ETV Bharat / state

મારુ ગામ કોરોનામુક્ત અંગે ડાંગ ભાજપાની મીટીંગ યોજાઈ

author img

By

Published : May 14, 2021, 10:54 AM IST

મારુ ગામ કોરોનામુક્ત ગામના રાજ્ય વ્યાપી અભિયાન અંતર્ગત ડાંગ ભાજપા પાર્ટીની આહવા ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ, અને ધારાસભ્ય હાજર રહ્યા હતા.

મારુ ગામ કોરોનામુક્ત અંગે ડાંગ ભાજપાની મીટીંગ યોજાઈ
મારુ ગામ કોરોનામુક્ત અંગે ડાંગ ભાજપાની મીટીંગ યોજાઈ

  • આહવા ખાતે ભાજપ અગ્રણીઓની મીટીંગ યોજાઈ
  • મારુ ગામ કોરોનાં મુક્ત અંગે વિચાર વિર્મશ કરવા બેઠક યોજાઇ
  • બેઠકમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ તેમજ પાર્ટી પ્રમુખ ઉપસ્થિત રહયા

ડાંગ: ભાજપાના પ્રભારી પ્રફુલભાઈ પાનસરીયા અને સીતાબેન નાયકજી, ભારતીય જનતા પાર્ટી ડાંગના પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, પ્રદેશ કારોબારી સભ્ય બાબુરાવભાઈ ચૌર્યા, રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાવિત,હરીરામભાઈ સાવંતનાઓની ઉપસ્થિતિમાં તાલુકામાં સ્માવિષ્ટ તમામ PHCCHC અને આહવા ખાતેની સિવિલ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ઇન્ચાર્જ નીમવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન

ભાજપ પાર્ટીની બેઠકમાં મારુ ગામ કોરોનાં મુક્ત અંગે વિચાર વિર્મશ કરવામાં આવ્યા

કોવિડ-19 ની પરિસ્થિતિમાં ઉભી થતી દર્દીઓનાં સગા સંબધીઓને મુશ્કેલીઓ,સમસ્યાઓ અને જરૂરીયાત બાબતે યોગ્ય સંકલન કરી તમામ ઇન્ચાર્જ પોતાની ભુમિકા ભજવશે. કોરોનાને હરાવવા રાજ્ય સરકાર સાફ નિયત સાથે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ગામનાં કોરોનાના સંક્રમણને યોગ્ય સારવાર સાથે ગામમાં કોરોનામુક્ત દિશા તરફ લઈ જવુ અને મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન દ્વારા ડાંગ જિલ્લાનાં ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તેવો વિચાર વિમર્શ રજૂ કરાયા હતા.

આ પણ વાંચો: પોરબંદરના કુતિયાણાને સલામ: મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનમાં રાજ્ય સરકારની સાથે રહીને કાબિલેદાદ કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.