ETV Bharat / state

સાચવજો ! ચોમાસા જેવી ઋતુઓનું પરિવર્તન બની શકે છે ડિપ્રેશનનું કારણ...

author img

By

Published : Aug 15, 2019, 1:02 PM IST

વાપી: શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ માનવ મન પર ઘેરી અસર કરે છે. જેમાં ક્યારેક ઋતુઓનો બદલાવ માનવીને હતાશામાં ધકેલી દે છે. વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલ ઋતુ પરિવર્તનને કારણે 20 હજાર જેટલા લોકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આવી હતાશા દરમિયાન શું કાળજી રાખવી જોઈએ.

ચોમાસા જેવી ઋતુઓનું પરિવર્તન બની શકે છે ડિપ્રેશનનું કારણ...

મનોશાસ્ત્રીઓ કહે છે કે, ચોમાસાની ઋતુમાં ડિપ્રેશન એટલે કે ઘેરી હતાશાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. વાતાવરણમાં થતો ફેરફાર વ્યક્તિની મનોદશા પર સારી નરસી અસર પાડે છે. ઓછા સૂર્યપ્રકાશ ભેજ અને વાદળછાયું વાતાવરણ વ્યક્તિની હતાશાને વધુ ઘેરી બનાવે છે. સૂર્યપ્રકાશ માનવ માટે ઉદ્દીપક છે. એટલે જ ઉનાળામાં સ્ક્રીઝોફેનિક દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે. તો વાદળછાયા વાતાવરણમાં ડિપ્રેશનના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ઋતુની માનવ મન પર થતી વિઘાતક અસરોને મનોવિજ્ઞાનમાં સીઝનલ અફેક્ટિવ ડિસોર્ડર અથવા તો જનરલ ડેન્ઝાઇટી ડિસોર્ડર કહે છે.

આ અંગે વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના જાણીતા મનોચિકિત્સક ડૉ. જીત નાદપરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઋતુઓનો બદલાવ માનવ મગજ પર અનેક પ્રકારની માનસિક અસર કરે છે. 100 માંથી 20 થી 25 જણા ચોમાસા જેવી ઋતુ પરિવર્તન દરમિયાન ડિપ્રેશનનો ભોગ બને છે.આ માટે મુખ્ય કારણ હોર્મોનમાં થતો ફેરફાર છે. એ ઉપરાંત શારીરિક કસરતરથી દુર રહેવું, રહેણીકરણીમાં બદલાવ થવો ડિપ્રેશનના મુખ્ય કારણો છે. એન્વાયર્ન્મેન્ટલ ફેક્ટર્સ તરીકે ઓળખાતા આ પ્રભાવમાં દર્દીઓને ઊંઘ ઓછી આવવી, મૂડ ડિસોર્ડર, મેટાબોલિઝમ સહિતની કેટલીક માનસિક બીમારી ઉદ્ભવે છે.

આ માટે દરેકે ચોમાસા-ઉનાળા દરમિયાન થતા ઋતુ પરિવર્તનમાં પોતાનું ખાસ સિડ્યુલ બનાવવું જોઈએ.દરેક વ્યક્તિએ દરરોજ ઊંઘનો સમય અને ભોજનનો સમય ખાસ નક્કી કરવો જોઈએ. વહેલી સવારે ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ અને 45 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ કરવાથી શરીરમાં ઋતુ પરિવર્તન બાદ જે શેરેટોન ઇન બેલેન્સ થયું હોય તે નોર્મલ થાય છે. અને માનસિક બીમારીમાંથી મુક્તિ મળે છે. WWFની ગાઈડલાઈન મુજબ એક લાખ લોકોએ દર 100 માંથી 20 જણા હતાશાનો ભોગ બનતા હોય છે.

ચોમાસા જેવી ઋતુઓનું પરિવર્તન બની શકે છે ડિપ્રેશનનું કારણ...

આ એક પ્રકારની મગજની બીમારી છે. પરંતુ લોકો તેને જલ્દી સ્વીકારવા તૈયાર થતા નથી. લોકોમાં એવી માન્યતા છે કે મને કોઈ મગજની બીમારી નથી. અને માનસિક બીમારીની દવા ખૂબ લાંબી ચાલે છે. આ અંગે ડૉ. જીત નાદપરાના જણાવ્યા મુજબ તે માન્યતા ખોટી છે. જે રીતે તાવ,ઉધરસ કે જાડા જેવી સીઝનલ બીમારીઓ થાય છે. તેવી જ, રીતે આ બીમારી પણ થાય છે. જેનો ડોક્ટર પાસે સમયસર ઈલાજ કરાવવાથી ખૂબ જ ટૂંક સમયમાં તે ઠીક શકે છે.

