પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં 'સજાગ' શિપનું આગમન, દરિયાઈ સુરક્ષામાં કરશે વધારો

author img

By

Published : Jun 12, 2021, 4:01 PM IST

પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં 'સજાગ' શિપનું આગમન, દરિયાઈ સુરક્ષામાં કરશે વધારો

ભારતીય તટરક્ષક દળમાં સમુદ્ર પાવક અને સૂર બાદ આજે 'સજાગ' નામના નવા શિપનો ઉંમેરો થયો છે, જે હવે દરિયાની સુરક્ષામાં વધારો કરશે. ગોવા શિપ યાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન આત્મનિર્ભર પરથી બનાવવામાં આવેલા આ શિપ 29 મેમાં રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના હસ્તે ભારતીય તટ રક્ષક દળમાં કમિશન કરાયું હતું, જેનું આજે ભારતીય તટ રક્ષક દળના ઈન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલના હસ્તે પોરબંદર ભારતીય તટ રક્ષક દળના હેડક્વાર્ટરમાં સામેલ કરવામાં આવ્યું છે.

  • આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત બનાવાયું છે સજાગ શિપ
  • ગોવા શિપ યાર્ડ માં કુલ 11 શિપ બનાવાઈ છે જેમની 9 મી શિપ છે "સજાગ"
  • 29 મેએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના હસ્તે કરાયું હતું કમિશન
  • મલ્ટિપર્પઝ કાર્યની ક્ષમતા ધરાવે છે સજાગ

પોરબંદરઃ ભારતીય તટ રક્ષક દળમાં હવે વધુ એક 'સજાગ' નામની શિપ જોડાઈ છે. આજે પોરબંદર ખાતે આ શિપનું આગમન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન આત્મનિર્ભર પરથી આ શિપને તૈયાર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આ શિપનું આગમન ભારતીય તટરક્ષક દળના ઈન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે કર્યું હતું.

મલ્ટિપર્પઝ કાર્યની ક્ષમતા ધરાવે છે સજાગ
મલ્ટિપર્પઝ કાર્યની ક્ષમતા ધરાવે છે સજાગ

આ પણ વાંચો- Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ

ગોવા શિપ યાર્ડમાં કુલ 11 શિપ બનાવવામાં આવ્યા છે, જેમાં આ નવમું શિપ ઉમેરાયું

ભારતીય તટ રક્ષક દળના ઈન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, ગોવા શિપ યાર્ડમાં 11 શિપ બનાવવામાં આવ્યા છે, જેમાંથી વડાપ્રધાનના વિઝન આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત આ સજાગ શિપ બનાવવામાં આવ્યું છે. જોકે, હવે 10મુ શિપ 'સાર્થક' શિપ જે ત્રણ મહિના બાદ પોરબંદર આવશે અને 11મુ શિપ સક્ષમ જે કોચિનમાં દરિયાઈ સુરક્ષા માટે રહેશે. પોરબંદર કોસ્ટ ગાર્ડમાં સમુદ્ર પાવક તથા સૂર બાદ હવે સજાગ શિપ દરિયાઈ સુરક્ષામાં વધારો કરશે. આ ઉપરાંત આજે રક્ષા સચિવ દ્વારા બે એડવાન્સ હેલિકોપ્ટર માર્ક થ્રી પણ લોકાર્પણ કરાયું છે, જે એકથી બે મહિનામાં પોરબંદર આવશે.

29 મેએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના હસ્તે કરાયું હતું કમિશન
29 મેએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ના હસ્તે કરાયું હતું કમિશન

આ પણ વાંચો- તૌકેતે સંકટ : એશિયાના સૌથી મોટા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના મજૂરોનું સ્થળાંતર શરૂ

મલ્ટિ પર્પઝ કાર્યક્ષમતા ધરાવે છે 'સજાગ' શિપ

પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં સામેલ સજાગ શિપ મલ્ટી પર્પઝ કાર્યક્ષમતા ધરાવે છે, જેમાં પોલ્યુશન કન્ટ્રોલ, એન્ટિ સોશિયલ એલિમેન્ટ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન જેવી ક્ષમતા ધરાવે છે. સમુદ્રમાં જરૂર પડ્યે પોતાનો રોલ નિભવાશે આ સજાગ શિપ.

આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત બનાવાયું છે સજાગ શિપ

આધુનિક સિસ્ટમથી સજ્જ છે સજાગ

આ શિપ આધુનિક ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ મશીનરી કન્ટ્રોલ સિસ્ટમ તથા પાવર મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે અને તેનું પાવર મેનેજમેન્ટ અને મેકેનિઝમ ઈલેકટ્રોનિક રિમોટ કન્ટ્રોલ સિસ્ટમથી ઓપરેટ કરવામાં આવે છે. આ શિપ 2 એન્જિનવાળા એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર અને સિંગલ એન્જિન વાડા ચેતક હેલિકોપ્ટરનું વહન કરવામાં સક્ષમ છે. તેમ જ આ શિપ દરિયામાં ઓઈલ સ્પીલ જેવી દુર્ઘટનાના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલ્યુશન રિસ્પોન્સ ઇક્વિપમેન્ટ પણ ધરાવે છે, જેથી આ શિપ એક પ્રકારે રેડી રિલેવન્ટ અને રિસ્પોન્સિવ શિપ છે. શિપને 46 બોફોર્સ ગન વેપન તથા 12.7 MMની એસપીસીજી ગન તથા એક્સ્ટર્નલ ફાયર ફાઇટિંગ તેમ જ ઓટોમેટિક વેપન સિમ્યુલટર સિસ્ટમથી સુસજ્જ કરવામાં આવી છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.