર્મીઓની ટીમ લાકડાની તસ્કરી કરનાર શખ્સોને માર મારતાં વધારે વાગી જતા તેઓને સારવાર માટે શામગહાન રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. રેન્જના બે વનકર્મીઓ બિલમાળના રમેશ ભોયે અને તેની સાથેના ગણપતભાઈને કપડા કાઢીને ઢોર માર મારતા તેઓએ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે આહવા પોલીસ મથકના પી.એસ.આઇ એ.એચ.પટેલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.