ચોમાસા દરમિયાન આવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. તેમાં ક્યાંક વરસાદની આશ કે જે ખેડૂતોમાં જોવા મળે છે. તો ક્યારેક વધુ પડતા વરસાદની મુશ્કેલી અને વાદળછાયું ભેજવાળું વાતાવરણ જ્યાં વરસાદ ઓછો પડે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદ વરસે તો સારા પાકની આશા બંધાય છે અને ઓછા વરસાદે પાકનું નુકસાન પણ ડિપ્રેશનના દર્દીઓમાં વધારો કરે છે. જ્યારે એ સિવાય શહેરી વિસ્તારમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ચોમાસાનો વરસાદ કહેર વરસાવતો હોય છે. લોકોએ ઘરમાં બેસી રહેવું પડે છે. અથવા તો પૂરના પાણીમાં નુકસાનીનો સામનો કરવો પડે છે. જે ચિંતા આખરે તેને ડીપ્રેશનમાં લાવી દે છે.

ચોમાસામાં ગંદકી સતત વરસાદથી ઘરમાં બેસી રહેવું જેવા કારણોથી પણ માનવી ડિપ્રેશનનો ભોગ બને છે. જોકે આવા કેસ એક રીતે ઉનાળાની સરખામણીએ 5 થી 30 ટકા જેટલા જ વધતા હોય છે. વાપી, વલસાડ, દમણ અને સેલવાસમાં કુલ વસ્તીના હિસાબે અંદાજીત 20 હજાર જેટલા લોકો આવી હતાશાની બીમારીથી પીડાય છે.


ડિપ્રેશન એ સાયલન્ટ કિલર છે. જો તમારા સ્વજન પડોશી કે સહકર્મી આવી રીતે ડિપ્રેશનમાં હોય તો તેની મનોવૈજ્ઞાનિક સારવાર કરવી જરૂરી છે. કારણ કે ડિપ્રેશનના કારણે જ માનવી આપઘાત કરવા પ્રેરાય છે. અને તે માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ વર્ષની ત્રણેય ઋતુમાં કોઈ ને પણ અસર કરી શકે છે. જો તે જ ઘડીએ તેને યોગ્ય માર્ગદર્શન મળે તો અમુલ્ય માનવ જિંદગી ફરી ચિંતામુક્ત બની શકે છે.

Intro:વાપી :- શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ માનવ મન પર ઘેરી અસર કરે છે. જેમાં ક્યારેક ઋતુઓનો બદલાવ માનવીને હતાશામાં ધકેલી દે છે. વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલ ઋતુ પરિવર્તનને કારણે 20 હજાર જેટલા લોકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આવી હતાશા દરમ્યાન શું કાળજી રાખવી જોઈએ




Body:મનોશાસ્ત્રીઓ કહે છે કે, ચોમાસાની ઋતુમાં ડિપ્રેશન એટલે કે ઘેરી હતાશાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. વાતાવરણમાં થતો ફેરફાર વ્યક્તિની મનોદશા પર સારી નરસી અસર પાડે છે. ઓછા સૂર્યપ્રકાશ ભેજ અને વાદળછાયું વાતાવરણ વ્યક્તિની હતાશાને વધુ ઘેરી બનાવે છે. સૂર્યપ્રકાશ માનવ માટે ઉદ્દીપક છે. એટલે જ ઉનાળામાં સ્ક્રીઝોફેનિક દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે. તો વાદળછાયા વાતાવરણમાં ડિપ્રેશનના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ઋતુની માનવ મન પર થતી વિઘાતક અસરોને મનોવિજ્ઞાનમાં સીઝનલ અફેક્ટિવ ડિસોર્ડર અથવા તો જનરલ ડેન્ઝાઇટી ડિસોર્ડર કહે છે.

આ અંગે વાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના જાણીતા મનોચિકિત્સક ડૉ. જીત નાદપરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઋતુઓનો બદલાવ માનવ મગજ પર અનેક પ્રકારની માનસિક અસર કરે છે. 100 માથી 20 થી 25 જણા ચોમાસા જેવી ઋતુ પરિવર્તન દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બને છે. આ માટે મુખ્ય કારણ હોર્મોનમાં થતો ફેરફાર છે. એ ઉપરાંત શારીરિક કસરતરથી દુર રહેવું, રહેણીકરણીમાં બદલાવ થવો ડિપ્રેશનના મુખ્ય કારણો છે. એન્વાયર્ન્મેન્ટલ ફેક્ટર્સ તરીકે ઓળખાતા આ પ્રભાવમાં દર્દીઓને ઊંઘ ઓછી આવવી, મૂડ ડિસોર્ડર, મેટાબોલિઝમ સહિતની કેટલીક માનસિક બીમારી ઉદ્ભવે છે.

