ETV Bharat / state

બજરંગ દળ દ્વારા ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું

author img

By

Published : Sep 30, 2019, 11:19 AM IST

વાપી: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ ગાયો સાથે અકસ્માત ન થાય તે માટે ગાયોના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવવાનું ખાસ અભિયાન હાથ ધર્યું છે, તેમજ ગ્રામ્ય માર્ગ પર બેરીયર મુકવા કાર્યકરોએ માંગ કરી હતી.

etv bharat vapi

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકરોએ ગાયો માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ચોમાસામાં માર્ગ પર બેસી જતા ગાયોને કારણે અનેક અકસ્માત થતા હોય છે. તો ઘણી વખત મોટા વાહનો ગાયોને અડફેટે લેતા તેના મોત નિપજતા હોય છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે તેવા શુભ આશ્રયથી રસ્તા પર બેસી રહેતી ગાયો વાહન ચાલકોને દૂરથી નજર આવે અને અકસ્માત ટળે તે માટે તમામ મુખ્ય રસ્તાઓ પર બેસેલી ગાયોના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવવનું અભિયાન હાથ ધરાયું હતું.

બજરંગ દળ ના કાર્યકરો દ્વારા ગૌવંશના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું
બજરંગ દળ દ્વારા ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ માર્ગ પર 7 ગાયોને કતલખાને લઇ જતા કસાઈઓ પાસેથી ગામલોકો અને સંગઠનના કાર્યકરોએ મુક્ત કરાવી હતી. બાદમાં પશુ ડોકટર પાસે તેની સારવાર કરાવી હતી. તેમજ પોલીસ વિભાગમાં આવેદનપત્ર આપી આ મામલે પેટ્રોલિંગ વધારવા અને ગ્રામ્ય માર્ગ પર બેરીયર મુકવા કાર્યકરોએ માંગ કરી હતી.

બજરંગ દળ ના કાર્યકરો દ્વારા ગૌવંશના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું
બજરંગ દળ દ્વારા ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું

ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં ચારેબાજુ કાદવ કીચડવાળી જમીન અને માખી મચ્છરના ઉપદ્રવથી બચવા રખડતા પશુઓ માર્ગ પર અડિંગો જમાવી દેતા હોય છે. ત્યારે આ પશુઓના ટોળા ક્યારેક વાહન ચાલકોનો ભોગ લઈ લેતા હોય છે, તો ક્યારેક મોટા વાહનચાલકો પશુઓનો ભોગ લેતા હોય છે. જે માટે તેમના શીંગડા પર રેડિયમ પેટ્ટી લગાવવાનું અભિયાન પશુઓ અને વાહનચાલકો બંન્ને માટે ખૂબ ઉપયોગી બની શકે છે.

બજરંગ દળ ના કાર્યકરો દ્વારા ગૌવંશના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું
બજરંગ દળ દ્વારા ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવી અભિયાન હાથ ધરાયું
Intro:વાપી :- વાપી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ના કાર્યકરો દ્વારા હાલમાં ગાય માતાને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત સંજાણ-આમગામ માર્ગ પરથી કતલખાને જતી 7 ગાયને બચાવી છે. તો, એ સાથે હાઇવે પર ટોળા વળી બેસેલી ગાયોના અકસ્માત ના થાય તે માટે તેમના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.


Body:વાપી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલના કાર્યકરોએ ગૌરક્ષા કાજે ખાસ અભિયાન હાથ ધર્યું છે. ચોમાસાના વાતાવરણમાં માર્ગ પર ટોળે વળી બેસી જતા ગૌવંશને કારણે અનેક અકસ્માત થતા હોય છે. તો, મોટા વાહનો ગૌવંશને અડફેટે લેતા તેના મોત પણ નિપજતા હોય છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી રસ્તા પર બેસી રહેતી ગાયો વાહન ચાલકોને દૂરથી નજર આવે અને અકસ્માત ટળે તે માટે તમામ મુખ્ય રસ્તાઓ પર બેસેલી ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવવનું અભિયાન હાથ ધર્યું કજે.  


તો, એ સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ-આમગામ માર્ગ પર 7 ગાયને કતલખાને લઇ જતા કસાઈઓ પાસેથી મુક્ત કરાવી હતી. ગામલોકો અને સંગઠનના કાર્યકરોએ ભેગા મળી તમામ 7 ગાયને મુક્ત કરાવી પશુ ડોકટર પાસે તેની સારવાર કરાવી હતી. એ સાથે પોલીસ વિભાગમાં આવેદનપત્ર આપી આ મામલે પેટ્રોલિંગ વધારવા અને ગ્રામ્ય માર્ગ પર બેરીયર મુકવા માંગ કરી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ચારેકોર કાદવ કીચડ વાળી જમીન અને માખી મચ્છરના ઉપદ્રવથી બચવા રખડતા પઅશુઓ માર્ગ પર અડિંગો જમાવી દેતા હોય છે. ત્યારે, આ પશુઓના ટોળા ક્યારેક વાહનચાલકોનો ભોગ લઈ લેતા હોય છે. તો ક્યારેક મોટા વાહનચાલકો પશુઓનો ભોગ લેતા હોય છે. જે માટે તેમના શીંગડા પર રેડિયમ પેટ્ટી લગાવવાનું આ અભિયાન પશુઓ અને વાહનચાલકો બંન્ને માટે ખૂબ ઉપયોગો બની શકે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.