ICGએ 12 ક્રુમેમ્બરોના રેસ્ક્યૂ કરેલા MV Kanchan જહાજના માલિકને પ્રદૂષણ ફેલાવવા મુદ્દે નોટિસ ફટકારી

author img

By

Published : Jul 23, 2021, 11:55 AM IST

ICGએ 12 ક્રુમેમ્બરોના રેસ્ક્યૂ કરેલા MV Kanchan જહાજના માલિકને પ્રદૂષણ ફેલાવવા મુદ્દે નોટિસ ફટકારી

હજીરાથી બુધવારે મેગ્લોર સ્ટિલ કોઈલ ભરીને નીકળેલા જહાજ MV કંચનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ત્યારે તેમાં ફસાયેલા 12 મેમ્બરોને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard)ના MV હર્મિઝએ રેસ્ક્યુ કર્યા હતા. બુધવારે રાત્રે 12 ક્રુ મેમ્બરને રેસ્ક્યૂ કર્યા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પરથી ગુરૂવારે મરીન પોલીસને 2 લાઈફ સેવિંગ રબર બોટ અને GMDSS (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) નામનું ઈમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદૂષણ ફેલાવવા બદલ નોટિસ પાઠવવામાં આવી છે.

  • MV કંચનનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળ્યું
  • નારગોલ મરીન પોલીસે ઉપકરણ, લાઈફ બોટ કબજે કરી
  • ઉમરગામના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું

નારગોલઃ ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઈલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 ક્રુ મેમ્બરોને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા બચાવી લેવાયા છે, જેની ખાલી લાઈફ સેવિંગ બોટ (Life saving boat) માલવણ બીચ (Malvan Beach) પરથી અને નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી જહાજનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે.

આ પણ વાંચોઃ પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં 'સજાગ' શિપનું આગમન, દરિયાઈ સુરક્ષામાં કરશે વધારો

કોસ્ટગાર્ડે જહાજના 12 ક્રુ મેમ્બરોનું બુધવારે રેસ્કયૂ કર્યું

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યના ઉમરગામ નજીકના દરિયામાં 12 ક્રુ મેમ્બરો સાથેનું એમવી કંચન (MV Kanchan) નામનું જહાજ ફસાયું છે, જેના ક્રુ મેમ્બરોને બચાવવામાં આવે એવો મેસેજ મળ્યો હતો. આ જહાજ હજીરાથી મૅગ્લોર જતું હતું. 32 વર્ષ જૂના કાર્ગો શિપમાં સ્ટીલ કોઈલ ભરેલું હતું. આ મેસેજ મળ્યા બાદ કોસ્ટ ગાર્ડે તેમના MV હર્મિઝ મારફતે 12 કૃમેમ્બરોને બચાવી લીધા છે. જહાજના ફ્યૂઅલમાં અને એન્જિનમાં પાણી ભરાતા એન્જિન ખરાબ થયું હતું. વીજ પૂરવઠો ખોરવાયો હતો. આ અંગે આસપાસના અન્ય જહાજ મારફતે સંપર્ક સાધી મોડી રાત્રે મેરિટાઈમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (Maritime Rescue Coordination Centre-MRCC) મુંબઈ દ્વારા આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.2 લાઈફ બોટ નારગોલ-માલવણ બીચ પર તણાઈ આવી હતી

આ પણ વાંચોઃ તટરક્ષક દળે પોરબંદરમાં પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોકડ્રીલ 2021નું આયોજન કર્યું

બંને લાઈફ સેવિંગ રબર બોટ ખાલી હતી

આ રેસ્ક્યૂ ઓપરેશન બાદ ક્રુ મેમ્બરોને બચાવવા દરિયામાં ઉતારેલી ભારતીય બનાવટની 2 લાઈફ બોટ નારગોલ-માલવણ બીચ (Nargol-Malvan Beach) પર તણાઈ આવી હતી. બંને લાઈફ સેવિંગ રબ્બર બોટ ખાલી હતી. આ ઉપરાંત નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી એમ.વી. કંચન (MV Kanchan) જહાજનું એક ઈમર્જન્સી સિગ્નલ માટેનું ઉપકરણ (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) GMDSS સ્થાનિક માછીમારોને મળી આવ્યું હતુંસ જેની ઉપર જહાજનું નામ લખેલું હોય આ ઉપકરણ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઉપકરણ અને 2 લાઈફ સેવિંગ બોટનો કબ્જો લીધો હતો. આ પણ વાંચોઃ ઈમર્જન્સી સિગ્નલ (Emergency signal) ચાલુ હાલતમાં છે

મરિન પોલીસે લાઈફ સેવિંગ રબર બોટ અને ઈમર્જન્સી સિગ્નલના ઉપકરણનો કબજો લીધો

મરિન પોલીસ સ્ટેશન (Marine Police Station) પોલીસે બંને લાઈફ સેવિંગ રબર બોટ અને ઈમર્જન્સી સિગ્નલ (Emergency signal) માટેના ઉપકરણ કબજો લીધો છે. અને લાગતી વળગતી એજન્સીને તેમની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હવા ભરેલી લાઈફ બોટ છે. અને કદાચ ક્રુ મેમ્બરોને બચાવવા માટે આ બોટ કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ઉતારી હશે. જે બાદ ક્રુ મેમ્બરોને રેસ્ક્યૂ કરી લેતા લાઈફ સેવિંગ રબર બોટ દરિયાના મોજા સાથે કાંઠે આવી હશે. એ જ રીતે મળી આવેલું ઈમર્જન્સી સિગ્નલ (Emergency signal) પણ ચાલુ હાલતમાં છે.

જહાજ ટોઇંગ થયું કે કેમ તે અંગે વધુ વિગતો મળી નથી

આ તરફ એમ વી કંચન (MV Kanchan) નામના કાર્ગો જહાજ અંગે દમણ કોસ્ટ ગાર્ડ (Daman Coast Guard)ના હેલિકોપ્ટરથી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં દમણ કોસ્ટ ગાર્ડ (Daman Coast Guard)ને જહાજનો કેટલોક ભંગાર અને દરિયાના પાણીમાં ઓઇલ પથરાયું જોવા મળતા તે અંગેની વિગતો Directorate General of Shipping (DG) ને આપતા તેમના દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કલમ 356 J હેઠળ MV Kanchan કાર્ગો શિપના માલિકને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, આ જહાજને ઈમર્જન્સી ટોઈંગ વેસેલ્સ દ્વારા ટોઈંગ કરી શકાય તે માટેની કવાયત પણ હાથ ધરાઈ હતી. જોકે, ત્યારબાદ તે જહાજ ટોઈંગ થયું કે કેમ તે અંગે વધુ વિગતો મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.