ETV Bharat / state

Vapi News: બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરતા 3 આરોપી પકડાયા

author img

By

Published : Jul 21, 2023, 10:20 AM IST

વાપી નજીક સલવાવમાં બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરતા 3 આરોપી પોલીસે દબોચી લીધા
વાપી નજીક સલવાવમાં બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરતા 3 આરોપી પોલીસે દબોચી લીધા

વાપી વલસાડ જિલ્લાના વાપી નજીક સલવાવ ખાતે આવેલ બેન્ક ઓફ બરોડા ના ATM મશીન તોડી રૂપિયાની ચોરી કરતા 3 આરોપીઓને વલસાડ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલ ત્રણેય ઈસમો વિજય પેકર્સ એન્ડ મુવર્સ નામની પેઢીમાં કામ કરતા હતા. જેઓ વાપીમાં પિક અપ વાહન લઈને કેમિકલના ડ્રમ ખાલી કરવા આવ્યા હતાં. અને ગાર્ડ વગરના ATM માં ઘુસી તેને તોડતા ઝડપાઇ ગયા હતા.

વાપી નજીક સલવાવમાં બેંક ઓફ બરોડાના ATM મશીન તોડી રૂપીયાની ચોરી કરતા 3 આરોપી પોલીસે દબોચી લીધા

વાપી: વિજય મુવર્સ એન્ડ પેકર્સ નામની પેઢીમાં ડ્રાઇવર તરીકે અને મજૂરી કામ તરીકે કામ કરતા રાજસ્થાન, હરિયાણા ના 3 ઇસમોને વલસાડ પોલીસે BOB બેંકનું ATM તોડતા રંગે હાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેઓ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા.

રાત્રી દરમ્યાન પોલીસ: અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ સુરતના પીયુષ પટેલના માર્ગદર્શન દ્વારા પોલીસ અધિક્ષક, વલસાડ ડૉ. રાજદીપસિંહ ઝાલાની રાહબરી હેઠળ DYSP બી. એન. દવેની સુચના આધારે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ ટીમે ATM તોડતા ત્રણ ને રંગે હાથ ઝડપી પાડ્યા છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા એ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. ATM તોડતા 3 ઝડપાઇ ગયા છે. પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. બુધવારે-ગુરુવારની રાત્રી દરમ્યાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, રાત્રીના અઢી વાગ્યા આસપાસ વાપી નજીક સલવાવ ગામ માં હાઇવે પર આવેલ બેન્ક ઓફ બરોડાના ATM માં 3 લોકો ATM તોડતા ઝડપાઇ ગયા હતા.

"ATM તોડી તેમાંથી રૂપિયા કાઢતા પકડાયેલ ત્રણેય ઈસમો પિક અપ લઈને આવ્યા હતાં. જેઓ વિજય પેકર્સ એન્ડ મુવર્સ માં કામ કરતા હતાં. વાપીમાં કેમિકલના ડ્રમ લઈને આવ્યા હતા. રાત્રી દરમ્યાન ગાર્ડ વગરના BOB ના ATM ને તોડતા હતા ત્યારે જ ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ATM તોડવા માટે એક ટૂલ કીટ મળી આવી છે. ત્રણેય ઈસમો જે ATM માં બેંકની પાસબુક પ્રિન્ટ થાય તેને તોડી રહ્યા હતાં. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, તેઓ રૂપિયા જેમાં રાખવામાં આવતા હોય તે અને જેમાં પાસબુક પ્રિન્ટ થાય છે. તે ATM અંગે અજાણ છે. છતાં તેમનો તમામ રેકોર્ડ તપાસવામાં આવી રહ્યો છે."--ડૉ. રાજદીપસિંહ ઝાલા, (SP, વલસાડ)

એક જ કંપનીમાં કામ: પકડાયેલ ત્રણેય ઇસમો અમદાવાદની વિજય પેકર્સ એન્ડ મુવર્સ નામની પેઢીમાં કામ કરે છે. જેમાંનો એક આ પેઢીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જેનું નામ મનોજકુમાર હરીરામ જાટ છે. જે મૂળ રાજસ્થાનનો છે. બીજા બંને મૂળ હરિયાણા ના છે. જેઓના નામ અનુક્રમે રામવીર સુરજભાન શર્મા અને મનદીપ મહેન્દ્ર જાટ છે. જે પણ એજ પેઢીમાં મજૂર તરીકે કામ કરે છે. ત્રણેયની પુછપરછ કરતા તેઓ બોલેરો પીકઅપ ગાડી નંબર GJ27-TT-4776 લઈને વાપી આવ્યા હતા.

આગળની કાર્યવાહી: પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી બેંક ઓફ બરોડાની સલવાવ બ્રાંચના બ્રાંચ મેનેજર શિવભુષણ અમરસીંગ યાદવની ફરીયાદ આધારે ડુંગરા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ તેમજ જે પેઢીમાં કામ કરે છે ત્યાં કોઈ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેવી તમામ ઝીણવટભરી બાબતે હાલ LCB PSI કે.એમ.બેરીયા, ડુંગરા પોલીસ મથકના PSI એસ.જે. પરમાર અને વાપી ટાઉન પોલીસ મથકના PSI એચ.પી.ગામીત વધુ તપાસ કરી રહ્યા છે.

  1. Valsad Crime : એસીબીની સફળ ટ્રેપ, હેડ કોન્સ્ટેબલ-હોમગાર્ડ જવાન લાંચ લેતા ઝડપાયા
  2. Vapi News: માઉથ ફ્રેશનરના નામે મોકલેલ 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.