ETV Bharat / state

Daman News: મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 3:38 PM IST

મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે
મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે

દેશના 3 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મેરા બિલ મેરા અધિકાર યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજનાના પ્રથમ ગણતરીના કલાકોમાં જ 6500 જેટલા ગ્રાહકોએ પોતાના બિલ અપલોડ કરી જબબર પ્રતિસાદ આપ્યો છે. મેરા બિલ મેરા અધિકાર યોજનાનો ગુજરાત રાજ્યના નાણાપ્રધાને વાપીથી શુભારંભ કરાવ્યો છે. આ યોજના થકી ગ્રાહકો GST વાળા બિલ મારફતે 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર જીતી શકશે.

મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ

વાપી: દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરિકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તારીખ 1લી સપ્ટેમ્બર 2023 થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનુ દેસાઈ ના હસ્તે વાપી ખાતેથી કરવામાં આવી હતી.

મેરા બિલ મેરા અધિકાર: માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તારીખ 1લી સપ્ટેમ્બર 2023 થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનુ દેસાઈ તારીખ 01/09/2023 ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો હતો.

વિવિધ માધ્યમ થકી પ્રચાર: યોજના અંગે સુરત GST વિભાગના સંયુક્ત કમિશનર કે. ડી.શુકલએ જણાવ્યું હતું કે, આ યોજના ગુજરાત સહિત 3 રાજ્ય અને 2 સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. યોજના હેઠળ તમામ માટે માસિક, ત્રિમાસિક બીલના ડ્રો કરી 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 30 કરોડની સંયુક્ત ધન રાશિ ફાળવવામાં આવી છે. GST દ્વારા ગ્રાહકોના પ્રાપ્ત તમામ બીલનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. ગ્રાહકોને જાગૃત કરવા આ માટે વિવિધ માધ્યમ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

GST વાળા બિલ: આ યોજના હેઠળ GST અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂપિયા 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલ માન્ય ગણાશે. બિલની મહત્તમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં 25 બિલ અપલોડ કરી શકાશે. તારીખ 01/09/2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે. ત્યારે આ યોજનાનો પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગણતરીના કલાકોમાં જ 6500 લોકોએ આ એપ ડાઉનલોડ કરી પોતાના GST વાળા બિલ અપલોડ કર્યા છે.

  1. Vapi News: વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા
  2. C R Patil: INDIA ગઠબંધનમાં PM પદ માટે ઘણા દાવેદાર, એ જ તેમના માટે લાભદાયક અને નુકસાનકારક સાબિત થશે: પાટીલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.