ETV Bharat / state

દાહોદમાં પડેલા કમોસમી વરસાદના કારણે લાખો રૂપિયાનું નુકસાન, ખેડૂતોના માથે આભ ફાટ્યું

author img

By

Published : Dec 1, 2019, 4:22 PM IST

દાહોદઃ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રોએ ખેતરમાં મુકેલા અનાજ પલળી ગયા હતા. આ માવઠાના કારણે દાહોદ APMCમાં હજારો ગુણી અનાજ પણ પલળી જતાં લાખોનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે, વેપારીઓએ આ પલળેલા અનાજને સૂકવવાનું શરૂ કરી અનાજ પર પ્લાસ્ટિક નેટ મુકી જેમ-તેમ કરી પોતાના અનાજને બચાવવાના વલખા મારી રહ્યા છે.

દાહોદ APMCમાં હજારો ગુણી અનાજ પલળી જતાં લાખોનું નુકસાન
દાહોદ APMCમાં હજારો ગુણી અનાજ પલળી જતાં લાખોનું નુકસાન

દાહોદ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે જિલ્લા પંથકમાં કમોસમી વરસાદ થતાં જિલ્લા ભરમાં વાવેતર કરાયેલા કપાસ, તુવેરના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં પડેલો પાક પલળી જવાના કારણે ખેડૂતોને વધું નુકસાન થયુ હતું.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેમ્પસમાં વેપારીઓ દ્વારા બહાર મુકવામાં આવેલી અનાજની ગુણીઓ પણ પલળી ગઈ હતી. માર્કેટમાં ખુલ્લામાં મુકેલી અનાજની ગુણનો જથ્થો કમોસમી વરસાદના કારણે ભીંજાવાથી લાખોનું નુકશાન થયાનું વેપારીઓ અંદાજ લગાવી રહ્યા છે.

દાહોદ APMCમાં હજારો ગુણી અનાજ પલળી જતાં લાખોનું નુકસાન

માર્કેટના અગ્રણી વેપારી ઈકબાલ ખરોદાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, માર્કેટમાં અનાજનો જથ્થો મુકવાની જગ્યાના અભાવે ખુલ્લામાં અનાજનો જથ્થો મૂક્યો હતો. જે ભિંજાય જતાં નુકસાન થયું હતું. હવામાન વિભાગ દ્વારા સમયાંતરે કમોસમી વરસાદ કે માવઠા અંગેની આગાહી કરીને સાવચેત કરવામાં આવ્યા હોત તો, વેપારીઓને થનાર નુકસાન બચાવી શક્યો હોત, તેવી હૈયાવરાળ ખેડૂતો ઠાલવી રહ્યા છે. જ્યારે APMCના માજી વાઈસ ચેરમેન કમલેશ રાઠીએ જણાવ્યું હતું કે, વરસેલા કમોસમી વરસાદના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ. તેમજ રવિ પાકને પણ નુકશાન થયાનો અંદાજાની આશંકા સેવાઈ રહી છે.

Intro:
કમોસમી વરસાદને પગલે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર માં અનાજની ગૂણો પલળતા લાખોનું નુકશાન
દાહોદ, દાહોદ જિલ્લા પંથક માં સવારે કમોસમી માવઠું વરસવાના કારણે ધરતીપુત્રોનુ ખેતર માં મુકેલ અનાજ પલળી જવા પામ્યું છે તેમજ દાહોદ એપીએમસીમાં હજારો ગુણો અનાજ પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓ દ્વારા પલળેલા અનાજને સૂકવવા નો શરૂ કરવામાં આવ્યું છે તેમજ બચેલા અનાજ પર પ્લાસ્ટિક નેટ મુકવામાં આવી રહી છે


Body:

દાહોદ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જિલ્લા પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો એકાએક વરસેલા કમોસમી માવઠાને કારણે જિલ્લાભરમાં વાવેતર કરાયેલ તપાસ તુવેરના પાકોને નુકસાન થવા પામ્યું છે તેમજ ખેતરમાં પડેલો પાક પલળી જવાના કારણે ખેડૂતોને વધુ નુકસાન થવા પામ્યું છે જ્યારે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના કેમ્પસમાં વેપારીઓ દ્વારા બહાર મુકવામાં આવેલ અનાજની ગૂણો પણ પલળી જવા પામી છે માર્કેટમાં ખુલ્લામાં મુકેલો અનાજની ગૂણો નો જથ્થો કમોસમી વરસાદના કારણે ભીંજાવાથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો વેપારીઓ અંદાજ સેવી રહ્યા છે વેપારીઓ દ્વારા પલાળેલા અનાજના જથ્થાના અને સૂકવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમજ બચી ગયેલા અનાજના જથ્થાના પર પ્લાસ્ટિકની કંતાન ઓઢાડવામાં આવી રહી છે અનાજ માર્કેટ ના અગ્રણી વેપારી ઈકબાલ ખરોદાવાલા એ જણાવ્યું હતું કે માર્કેટમાં અનાજનો જથ્થો મુકવાની જગ્યાના અભાવે ખુલ્લામાં આના જ નો જથ્થો મૂક્યો હતો જે સવારે વરસેલા વરસાદમાં ભિંજાય જતા નુકસાન થવા પામ્યું છે હવામાન વિભાગ દ્વારા સમયાંતરે કમોસમી વરસાદ કે માવઠા અંગેની આગાહી કરીને સાવચેત કરવામાં આવે તો વેપારીઓને થનારૂ મોટું નુકસાન બચાવી શકાય છે જ્યારે એપીએમસીના માજી વાઈસ ચેરમેન કમલેશ રાઠીએ જણાવ્યું હતું કે સવારે વરસેલા કમોસમી વરસાદના કારણે માર્કેટમાં મુકેલુ વેપારીઓને ગુણાકાર લઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ રવિ પાકને પણ નુકશાન થયાનો અંદાજાની આશંકા સેવાઈ રહી છે

બાઈટ-APMCના અગ્રણી વેપારી-ઈકબાલ ખરોદાવાલા.
( ગોળ ટોપી વાળા)
બાઈટ - APMC વાઈસ ચેરમેન- કમલેશ રાઠી
( ગુલાબી સ્વેટર વાળા)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.