ETV Bharat / state

Dang Corona Update : 6 પોઝિટિવ કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત

author img

By

Published : May 25, 2021, 7:05 PM IST

ડાંગ જિલ્લા ( Dang corona update )માં મંગળવારના રોજ 6 નવા કેસ નોંધાયા હતા. જેની સામે બે દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામા આવી છે. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું છે.

Dang Corona Update
Dang Corona Update

  • ડાંગ જિલ્લામા મંગળવારના રોજ 6 પોઝિટિવ કેસ નોંધાયા
  • બે દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરાયા
  • કોરોના સંક્રમણને કારણે 1 વ્યક્તિનું મોત

ડાંગ : જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કુલ 682 કેસ નોંધાયા છે. જેમાંથી 535 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ 47 એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ પૈકી 9 દર્દીઓ આહવા સિવિલ હોસ્પિટલમાં, 1 દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર(સેવાધામ) ખાતે, અને 37 દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.

આ પણ વાંચો - Dang Corona Update : 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા, 4 દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા

ડાંગ જિલ્લામાં 35 કન્ટેનમેન્ટ ઝોન, 34 બફર ઝોન નિયત કરાયા

Dang Corona Update - કોરોના સંક્રમણને અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 575 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે 10,809 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઇન પૂર્ણ થયા છે. ડાંગ જિલ્લામાં હાલ કુલ 35 કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરવામાં આવ્યા છે. જેમાં 127 ઘરોમાં 468 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે 34 બફર ઝોનમાં 216 ઘરોમાં 892 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Dang Corona Update : 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા, 9 દર્દીઓને ડિસ્ચાર્જ

મંગળવારના રોજ કુલ 122 સેમ્પલ કલેક્ટ કરાયા

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો સમગ્ર જિલ્લામાંથી 59 RT-PCR અને 63 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 122 સેમ્પલ્સ કલેક્ટ કરાયા છે. જે પૈકી 59 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. ડાંગ જિલ્લામાં સુધી કુલ 49,914 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી 49,173 નેગેટિવ રહ્યા છે.

આ પણ વાંચો - Dang Corona Update : કોરોનાનો એકપણ કેસ નહીં, શનિવારે 6 દર્દીઓને રજા અપાઈ

Dang Corona Update - 25 મે

કોરોનાને કારણે મંગળવારના રોજ ડાંગ જિલ્લામા એક મૃત્યુ નોંધાતા ડાંગ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 27 થયો છે. આ સાથે 6 પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો આહવા અને ભદરપાડા ખાતે બે-બે કેસ સહિત, સોડમાળ અને દોડીપાડા ખાતે એક-એક કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.