ETV Bharat / state

Dahod Crime News: બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોરનો મૃતદેહ ડેમમાથી મળી આવતા ચકચાર

author img

By

Published : Jun 26, 2023, 4:02 PM IST

જિલ્લાના ધાનપુર તાલુકાના બેડાત ગામમાં બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વાંકલેશ્વર ડેમમાંથી કમરે પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ખળભળાટ જવામાં પામ્યો છે. પોલીસે મૃતકનો મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dahod Crime News: બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોર નોમૃતદેહ ડેમમાથી મળી આવ્યો
Dahod Crime News: બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોર નોમૃતદેહ ડેમમાથી મળી આવ્યો

ગુમ કિશોરનો મૃતદેહ ડેમમાથી મળી આવતા ચકચાર

દાહોદ: ધાનપુર તાલુકાના બેડાત ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતો કિશોર મૃતક મહેન્દ્ર મનુભાઈ પટેલ ગત બે દિવસ અગાઉ ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. પરિવારજનોની શોધખોળ છતાં કોઈ જ પત્તો લાગ્યો ન હતા, તથા ધાનપુર પોલીસ સ્ટેશનને પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Dahod Crime News The body of the teenager, who had gone missing two days earlier, was found in the dam
બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોર

ગામની નજીક આવેલ ડેમમાંથી મૃતદેહ મળ્યો: ગત દિવસે બેડાત ગામ નજીક આવેલ વાકલેશ્વર ડેમમાં પાણીમાં એક મૃતદેહ તરતી જોવા મળી હતી. સ્થાનિકો દ્વારા જેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થાનિક તરવૈયો દ્વારા મૃતદેહને બહાર કાઢવાની કરાવી કાયૅવાહી દરમિયાન મૃતદેહ ને કમરના વાગે દોડા સાથે પથ્થર બાંધેલો મળી આવ્યો હતો તથા મુદ્દે ને પથ્થર સાથે બહાર કાઢવામાં આવ્યો હત. મૃતદેહની પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બે દિવસ અગાઉ ગુમ થયેલ બેડાત ગામનો કિશોર મહેન્દ્ર મનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું મૃતક મહેન્દ્રનો મૃતદેહ નીકળતા આખા ગામમાં ખળભળાટ સાથે મૃતક ના પરિવાર માં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

બે દિવસ અગાઉ ગુમ થયેલ કિશોરનો મૃતદેહ હોવાનું તપાસમાં ખુલ્યું: આ બાબતે ધાનપુર પોલીસને જાણ થતા પીએસઆઇ પોલીસ કર્મચારીઓ અત્રે દોડી આવ્યા હતા. દાહોદ એલસીબી જિલ્લા એએસપી જગદીશ બાગરવા સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી જેને લઇને તપાસ લઈને જણાવ્યું હતું કે જે સ્થળેથી મૃતદેહ મળ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. મૃતદેહને ધાનપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશેConclusion:મહેન્દ્રની હત્યા કરાઈ હોવાની આશંકા ગ્રામજનોમાં ચર્ચા એ સ્થાન લીધું હતું જેમાં શંકાઓ વચ્ચે મહેન્દ્રની પ્રેમ પ્રકરણમાં હત્યા કે પોતે પથ્થર બાંધીને આપઘાત કર્યો તે ના અનેક પાસાની પોલીસ તપાસમાં જ ખબર પડશે અત્યારે તો ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Delhi Crime: ગુજરાતનો વેપારી દિલ્હીમાં લૂંટાયો, બંદૂકની અણી પર લાખો રુપિયાની તફડંચી
  2. Rain in North India: હિમાચલમાં પહાડ ધોવાયો ત કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ, ઉત્તર ભારતમાં વરસાદનું રોદ્ર સ્વરુપ
  3. Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.