ETV Bharat / state

પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા દમણની હોટલો સજ્જ

author img

By

Published : Dec 27, 2019, 6:54 AM IST

દમણ: કેલેન્ડર નવા વર્ષ 2020ને આવકારવા અને 2019ને વિદાય આપવા 31મી ડિસેમ્બરના દમણની હોટલમાં લાસ્ટ નાઈટ પાર્ટી વિથ ગાલા ડિનરની ધમાલ મચતી હોય છે. ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ હજારો પ્રવાસીઓ દમણમાં આવી વર્ષના અંતિમ દિવસે નવા વર્ષને વધાવી આનંદની ક્ષણો માણે છે. જે માટે દમણમાં આવેલી તમામ હોટલ-રિસોર્ટ મેનેજમેન્ટ અઠવાડિયા પહેલાં જ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યું છે. જો કે, આ વખતે કેટલીક હોટલ સંચાલકો ગત વર્ષની તુલનાએ નવું આકર્ષણ ઉભુ કરવાથી દૂર રહ્યા છે.

new year celebration in daman
new year celebration in daman

દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષને વધાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લાસ્ટ નાઈટમાં DJ પાર્ટી, ઓરકેસ્ટ્રા પાર્ટી, ગાલા વિથ ડિનર અને અનલિમિટેડ વાઈનનો આનંદ ઉત્સાહ સાથે ઉઠાવે છે. આ દરમિયાન તેઓ દમણની ટુ-સ્ટાર, થ્રી-સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટલ-રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આનંદની ક્ષણો માટે આવે છે. દમણમાં જોવાલાયક સ્થળો, દરિયાકિનારો પર હરવા-ફરવાની મજા માણે છે. હાલ 31મી ડિસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા દમણની હોટલો નવા સાજ શણગાર સાથે સજ્જ થઈ રહી છે.

પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો

દમણના સેન્ડી રિસોર્ટના આશિષ રાઠોડ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 31મી ડિસેમ્બરને લઈને તૈયારી જોરમાં છે. મોટા ભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. આગામી દિવસોમાં હજુ વધુ ભીડ મળશે. હાલ, દમણમાં પ્રવાસીઓને આકર્ષી શકે તેવા ડેવલોપમેન્ટના કાર્યો થયા છે. જેથી પ્રવાસીઓ દમણથી આકર્ષાઈ રહ્યા છે. 31મી ડિસેમ્બર માટે મોકટેલ, કોકટેલ સહિત વેજ-નોનવેજ વાનગીઓનો રસથાળ પીરસવાની તૈયારી સાથે હોટલોને રોશનીથી શણગારવામાં આવી રહી છે.

hotel package for new year celebration event in daman
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો

આવા જ અન્ય સીદા દે દમણ, દરિયા દર્શન, મિરામાર, ગોલ્ડ બીચ સહિતના હોટલ્સ-રિસોર્ટમાં પણ મોટાભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. આ અંગે 30 વર્ષથી દમણની શાન ગણાતી હોટલ મિરામારના જનરલ મેનેજર જીતેન્દ્ર પારેખ જણાવે છે કે, હોટલ મિરામાર દમણ અને દમણ એટલે મિરામાર અમે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓને વિવિધ આકર્ષક પેકેજ ઓફર આપવામાં આવી રહી છે. DJ વિથ ગાલા ડિનર માટે અનેક વેરાયટીઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ. લોકો ભલે કહેતા હોય કે મંદી છે, પરંતુ અમને બુકિંગના ધસારો જોતા લાગે છે કે મંદી જેવું કશું જ નથી.

hotel package for new year celebration event in daman
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો

હોટલ ગોલ્ડ બીચના રિતેશ ગુપ્તા જણાવે છે કે, તેમની હોટલ સહિત અન્ય કેટલીક હોટલમાં જગ્યાના અભાવે પ્રવાસીઓને લિમિટ ઘટાડવાની ફરજ પડી છે. જે કારણે આ વખતે નવા આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા નથી. બસ પ્રવાસીઓ આવે લાસ્ટ યર નાઈટની મજા માણે, sea-food વેરાયટીનો સ્વાદ ચાખે, અનલિમિટેડ વાઈનની મોજ કરે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે, આ વખતે 31મી ડિસેમ્બર મંગળવારે આવે છે. એ જોતાં આવનારા પ્રવાસીઓ માત્ર નાચવાનું અને વાનગીઓનો સ્વાદ માણવાનું જ વધુ પસંદ કરશે. એટલે સૌથી વધુ તૈયારી DJ અને ગાલા ડિનર પર જ કરી છે.

hotel package for new year celebration event in daman
પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા સજ્જ થઈ રહી છે દમણની હોટલો

ઉલ્લેખનીય છે કે, દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા અને આવનારા વર્ષને વધાવવા આવતા પ્રવાસીઓ મોટે ભાગે નોનવેજ વ્યંજનો સાથે વાઈન પ્રત્યે વધુ આકર્ષાય છે. જેઓને આકર્ષવા દમણની તમામ હોટલને રોશનીથી શણગારવામાં આવી છે. નવા વર્ષને આવકારવા માટે દર વર્ષે દમણ ઉપરાંત સુરત, અમદાવાદ, બરોડા સહિત મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવે છે. જેઓ નવા વર્ષને આવકારવાની સાથે સાથે sea-food અવનવા વેજ નોન-વેજ ફૂડનો આનંદ પણ માણશે.

