ETV Bharat / state

ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદથી સર્વત્ર ઠંડક

author img

By

Published : Jun 7, 2021, 12:34 PM IST

ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદથી સર્વત્ર ઠંડક
ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદથી સર્વત્ર ઠંડક

ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા છ દિવસથી દરરોજ મેઘરાજાની પધરામણી થતા સહેલાણીઓમાં આનંદ છવાઈ જવા પામ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ધુમ્મસ છવાઈ રહેતા શનિ-રવિવારની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

  • સાપુતારામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ
  • શનિ- રવિની મઝા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ઉમટી પડ્યા
  • પ્રવાસીઓના કારણે સ્થાનિક નાના વેપારીઓને ધંધામાં ફાયદો થયો

ડાંગ: જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં સતત છઠ્ઠા દિવસે ધીમી ધારનો વરસાદ યથાવત રહેતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી. જૂનનાં પ્રારંભનાં સતત છ દિવસથી ચોમાસાની ઋતુનાં વરસાદી મહોલે જમાવડો કરતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી છે.

આ પણ વાંચો: ભારે ઉકળાટ બાદ રાજકોટમાં મેઘરાજની પધરામણી

ડાંગમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ યથાવત

ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ખેતીનાં પાકનાં બિયારણોનાં ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સિંગાણા, લવચાલી, સુબિર, પીપલાઈદેવી, ચીંચલી, આહવા, બોરખલ, લિંગા, ગલકુંડ સહિત સરહદીય પંથકોમાં સતત છઠ્ઠા દિવસે ધીમી ધારનો વરસાદ પડતા સર્વત્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં મેઘરાજાએ દીધી દસ્તક

વરસાદી માહોલની મઝા માણવા સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

ડાંગ જિલ્લાનાં સમગ્ર ગામડાઓમાં સતત છ દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની ગયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મોજ માણી ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.