ETV Bharat / state

દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો, હત્યારો પોલીસ સકંજામાં

author img

By

Published : Jan 21, 2021, 12:09 PM IST

દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો
દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો

18મી જાન્યુઆરીએ દાદરા નગર હવેલીના દાદરા ગામે સાંઈ ભોજનાલયમાં ચાકુના ઘા મારી ટ્રાન્સપોર્ટરની હત્યા કરી નાંખી આરોપી ફરાર થયો હતો. આ ઘટનાના 2 દિવસમાં જ સેલવાસ પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યારાએ મૃતકના શરીર પર રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયાની લાલચમાં હત્યા કરી હોવાની વિગતો પોલીસે આપી હતી.

  • હત્યારો રોહન રાજવીર ચૌધરીને એક વર્ષથી ઓળખતો
  • હત્યાના દિવસે મૃતકની નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો
  • CCTC ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ આધારે હત્યારાની ધરપકડ કરી
    દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો

દમણ : 18મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે સાંઈ ભોજનાલયની રૂમમાં વાપીના ટ્રાન્સપોર્ટર રાજવીર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈ નાસી છૂટેલા હત્યારા રોહન દિલીપ પટેલની સેલવાસ પોલીસે ધરપકડ કરી લીધી છે. રોહને આ હત્યા કેમ કરી અને તેના મૃતક સાથે કેવા સંબંધો હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

CCTC ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ આધારે હત્યારાની ધરપકડ કરી
CCTC ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ આધારે હત્યારાની ધરપકડ કરી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે સોમવારે વાપીના ટ્રાન્સપોર્ટરની હત્યા કરી ફરાર આરોપીને સેલવાસ પોલીસે 2 દિવસમાં જ દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા અંગે સેલવાસના જિલ્લા પોલીસ વડા હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, સાંઈ ભોજનાલયની રૂમમાં વાપીના ટ્રાન્સપોર્ટર રાજવીર ચૌધરીની હત્યા તેની સાથે આવેલા લવાછા ગામના રોહન દિલીપ પટેલે કરી હતી.

હત્યારો સોનાના દાગીના રોકડ રૂપિયા લઈ ફરાર થયો

હત્યારો રોહન રાજવીર ચૌધરીને એક વર્ષથી ઓળખતો
હત્યારો રોહન રાજવીર ચૌધરીને એક વર્ષથી ઓળખતો

રોહન છેલ્લા એક વર્ષથી રાજવીરના સંપર્કમાં હતો.અને બંને સાથે દારૂ બિયરની પાર્ટી કરવા આવતા હતાં.હત્યાના દિવસે પણ બંનેએ નજીકની વાઇનશોપ પરથી બિયર લીધી હતી. જે પીધા બાદ રોહને તેની હત્યા કરી તેના શરીર પર રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા સાથેનું પર્સ, મોબાઈલ ફોન ચોરી ભાગી ગયો હતો. પોલીસે હત્યાની ઘટના બાદ તાત્કાલિક 4 પોલીસ ટીમ બનાવી આસપાસના CCTV ફૂટેજ તેમજ મોબાઇલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હત્યા કરનાર રોહનની ધરપકડ કરી છે.

મૃતદેહ નગ્ન અવસ્થામાં કેમ હતો તે દિશામાં પણ તપાસ

હત્યાના દિવસે રાજવીર ચૌધરીનો મૃતદેહ નગ્ન અવસ્થામાં મળ્યો હતો.જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક માહિતી મુજબ રોહને સોનાના દાગીના અને રોકડ રૂપિયા માટે આ હત્યા કરી હોવાની વિગતો મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.