ETV Bharat / state

Daman News: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 2:53 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન, અષ્ટમીએ બલિપૂજા સાથે માતાજીની કરી આરાધના
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન, અષ્ટમીએ બલિપૂજા સાથે માતાજીની કરી આરાધના

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા વલસાડ જિલ્લામાં રોજગારી માટે સ્થાઈ થયેલા બંગાળી સમાજ વર્ષોથી સેલવાસમાં દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ માતાજીની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરી દુર્ગાપૂજા મહોત્સવનો શુભારંભ કર્યો છે. 4 દિવસના આ સાર્વજનિક મહોત્સવમાં અષ્ટમીના દિવસે બલી પૂજા, સંધિ પૂજા સાથે માતાજીની આરાધના કરી હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન

સેલવાસ: ગુજરાતની નવરાત્રી જેમ જગ વિખ્યાત છે. એ રીતે બંગાળનો દુર્ગાપૂજા મહોત્સવ પણ જગ પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા તેનો હેરિટેજ કલચરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે, બંગાળના આ મહાઉત્સવને જાળવવા અને બાળકોમાં સંસ્કૃતિનું સિંચન અકબંધ રાખવા દાદરા નગર હવેલીમાં વર્ષોથી રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા છેલ્લા 11 વર્ષથી ભારે હર્ષોલ્લાસભેર દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન

બંગાળનો સૌથી મોટો તહેવાર: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસેલા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા કમિટી સેલવાસના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કર્યું છે. દુર્ગાપૂજા એ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. માં દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કરી વિજય મેળવ્યો હતો. આ વિજયને બંગાળી સમાજ શારદોત્સવ તરીકે મનાવે છે. આ પર્વ શક્તિ આરાધનાના પર્વ રૂપે મનાવવામાં આવે છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન

શેરડી અને દૂધીની બલી ચઢાવી પૂજા: સામાન્ય રીતે દુર્ગાપૂજા એ નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાતમથી દશમ એમ ચાર દિવસ મનાવવામાં આવે છે. જેમાં માં દુર્ગાની ભક્તિભાવ સાથે આરાધના કરવામાં આવે છે. મહોત્સવની શરૂઆત સાતમના દિવસે માં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી કરવામાં આવે છે. અષ્ટમીના સંધિ પૂજા અને બલિપૂજાનું આયોજન કરાય છે. એક સમયે બંગાળમાં દુર્ગા પૂજા વખતે પશુની બલિ પણ ચડાવાતી હતી. હવે એ પ્રથા બંધ થઈ ચૂકી છે. તેના સ્થાને શેરડી અને દૂધીની બલી ચઢાવી પૂજા કરાય છે.

ઉત્સવ પાછળનું મહત્વ: જેમ ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબાનું અનેરું મહત્વ છે. તે જ રીતે દુર્ગા પૂજામાં કેળા નું અને કેળનું મહત્વ છે. કેળાના પાન ને ભગવાન ગણેશના પત્ની સ્વરૂપે શણગારી સૌ પ્રથમ તેની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગા અષ્ટમીના દિવસે મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તો આ ચાર દિવસ માં પાર્વતીજી કૈલાશ પર્વતથી તેમના માવતરે આવે છે. જેને વધામણા આ ઉત્સવ પાછળનું મહત્વ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન

આતુરતા પૂર્વક રાહ: શક્તિ આરાધના રૂપે માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે. ચાર દિવસના આ ઉત્સવ માટે બંગાલથી અન્ય રાજ્યમાં સ્થાયી થયેલા બંગાળી સમાજ આતુરતા પૂર્વક રાહ જુએ છે. તેમના બાળકો બંગાળી સંસ્કૃતિને જાણે, માતાજીની આરાધના ભક્તિ કરે તેવા ઉદ્દેશથી બંગાળ સિવાય સેલવાસ જેવા દરેક સ્થળોએ સમાજના લોકો નોકરી-ધંધામાંથી રજા લઈ પરિવાર સાથે આ મહોત્સવમાં જોડાય છે. શક્તિ આરાધના રૂપે માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે.

નદીમાં વિસર્જન: દશમીના માતાજીની પ્રતિમાનું દમણ ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સેલવાસમાં શામરવરણી પંચાયત ભવન ખાતે આયોજિત દુર્ગા પૂજા મહોત્સવમાં દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાર્વજનિક મહોત્સવમાં કલકત્તાથી રસોઈયાઓ બોલાવવામાં આવ્યા છે. કલકત્તાની શુદ્ધ સ્વાદિષ્ટ વાનગીઓ મહોત્સવમાં આવનાર તમામ ભક્તને પીરસવામાં આવે છે. ઉત્સવ દરમિયાન વિશેષ ભજન સંધ્યાનું, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

  1. Silvassa Murder Case: સેલવાસમાં યુવતીની 15 જેટલા ચાકુના ઘા મારી હત્યા, માતાની ભૂલ દિકરીએ ભોગવી
  2. Silvassa Crime : સેલવાસમાં હોટલરુમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળ્યાં, હત્યા અને આત્મહત્યાનો કેસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.