ETV Bharat / state

C R Patil: INDIA ગઠબંધનમાં PM પદ માટે ઘણા દાવેદાર, એ જ તેમના માટે લાભદાયક અને નુકસાનકારક સાબિત થશે: પાટીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 1:57 PM IST

સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બની શકે આ માટે વિપક્ષે કમર કસી લીધી છે. વિપક્ષે I.N.D.I.A મહા ગઠબંધન પણ બનાવી દીધું છે. પરંતુ તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાનના દાવેદાર હોય એવી રીતે દાવો થવા લાગ્યા છે. આ અંગે ગુજરાત પ્રદેશ સી આર પાર્ટીલે શું કહ્યું, જાણો

C R Patil
C R Patil

પાટીલના વિપક્ષ પર વાર

સુરત: હાલમાં જ મુંબઈ ખાતે વિપક્ષ INDIA અગત્યની બેઠક મળી હતી. પરંતુ તે પહેલા આજે દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વડાપ્રધાન પદ માટે દાવેદાર ગણાવી રહ્યા છે. જે અંગે સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

INDIA ગઠબંધન અંગે શું કહ્યું: અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત અન્ય નેતાઓના સમર્થકો તેમને વડાપ્રધાન માટે દાવેદાર ગણાવી રહ્યા છે. વડાપ્રધાન પદ માટે કોણ ઉમેદવાર હશે તે અંગે વિપક્ષમાં મૂંઝવણ છે અને દાવેદારો ઘણા છે. જે અંગે સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિશાન સાધ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટે ઘણા દાવેદારો છે. આ જ તેમની માટે ફાયદાકારક અને નુકસાનકારક સાબિત થશે.

વન નેશન, વન ઇલેક્શન અંગે શું કહ્યું: કેન્દ્ર સરકાર દ્વારા વન મિશન વન ઇલેક્શન માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ અંગે સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની તમામ પાર્ટીના નેતાઓ સાથે જાહેરમાં વન નેશન, વન ઇલેક્શન અંગે ચર્ચા પણ કરી હતી. આ દેશમાં ક્યારેય ના ક્યારેય ચૂંટણી થતી જ હોય છે. તમામ તમામ અધિકારીઓ આ પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે. તેઓના ઘણા દિવસો કે મહિનાઓ આ પ્રક્રિયામાં લાગી જાય છે. પ્રક્રિયામાં ઘણો ખર્ચ પણ થાય છે. આચાર સંહિતા હોવાના કારણે કામ સ્થગિત થતા હોય છે. આ તમામ કારણોસર જો એક જ સાથે ચૂંટણી થાય તો લોકોને, અધિકારીઓને અને પાર્ટીના કાર્યકર્તાઓને સુવિધા થશે. લોકોને પણ એક જ વાર વોટિંગ કરવા માટે જવું પડશે.

  1. One Nation One Election: વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના
  2. INDIA Alliance Meeting 2nd day: મુંબઈમાં I.N.D.I.A ગઠબંધનની બેઠક શરૂ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.