ETV Bharat / state

ધાનપુરના જંગલોમાં વનવિભાગ દ્વારા ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું

author img

By

Published : Sep 11, 2019, 1:55 AM IST

દાહોદઃ જંગલોથી સુશોભીત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં સુંદર રતનમહાલ રીંછ અભયારણ્ય પણ આવેલું છે. હાલ વન વિભાગના પ્રયાસો થકી રતનમહાલ વિસ્તાર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પર્યટકો જંગલોની મઝા લે અને વધુ આકર્ષિત થાય તે માટે વનવિભાગ દ્વારા જંગલ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

forest tracking festival

ગત વર્ષેના ટ્રેકિંગ ફેસ્ટિવલની સફળતા બાદ આ વર્ષે પણ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, આણંદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાના ટ્રેકરોએ ભાગ લીધો હતો. સાગટાળા રેંજના જંગલોમાં 6 કિ.મી. સુધી વનવિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ ટ્રકિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં ટ્રેકિંગ દરમિયાન લોકોને જંગલમાં વિશાળકાય અજગર પણ જોવા મળ્યો હતો. જેને વનવિભાગના કર્મચારીઓએ સહી સલામત પકડી યોગ્ય જગ્યાએ છોડી મુક્યો હતો.

ધાનપુરના જંગલોમાં વનવિભાગ દ્વારા ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું

આ ટ્રેકિંગ કેમ્પમાં કુદરતી સૌંદર્યનો લોકોએ મનમૂકી લાભ લીધો હતો. આગામી સમયમાં પણ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ લોકો જોડાય અને રતનમહાલના અભ્યારણમાં પર્યટકો આકર્ષાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

Intro:દેવગઢબારીયા તાલુકાના સાગટાળા રેન્જના જંગલોમાં ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ ,દાહોદ જીલ્લામાં વનવિભાગ દ્વારા દેવગઢબારીયા તાલુકાના સાગટાળા રેન્જના જંગલોમાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


Body:દાહોદ જીલ્લો કુદરતી સૌંદર્યની ભરમાર ધરાવતો જીલ્લો છે.જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે જંગલોથી શુશોભીત ધાનપુર તાલુકામાં રતનમહાળ રીછ અભયારણ્ય પણ આવેલું છે. હાલ વન વિભાગના પ્રયાસો થકી રતનમહાલ વિસ્તારના જંગલો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. ત્યારે આ જિલ્લામાં જંગલોની મઝા લેવા માટે અને પર્યટકોને વધુ આકર્ષિત કરવા માટે વનવિભાગ દ્વારા જંગલ ટ્રેકિંગ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે પણ ટ્રેકિંગ ફેસ્ટિવલની સફળતા બાદ આ વર્ષે પણ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા,આણંદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાના ટ્રેકરોએ ભાગ લીધો હતો સાગટાળા રેંજના જંગલોમાં 6 કિલોમીટર સુધી ટ્રેકિંગ વનવિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યું હતું ટ્રેકિંગ દરમિયાન લોકોને જંગલમાં વિશાળ કાય અજગર પણ જોવા મળ્યો હતો જેને વનવિભાગના કર્મચારીઓએ સહી સલામત પકડી યોગ્ય જગ્યાએ છોડી મુક્યો હતો
આ ટ્રેકિંગ કેમ્પમાં કુદરતી સૌંદર્યનો મનમૂકીને લોકોએ લાભ લીધો હતો આવનાર સમયમાં પણ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રમાં વધુ લોકો જોડાય અને રતનમહાલના અભ્યારણમાં પર્યટકો આકર્ષાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવનાર છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.