ETV Bharat / state

જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ટ્રાફિકની ભરમાર

author img

By

Published : Dec 28, 2022, 1:20 PM IST

જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ટ્રાફિકની ભરમાર
જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ટ્રાફિકની ભરમાર

વાપીની માધ્યમથી પસાર થતી રેલવે લાઈન (Vapi Railway over Bridge project) પર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વાપીને ઇસ્ટ વેસ્ટ સાથે જોડતા એકમાત્ર રેલવે ઓવરબ્રિજની (Vapi traffic issue) ઊંચાઈ બાધારૂપ બની છે, એટલે આ ROB ને તોડી નવા ROBના નિર્માણનું કાર્ય હાથ ધરવાનું છે. જે માટે બ્રિજ ને બંધ કરી વૈકલ્પિક રૂટ તૈયાર કરી ડાયવર્ઝન આપવામાં આવતા શહેરીજનોની હાલાકી વધી છે.

જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ટ્રાફિકની ભરમાર

વાપી: વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા હયાત રેલવે ઓવર બ્રિજને તોડી (Vapi Railway over Bridge project) તેના સ્થાને 144 કરોડના ખર્ચે વધુ ઊંચાઈનો ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે. સત્તાધીશોએ PWD, વહીવટીતંત્ર, પોલીસતંત્ર સાથે રહી સુચારુ આયોજન કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, બ્રિજ ને બંધ કરી દીધા બાદ જુના રેલવે ફાટકે, બલિઠા ફાટકે, ગરનાળામાં ટ્રાફિક જામના (Vapi traffic issue) દ્રશ્યો સર્જાયા છે.

પોલીસ જવાનો ખડેપગે: વધારે પડતો ટ્રાફિક જામ ન થાય એ માટે ટ્રાફિક પોલીસના જવાનો ખડેપડે ડ્યૂટી કરી રહ્યા છે. વાપીની માધ્યમથી પસાર થતી રેલવે લાઈન પર ચાલી રહેલ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં વાપીને ઇસ્ટ વેસ્ટ સાથે જોડતા રેલવે ઓવરબ્રિજની ઊંચાઈ બાધારૂપ બની છે, જેને ધ્યાને લઇ હયાત ROB ને તોડી નવા ROBના નિર્માણનું કાર્ય હાથ ધરવાનું છે.

ડાઈવર્ઝન આપ્યા: જે માટે વાપી નગરપાલિકાએ વહીવટી તંત્ર, પોલીસતંત્ર સાથે સંકલન સાધી જુના બ્રિજ ને બંધ કરી વૈકલ્પિક રૂટ તૈયાર કરી ડાયવર્ઝન આપ્યા છે. 21મી ડીસેમ્બર 2022થી જૂન 2024 સુધી ચાલનારા બ્રિજના કન્સ્ટ્રકશન વર્કને લઈ અપાયેલ ડાયવર્ઝનથી શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે.

144 કરોડના ખર્ચે નવા બ્રિજનું કામ હાથ ધરવા હાલ જુના ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આગામી 20 મહિના સુધી શહેરીજનોએ તકલીફ વેઠવાની છે. પરંતુ આ તેમના ભવિષ્ય માટેનું આયોજન છે. એટલે જનતા પણ સહયોગ આપી રહી છે. ટ્રાફિકના સુચારું આયોજન માટે વધુ વૈકલ્પિક રસ્તાઓ ઉભા કરી શકાય તે માટે નગરજનો પણ પાલિકાનું ધ્યાન દોરે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. --કાશ્મીરા શાહ (વાપી નગરપાલિકાના પ્રમુખ)

પેડેસ્ટ્રીયન બ્રિજ પણ તૈયાર કરશે: પાલિકા આ બ્રિજ ના નિર્માણ સાથે 6 મહિનામાં જ રેલ્વે અન્ડરપાસ, પેડેસ્ટ્રીયન બ્રિજ પણ તૈયાર કરશે. જે અંગે રેલવે સાથે સંકલન સાધ્યું છે. પોલીસ, વહીવટી તંત્ર સાથે સંકલન સાધી ટ્રાફિક સહિતની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારનું આયોજન કરવા શહેરના ડાયવર્ઝન રૂટ સહિતના વિસ્તારની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે.

ટ્રાફિક જામ: વાપીના ઇસ્ટ વેસ્ટમાં આવાગમન કરતા વાહનચાલકો, શહેરીજનો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, કામધંધે જતા કામદારો છેલ્લા 2 દિવસથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જુના ફાટકે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમન દરમ્યાન ફાટક બંધ કરી દેતા લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેમાં આખરે શહેરીજનો અને પોલીસતંત્ર ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

વાપી ROB ને બંધ કર્યા બાદ રેલવે ગરનાળા સાથે જુના ફાટકને ફરી ખોલીને તેમજ રીંગરોડ, બલિઠા ફાટક તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જુના ફાટકના સ્થળે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમનને લઇ વારંવાર ફાટક બંધ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેના નિરાકરણ માટે વહેલી તકે અન્ડરપાસ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. મોટા વાહનોને હાલ મોતીવાડા અને ભીલાડ તરફ ડાયવર્ઝન આપ્યું છે. નાના વાહનો માટે વધુ વૈકલ્પિક રસ્તા શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે. --ચીફ ઓફિસર શૈલેષ પટેલ (વાપી નગરપાલિકાના )

પાણી ન ભરાય એવું આયોજન: ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણી ના ભરાય તે માટેનું આયોજન કરાયું છે. જ્યારે આ નવો બ્રિજ ઇમરાનગરથી મુક્તાનંદ માર્ગ સુધી બનવાનો છે. જે હયાત બ્રિજ કરતા વધુ લાંબો છે. આ બ્રિજની નીચે વધુ એક અન્ડરપાસ બનાવવામાં આવશે.પૂર્વ વપીમાંથી પશ્ચિમ વાપીમાં ઝંડા ચોકમાં ખુલશે. 7 મીટર પહોળાઈના આ RUB નાના વાહનો અવરજવર કરી શકશે. જેની ઉપર 16 મીટરની પહોળાઈનો ફોર લેન ROB હશે. બ્રિજ બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.