ETV Bharat / state

વાપી પોલીસઃ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા 8 લોકો વિરુદ્ધ કાર્યવાહિ

author img

By

Published : May 30, 2021, 8:59 AM IST

વાપીમાં હાલ કોરોના(corona) મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં છે. ત્યારે દરરોજ અલગ અલગ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત પોલીસે વાપીના ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ચટ્ટાઈ પાથરી ગોળ કુંડાળામાં બેસેલા 8 આંગડીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી પોલીસ
વાપી પોલીસ

  • વાપી પોલીસની સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારાઓ સામે કર્યવાહિ
  • ગોળ કુંડાળામાં બેસેલા આંગડિયા પેઢીના 8 કર્મચારીઓ સામે કર્યવાહિ
  • પોલીસે કોરોના ગાઇડલાઈન હેઠળ કાર્યવાહી કરી

વાપીઃ જિલ્લામાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે 8 એવા લોકોની સામે કાર્યવાહી કરી છે. જે જમીન પર ચટ્ટાઈ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતાં. કુંડાળામાં બેસેલા તમામ લોકો વાપીની જાણીતી આંગડિયા પેઢીના કર્મચારીઓ અને સંચાલકો છે.

કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા 8 લોકો વિરુદ્ધ કાર્યવાહિ
કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા 8 લોકો વિરુદ્ધ કાર્યવાહિ
પોલીસે કોરોના ગાઇડલાઈન હેઠળ કાર્યવાહી કરી

વાપી ચાર રસ્તા પાસે આવેલા ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાની કેન્ટીનમાં ગ્રીન નેટ પાથરી ગોળ કુંડાળામાં બેસલા 8 લોકો સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા જોવા મળતા તેમના ફોટા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ડાકોર મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપી ચરણસ્પર્શ કરાવાતા વિવાદ

પકડાયેલા તમામના નામ...

પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોના નામ મેહુલ નવીન રાવલ, અરવિંદ દશરથ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, હિતેશ જયંતિ ઠાકોર, નારાયણલાલ રઘુનાથજી પ્રજાપતિ, કનું સોમા પટેલ, સન્ની વિક્રમ પટેલ, સતિષ હરગોવન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.

આંગડિયા પેઢીના નામ...

તમામ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં આવેલા આર. કાંતિલાલ આંગડિયા પેઢી, એન. કમલેશ આંગડિયા પેઢી, વી. પટેલ આંગડિયા પેઢી, શ્રીગણેશ આંગડિયા પેઢી, રમેશ શંકર આંગડિયા પેઢી, જી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી, રમેશ અંબાલાલ આંગડિયા પેઢી, રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ અને સંચાલકો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં હોમગાર્ડના જવાનને પોતાના લગ્નમાં ડીજેના તાલે ગરબાનું આયોજન કરવું ભારે પડ્યું

જાહેરનામા હેઠળ પોલીસની કાયદાકીય કાર્યવાહી

પોલીસે તમામ વિરુદ્ધ IPC કલમ 188, 269 તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે જમીન પર ચટ્ટાઈ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા નવરાધુપ આંગડીયાવાળા સામે પણ કાર્યવાહી કરતા લોકોમાં આશ્ચર્ય સાથે રમુજનું વાતાવરણ ફેલાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.