આ માટે દરેકે ચોમાસા-ઉનાળા દરમ્યાન થતા ઋતુ પરિવર્તનમાં પોતાનું ખાસ સિડ્યુલ બનાવવું જોઈએ દરેક વ્યક્તિએ દરરોજ ઊંઘનો સમય અને ભોજનનો સમય ખાસ નક્કી કરવો જોઈએ. વહેલી સવારે ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ અને 45 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ કરવાથી શરીરમાં ઋતુ પરિવર્તન બાદ જે શેરેટોન ઇન બેલેન્સ થયું હોય તે નોર્મલ થાય છે. અને માનસિક બીમારીમાંથી મુક્તિ મળે છે. wwfની ગાઈડલાઈન મુજબ એક લાખ લોકોએ દર 100 માંથી 20 જણા હતાશાનો ભોગ બનતા હોય છે.

આ એક પ્રકારની મગજની બીમારી છે. પરંતુ લોકો તેને જલ્દી સ્વીકારવા તૈયાર થતા નથી. લોકોમાં એવી માન્યતા છે કે મને કોઈ મગજની બીમારી નથી. અને માનસિક બીમારીની દવા ખૂબ લાંબી ચાલે છે. આ અંગે ડૉ. જીત નાદપરાના જણાવ્યા મુજબ તે માન્યતા ખોટી છે. જે રીતે તાવ,ઉધરસ કે જાડા જેવી સીઝનલ બીમારીઓ થાય છે. તેવી જ, રીતે આ બીમારી પણ થાય છે. જેનો ડોક્ટર પાસે સમયસર ઈલાજ કરાવવાથી ખૂબ જ ટૂંક સમયમાં તે મટી શકે છે.

ચોમાસા દરમિયાન આવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. તેમાં ક્યાંક વરસાદની આશ કે જે ખેડૂતોમાં જોવા મળે છે. તો ક્યારેક વધુ પડતા વરસાદની મુશ્કેલી અને વાદળછાયું ભેજવાળું વાતાવરણ જ્યાં વરસાદ ઓછો પડે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદ વરસે તો સારા પાકની આશા બંધાય છે અને ઓછા વરસાદે પાકનું નુકસાન પણ ડિપ્રેશનના દર્દીઓમાં વધારો કરે છે. જ્યારે એ સિવાય શહેરી વિસ્તારમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ચોમાસાનો વરસાદ કહેર વરસાવતો હોય છે. લોકોએ ઘરમાં બેસી રહેવું પડે છે. અથવા તો પૂરના પાણીમાં નુકસાનીનો સામનો કરવો પડે છે. જે ચિંતા આખરે તેને ડીપ્રેશનમાં લાવી દે છે.

ચોમાસામાં ગંદકી સતત વરસાદથી ઘરમાં બેસી રહેવું જેવા કારણોથી પણ માનવી ડિપ્રેશનનો ભોગ બને છે. જોકે આવા કેસ એક રીતે ઉનાળાની સરખામણીએ 5 થી 30 ટકા જેટલા જ વધતા હોય છે. વાપી, વલસાડ, દમણ અને સેલવાસમાં કુલ વસ્તીના હિસાબે અંદાજીત 20 હજાર જેટલા લોકો આવી હતાશાની બીમારીથી પીડાય છે.




Conclusion:ડિપ્રેશન એ સાયલન્ટ કિલર છે. જો તમારા સ્વજન પડોશી કે સહકર્મી આવી રીતે ડિપ્રેશનમાં હોય તો તેની મનોવૈજ્ઞાનિક સારવાર કરવી જરૂરી છે. કારણ કે ડિપ્રેશનના કારણે જ માનવી આપઘાત કરવા પ્રેરાય છે. અને તે માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ વર્ષની ત્રણેય ઋતુમાં કોઈ ને પણ અસર કરી શકે છે. જો તે જ ઘડીએ તેને યોગ્ય માર્ગદર્શન મળે તો અમુલ્ય માનવ જિંદગી ફરી ચિંતામુક્ત બની શકે છે.

bite :- ડૉ. જીત નાદપરા, MD, neuro psychiatrist

મેરૂ ગઢવી, Etv ભારત, દમણ-દાદરા નગર હવેલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.