Intro: story approved by assignment desk

લોકેશન :- દેવકા બીચ દમણ

દમણ :- આવનારા વર્ષ 2020ને આવકારવા અને 2019ને વિદાય આપવા 31મી ડિસેમ્બરના દમણની હોટલમાં લાસ્ટ નાઈટ પાર્ટી વિથ ગાલા ડિનરની ધમાલ મચતી હોય છે. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી હજારો પ્રવાસીઓ દમણમાં આવી વર્ષના અંતિમ દિવસે નવા વર્ષને વધાવી આનંદની ક્ષણો માણે છે. જે માટે દમણમાં આવેલી તમામ હોટેલ-રીસોર્ટ મેનેજમેન્ટ અઠવાડિયા પહેલાં જ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યું છે. જોકે આ વખતે કેટલીક હોટેલ સંચાલકો ગત વર્ષની તુલનાએ નવું આકર્ષણ ઉભુ કરવાથી દૂર રહ્યા છે.


Body:દમણમાં દર વર્ષે વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના આગમનને વધાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ લાસ્ટ નાઈટમાં ડીજે પાર્ટી, ઓરકેસ્ટ્રા પાર્ટી, ગાલા વિથ ડિનર અને અનલિમિટેડ વાઈનનો આનંદ ઉત્સાહ સાથે ઉઠાવે છે. આ દરમિયાન તેઓ દમણની ટુ-સ્ટાર, થ્રી-સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલ-રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે આનંદની ક્ષણો માટે છે. દમણમાં જોવાલાયક સ્થળો, દરિયાકિનારાના બીચ પર હરવા-ફરવાની મજા માણે છે. હાલ થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા દમણની તમામ હોટેલો નવા સાજ શણગાર સાથે સજ્જ થઈ રહી છે.

આ અંગે દમણના સેન્ડી રિસોર્ટના આશિષ રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે, 31મી ડિસેમ્બરને લઈને તૈયારી જોરમાં છે. મોટા ભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. અને આગામી દિવસોમાં હજુ વધુ ક્રાઉડ મળશે. હાલ, દમણમાં પ્રવાસીઓને આકર્ષી શકે તેવા ડેવલોપમેન્ટના કાર્ય થયા છે. જેથી પ્રવાસીઓ દમણથી આકર્ષાઈ રહ્યા છે. 31મી ડિસેમ્બર માટે મોકટેલ, કોકટેલ સહિત વેજ-નોનવેજ વાનગીઓનો રસથાળ પીરસવાની તૈયારી સાથે હોટેલોને રોશનીથી શણગારવામાં આવી રહી છે.

bite :- આશિષ રાઠોડ, સેન્ડી રિસોર્ટસ, દમણ

તો આવા જ અન્ય સીદા દે દમણ, દરિયા દર્શન, મિરામાર, ગોલ્ડ બીચ સહિતના હોટેલ્સ-રિસોર્ટમાં પણ મોટાભાગનું બુકિંગ થઇ ચૂક્યું છે. આ અંગે 30 વર્ષથી દમણની શાન ગણાતી હોટેલ મિરામારના જનરલ મેનેજર જીતેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે હોટેલ મિરામાર દમણ અને દમણ એટલે મિરામાર અમે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓને વિવિધ આકર્ષક પેકેજ ઓફર કર્યા છે. DJ વિથ ગાલા ડિનર માટે અનેક વેરાયટીઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છીએ, લોકો ભલે કહેતા હોય કે મંદી છે. પરંતુ, અમને બુકિંગના ધસારો જોતાં લાગે છે કે મંદી જેવું કશું જ નથી.

bite :- જીતેન્દ્ર પારેખ, જનરલ મેનેજર, મીરામાર, દમણ

જ્યારે હોટેલ ગોલ્ડ બીચના રિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમની હોટેલ સહિત અન્ય કેટલીક હોટેલમાં જગ્યાના અભાવે પ્રવાસીઓને લિમિટ ઘટાડવાની ફરજ પડી છે. જેને કારણે આ વખતે નવા આકર્ષણો પણ ઉભા કરવામાં આવ્યા નથી. બસ પ્રવાસીઓ આવે લાસ્ટ યર નાઈટની મજા માણે sea-food વેરાયટીનો સ્વાદ ચાખે, અનલિમિટેડ વાઈનની મોજ કરે તે રીતનું આયોજન કર્યું છે. કેમ કે આ વખતે 31 ડિસેમ્બર મંગળવારે આવે છે જે week-day ગણાય છે. એટલે એ જોતાં આવનારા પ્રવાસીઓ માત્ર નાચવાનું અને વાનગીઓનો સ્વાદ માણવાનું જ વધુ પસંદ કરશે. એટલે સૌથી વધુ તૈયારી DJ અને ગાલા ડિનર પર જ કરી છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે, દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા અને આવનારા વર્ષને વધાવવા આવતા પ્રવાસીઓ મોટે ભાગે નોનવેજ વ્યંજનો સાથે wine પ્રત્યે વધુ આકર્ષાય છે. જેઓને આકર્ષવા દમણની તમામ હોટેલને રોશનીથી શણગારવામાં આવી છે. વર્ષને આવકારવા માટે દર વર્ષે દમણ ઉપરાંત સુરત, અમદાવાદ, બરોડા સહિત મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવે છે. જેઓ નવા વર્ષને આવકાર સાથે sea-food અવનવા વેજ નોન-વેજ ફૂડનો આનંદ પણ માણશે.

bite 1, આશિષ રાઠોડ, સેન્ડી રિસોર્ટ, દમણ
bite 2, જીતેન્દ્ર પારેખ, જનરલ મેનેજર મિરામાર હોટેલ, દમણ
bite 3, રિતેશ ગુપ્તા, ફ્રન્ટ ઓફીસ મેનેજર, ગોલ્ડ બીચ દમણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.